LAC પર ચાલબાજ ચીનની નવી ચાલ! હિન્દીના જાણકાર તિબેટીયન-નેપાળી લોકોની કરી રહ્યુ છે ભરતી, જાણો શું છે ચીનનો ઇરાદો

|

Jul 30, 2022 | 8:14 AM

LAC પર પકડ મજબૂત કરવા માટે ચીનની (China) પીપલ્સ લિબરેશન આર્મી (People's Liberation Army) હિન્દી ભાષા પર સારી પકડ હોય તેવા તિબેટીયન અને નેપાળીઓની સેનામાં ભરતી કરી રહ્યુ છે.

LAC પર ચાલબાજ ચીનની નવી ચાલ! હિન્દીના જાણકાર તિબેટીયન-નેપાળી લોકોની કરી રહ્યુ છે ભરતી, જાણો શું છે ચીનનો ઇરાદો
ચીન બપોર બાદ તાઈવાન પર હુમલો કરશે?

Follow us on

ચીન (China) પૂર્વ લદ્દાખમાં LAC પર પોતાની પકડ મજબૂત કરવા નવી રણનીતિ ઘડી રહ્યું છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (People’s Liberation Army)  હવે હિન્દી ભાષા (Hindi language) પર સારી પકડ હોય તેવા તિબેટીયન અને નેપાળીઓની સેનામાં ભરતી (Army recruitment) કરી રહ્યુ છે. આ લોકો ભારતની દરેક ગતિવિધિ પર ચાંપતી નજર રાખે છે અને ગુપ્ત માહિતી એકત્ર કરે છે. ગુપ્તચરો દ્વારા ભારતને આ જાણકારી પ્રાપ્ત થઇ છે. ઇનપુટ્સ અનુસાર તિબેટ સૈન્ય જિલ્લાના અધિકારીઓ તિબેટ ઓટોનોમસ રિજન (એટીઆર) માંથી ભરતી અભિયાનને વધુ તીવ્ર બનાવવા હિન્દી સ્નાતકોની શોધ કરવા યુનિવર્સિટીની મુલાકાત લઈ રહ્યા છે.

હિન્દી જાણતા તિબેટીયન અને નેપાળીઓની ખૂબ જ ઝડપથી ભરતી

ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) તિબેટ સ્વાયત્ત પ્રદેશમાંથી હિન્દી ભાષા બોલતા અને સમજતા તિબેટીયન અને નેપાળીઓની ખૂબ જ ઝડપથી ભરતી કરી રહ્યુ છે. તેની પાછળનો ચીનનો હેતુ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પોતાની પકડ મજબૂત કરવાનો અને ભારતની દરેક નાની નાની ગતિવિધિઓથી જાણકાર રહેવાનો છે. LAC પર પોતાની પકડ મજબુત રાખવા ચીન પહેલા પણ આવા કામો કરી ચુક્યુ છે. તે હંમેશા ભારત વિરૂદ્ધ આવા પગલા લેતું આવ્યું છે. સેનામાં હિન્દી ભાષી તિબેટીયન અને નેપાળી લોકોની ભરતી કરીને ચીન હવે ભારતની દરેક માહિતી એકત્રિત કરવા માગે છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ચીનની ભરતી અભિયાન પૂર્ણ થયું

ચીન પોતાની સેનામાં એવા જ લોકોની ભરતી કરી રહ્યું છે, જે હિન્દી ભાષાને ખૂબ જ સારી રીતે સમજે છે અને હિન્દી ભાષા બોલવામાં પણ નિપુણ છે. આ પગલા દ્વારા ચીન ભારત સંબંધિત ઘણી ગુપ્ત માહિતી પણ એકત્રિત કરવા માગે છે. તિબેટ મિલિટ્રી ડિસ્ટ્રિક્ટ ચાઈનીઝ આર્મી પીએલએના વેસ્ટર્ન થિયેટર કમાન્ડ હેઠળ છે, જે LACના નીચેના અડધા ભાગની દેખરેખ રાખે છે. તેમાં ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યો- સિક્કિમ, અરુણાચલ પ્રદેશ તેમજ ઉત્તરાખંડની સરહદે આવેલા વિસ્તારોનો સમાવેશ થાય છે. ઈનપુટ્સ મુજબ, PLAના વેસ્ટર્ન થિયેટર કમાન્ડ દ્વારા હાથ ધરવામાં આવેલ ભરતી અભિયાન હવે લગભગ પૂર્ણ થઈ ગયું છે.

Next Article