કોલ્ડ ડ્રિંકની શરત લગાવતા પહેલા ચેતી જજો ! 10 મિનીટમાં દોઢ લીટર કોકાકોલા પી જતા છોકરાનું થયુ મોત

|

Sep 25, 2021 | 2:02 PM

આ બાબતે કેટલાક નિષ્ણાંતો કહે છે કે ઝડપથી કોલ્ડ ડ્રિંક્સ પીવાના કારણે છોકરાના આંતરડામાં ગેસ બન્યો હતો. આ સિવાય પેટની નળીમાં પ્રવેશતા ગેસના કારણે લીવરમાં ઓક્સિજનનો પુરવઠો બંધ થઈ ગયો હતો.

કોલ્ડ ડ્રિંકની શરત લગાવતા પહેલા ચેતી જજો ! 10 મિનીટમાં દોઢ લીટર કોકાકોલા પી જતા છોકરાનું થયુ મોત
Chinese boy dies after drinking one and half bottle of coca cola in 10 minutes

Follow us on

વિશ્વમાં એવા ઘણા લોકો છે જે એક જ શ્વાસમાં ઠંડા પીણાની (Cold Drink) આખી બોટલ ગળી જવાની શરતો લગાવતા હોય છે. જો તમે પણ તેમાંથી એક છો, તો આ કરવાનું બંધ કરો. ખરેખર, ચીનથી (China) એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં 22 વર્ષીય એક છોકરાનું કોકાકોલા (Coca Cola) પીવાથી મોત થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ છોકરાએ 10 મિનિટમાં દોઢ લિટર કોકા-કોલા પી લીધો. જેના કારણે તેના શરીરમાં ગેસનો એવો પ્લમ સર્જાયો કે તે તેને સહન ન કરી શક્યો અને તેનું મૃત્યુ થયું. ડોક્ટરોના આ ખુલાસાથી દરેક વ્યક્તિ ચોંકી ઉઠી છે.

કોલ્ડ ડ્રિંક્સના શોખીનો માટે ચીનના આ સમાચાર ચેતવણી રૂપ છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ચીનમાં આ દિવસોમાં ગરમી પડી રહી છે. આવી સ્થિતિમાં, બેઇજિંગના એક છોકરાએ ગરમીથી રાહત મેળવવા માટે કોકા કોલાની દોઢ લિટરની બોટલ ખરીદી અને તેને દસ મિનિટમાં સંપૂર્ણપણે પી લીધી. જે બાદ તેના શરીરમાં ખૂબ ગેસ બન્યો અને સ્થિતિ બગડવા લાગી. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ થયું.

રિપોર્ટ અનુસાર, કોલ્ડ ડ્રિંકની બોટલ ગટગટાવી ગયા બાદ છોકરાના હૃદયના ધબકારા વધી ગયા હતા અને બ્લડ પ્રેશર ઘટવા લાગ્યું હતું. આ સાથે જ તેના શ્વાસ પણ ફુલાવા લાગ્યા. છ કલાક પછી છોકરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને 18 કલાકની અંદર તેનું મૃત્યુ થયું. ડોક્ટરોનું કહેવું છે કે કોલ્ડ ડ્રિંક પીવાના કારણે તેના પેટમાં ગેસ બન્યો હતો, જે તે સહન કરી શકયો ન હતો અને તેણે પોતાનો જીવ ગુમાવ્યો.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

આ બાબતે કેટલાક નિષ્ણાંતો કહે છે કે ઝડપથી કોલ્ડ ડ્રિંક્સ પીવાના કારણે છોકરાના આંતરડામાં ગેસ બન્યો હતો. આ સિવાય પેટની નળીમાં પ્રવેશતા ગેસના કારણે લીવરમાં ઓક્સિજનનો પુરવઠો બંધ થઈ ગયો હતો. જેના કારણે છોકરાએ પોતાનો જીવ ગુમાવ્યો. પરંતુ લંડન યુનિવર્સિટીના પ્રોફેસર નાથન આ થિયરીમાં માનતા નથી. તેઓ માને છે કે કોલ્ડ ડ્રિંક્સ પીવાથી કોઈનું મૃત્યુ શક્ય નથી.

આ પણ વાંચો –

Pitru paksha 2021: શ્રાદ્ધ પર કરવામાં આવેલું દાન દૂર કરશે આપના ઘરનો કલેશ ! જાણો કઈ વસ્તુઓના દાન થી મળશે પિતૃઓના આશિષ

આ પણ વાંચો –

Former cricketers : ભૂતપૂર્વ ક્રિકેટરોની મદદ માટે BCCI પણ આગળ આવ્યું, બોર્ડની આવી યોજના છે

આ પણ વાંચો –

National Cooperative Conference: સહકાર વિના ગરીબ કલ્યાણ અને અંત્યોદયની કલ્પના કરવી અશક્ય : અમિત શાહ

Next Article