China: ચીનના ગુપ્તચર વિભાગના વડા ‘ફરાર’ ! ગભરાયેલા શી જિનપિંગે નેતાઓને વફાદારીના શપથ લેવડાવ્યા

|

Jun 20, 2021 | 2:21 PM

રાષ્ટ્રપતિ શી જિનપિંગે શાસક કમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને વફાદારીના શપથ લેવડાવ્યા હતા. એવી અટકળો છે કે ચીનના ગુપ્તચર વડા ડોંગ જિંગવેઇ અમેરિકા ભાગી ગયા છે.

China: ચીનના ગુપ્તચર વિભાગના વડા ફરાર ! ગભરાયેલા શી જિનપિંગે નેતાઓને વફાદારીના શપથ લેવડાવ્યા
શી જિનપિંગે નેતાઓને વફાદારીના શપથ લેવડાવ્યા

Follow us on

રાષ્ટ્રપતિ શી જિનપિંગે (Xi Jinping) શાસક કમ્યુનિસ્ટ પાર્ટીના (Communist Party) વરિષ્ઠ નેતાઓને વફાદારીના શપથ લેવડાવ્યા હતા. એવી અટકળો છે કે ચીનના ગુપ્તચર વડા ડોંગ જિંગવેઇ અમેરિકા ભાગી ગયા છે. સાથે જ તેમણે તેમને ‘મુખ્ય નેતૃત્વ’ સ્વિકારવા અને ચાઇનાના આધુનિકીકરણ અને રાષ્ટ્રીય કાયાકલ્પ માટે કામ કરવા હાકલ કરી છે. શી જિનપિંગને ડિસેમ્બર 2012 માં સત્તા સંભાળ્યા બાદ ચીનનાં કમ્યુનિસ્ટ પાર્ટીના મુખ્ય નેતા ઘોષિત કરવામાં આવ્યા છે.

શી જિનપિંગે શુક્રવારે દેશની રાજધાનીમાં સીપીસીના સંગ્રહાલયમાં એક પ્રદર્શનની મુલાકાત દરમિયાન પાર્ટીના 25 સભ્યોને શપથ લેવડાવ્યા હતા. તેનું સરકારી ટેલિવિઝન ચેનલો પર પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ સંગ્રહાલયનું ઉદઘાટન તાજેતરમાં કરાયું હતું. આ પ્રસંગે શી જિનપિંગની સાથે નંબર-2 નેતા વડાપ્રધાન લી કિંગ પણ હાજર હતા. માઓત્સેતુંગ બાદ ચીનના સૌથી શક્તિશાળી નેતા તરીકે ઉભરી આવ્યા છે.

માનવાધિકારના ઉલ્લંઘન અંગે ચીન સામે વધતો વૈશ્વિક વિરોધ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

માઓ દ્વારા 1921 માં સ્થાપના કરવામાં આવેલ લગભગ 9 કરોડ સદસ્યો વાળી સીપીસી 1949 માં પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના સત્તામાં છે. 1 મી જુલાઈએ શતાબ્દી ઉજવણી કરવામાં આવશે અને પાર્ટીએ આ પ્રસંગ નિમિત્તે લશ્કરી પરેડ સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું છે. પક્ષ તેની સ્થાપનાની શતાબ્દીની ઉજવણી તે સમયે કરી રહ્યો છે, જ્યારે કોવિડ-19 ની ઉત્પત્તિ, શિનજિયાંગ, હોંગકોંગ અને તિબેટમાં માનવાધિકારના ઉલ્લંઘનના આરોપો અંગે ચીન સામે વૈશ્વિક વિરોધ થઈ રહ્યો છે.

શી (67) એ ડિસેમ્બર 2012 માં તેમના પૂર્વગામી હુ જિન્તાઓ પાસેથી સત્તા સંભાળી અને પાર્ટી, શક્તિશાળી સૈન્ય પર તેમના નેતૃત્વને મજબૂત બનાવ્યું અને સામૂહિક નેતૃત્વના સમર્થન સાથે રાષ્ટ્રપતિને ‘મુખ્ય’ નેતાનું બિરુદ આપવામાં આવ્યું. પોતાના ભાષણમાં શીએ સીપીસીના સભ્યોને પક્ષના ઇતિહાસમાંથી તાકાત મેળવવા અને ચીનના આધુનિકીકરણ અને રાષ્ટ્રીય કાયાકલ્પ માટે પ્રયત્નશીલ રહેવા હાકલ કરી હતી.

તેમણે સભ્યોને શપથ પણ લેવડાવ્યા, જેમાં કહ્યું હતું કે, ‘ચાઇનાની કમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાવવાની, પાર્ટીના કાર્યક્રમની જાળવણી કરવા, પક્ષ બંધારણનું પાલન કરવાની, પક્ષના સભ્ય તરીકેની મારી ફરજો નિભાવવાની મારી ઇચ્છા છે. પક્ષના સભ્ય તરીકે હું નિર્ણયો લાગુ કરીશ, પાર્ટીના શિસ્તનું પાલન કરીશ, પક્ષના રહસ્યોને સમર્થન આપીશ, પાર્ટી પ્રત્યે વફાદાર રહીશ, સખત મહેનત કરીશ, જીવનભર સામ્યવાદ માટે લડિશ અને પાર્ટી અને લોકો માટે બલિદાન આપવા માટે હંમેશા તૈયાર રહીશ. હું પાર્ટી સાથે ક્યારેય દગો કે વિશ્વાસઘાત કરીશ નહીં.

Published On - 2:18 pm, Sun, 20 June 21

Next Article