ચીનની ફરી અવળચંડાઈ, ચીનનું ગુપ્તચર જહાજ પહોંચ્યું શ્રીલંકા, ભારતે વ્યક્ત કરી હતી ચિંતા

|

Aug 16, 2022 | 1:00 PM

ભારતની ચિંતા વચ્ચે શ્રીલંકા (Sri Lanka)એ ચીનને આ જહાજનું આગમન મોકૂફ રાખવાનું પણ કહ્યું હતું. જો કે, શ્રીલંકાની સરકારે માહિતી આપી હતી કે ચીની જહાજને 16 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી હમ્બનટોટામાં રહેવાની મંજૂરી આપવામાં આવી છે.

ચીનની ફરી અવળચંડાઈ, ચીનનું ગુપ્તચર જહાજ પહોંચ્યું શ્રીલંકા, ભારતે વ્યક્ત કરી હતી ચિંતા
Chinese research ship reaches Hambantota
Image Credit source: Daily Mirror

Follow us on

ચીન (China)નું હાઈ-ટેક્નોલોજીવાળુ રિસર્ચ જહાજ આજે શ્રીલંકાના દક્ષિણી બંદર હમ્બનટોટા (Hambantota)પહોંચી ગયું છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આ જહાજને રિસર્ચ શિપ નામ આપવામાં આવ્યું છે. પરંતુ તે ગુપ્તચર જહાજ તરીકે ઓળખાય છે. ચીનના ગુપ્તચર જહાજના હમ્બનટોટા પહોંચવા સામે ભારતે વાંધો ઉઠાવ્યો હતો. ભારતની ચિંતા વચ્ચે શ્રીલંકા (Sri Lanka)એ ચીનને આ જહાજનું આગમન મોકૂફ રાખવાનું પણ કહ્યું હતું. જો કે, શ્રીલંકાની સરકારે શનિવારે માહિતી આપી હતી કે ચીની જહાજને 16 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી હમ્બનટોટામાં રહેવાની મંજૂરી આપવામાં આવી છે.

દરમિયાન ચીને સોમવારે જણાવ્યું હતું કે શ્રીલંકાએ તેના ઉપગ્રહ અને મિસાઇલ સર્વેલન્સ જહાજને મંગળવારે તેના હમ્બનટોટા બંદરે આવવાની મંજૂરી આપી છે, પરંતુ શ્રીલંકા સાથેની વાતચીતની વિગતો આપી નથી જેના પછી ટાપુ રાષ્ટ્રની સરકાર દ્વારા બેઇજિંગના જહાજ પ્રવેશને ટાળવા માટે વલણ બદલી નાખ્યું હતું. શ્રીલંકાએ અગાઉ ચીનને ભારત અને યુએસની ચિંતાઓ વચ્ચે તેના જહાજના કાર્યક્રમને મુલતવી રાખવા કહ્યું હતું, પરંતુ થોડા દિવસો પછી તેણે ચીનને હમ્બનટોટા બંદર પર જહાજ મોકલવાની મંજૂરી આપી.

શ્રીલંકા સાથેની વાતચીતની વિગતો આપવામાં આવી નથી

અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે કહ્યું, “શ્રીલંકાએ યુઆન વાંગ-5ને તેના બંદર પર લંગર લગાવવાની મંજૂરી આપી છે.” પરવાનગી આપવા અંગે કોલંબો સાથેની વાતચીતની વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે વાંગને પૂછવામાં આવ્યું કે શું પરામર્શ થઈ છે, તો તેમણે કહ્યું, ‘તમે પૂછેલા પ્રશ્નના જવાબમાં હું કહેવા માંગુ છું કે અમે ચીનની સ્થિતિ ઘણી વખત સ્પષ્ટ કરી છે.’

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

ચીને શ્રીલંકા પર નારાજગી વ્યક્ત કરી હતી

જ્યારે શ્રીલંકાએ ચીનને જહાજના પ્રવેશને મુલતવી રાખવા કહ્યું, ત્યારે ચીને તેની નારાજગી વ્યક્ત કરી કે કેટલાક દેશોએ સુરક્ષા ચિંતાઓને ટાંકીને અને તેની આંતરિક બાબતોમાં સંપૂર્ણપણે દખલગીરી કરીને કોલંબો પર દબાણ કરવું તે બિલકુલ અયોગ્ય છે. શ્રીલંકાના વિદેશ મંત્રાલયના 13 ઓગસ્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોલંબોએ કેટલીક ચિંતાઓ પર ઊંડાણપૂર્વક પરામર્શ કર્યો છે. મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે 5 ઓગસ્ટે ચીની દૂતાવાસને વિનંતી કરી હતી કે તે આ મામલે આગળની વાતચીત સુધી મંત્રાલય સાથે ઉભી થયેલી કેટલીક ચિંતાઓને ધ્યાનમાં રાખીને 11 થી 17 ઓગસ્ટ સુધી હમ્બનટોટા બંદર પર ચીનના જહાજની પ્રસ્તાવિત મુલાકાતને સ્થગિત કરે.

Next Article