‘તાલિબાન સાથે સમજૂતી કરશે ચીન’ અફઘાનિસ્તાનમાં રોકાણ અને પુન:નિર્માણ પર બોલ્યા અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેન

|

Sep 08, 2021 | 7:57 AM

ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ અફઘાન તાલિબાન રાજકીય આયોગ મુલ્લા અબ્દુલ ગની બરાદરને મળીને બંને દેશો વચ્ચે "મૈત્રીપૂર્ણ સંબંધો" વિકસાવ્યા હતા.

તાલિબાન સાથે સમજૂતી કરશે ચીન અફઘાનિસ્તાનમાં રોકાણ અને પુન:નિર્માણ પર બોલ્યા અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેન
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેન

Follow us on

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન (Jo Biden) ને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ ચિંતિત છે કે ચીન તાલિબાનને ભંડોળ પૂરું પાડશે. આ માટે, બાઈડેનએ મંગળવારે કહ્યું કે ચીન (china)ને તાલિબાન (Taliban) સાથે વાસ્તવિક સમસ્યા છે. તેથી, પાકિસ્તાન, રશિયા અને ઈરાનની જેમ ચીન પણ શાંતિ જાળવવા માટે એકબીજા સાથે કેટલાક કરાર કરવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું કે અત્યારે તમામ દેશો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેમણે હવે શું કરવું જોઈએ.

અફઘાનિસ્તાનના કબજાના થોડા અઠવાડિયા પહેલા, ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ અફઘાન તાલિબાન રાજકીય આયોગ મુલ્લા અબ્દુલ ગની બરાદરને મળીને બંને દેશો વચ્ચે “મૈત્રીપૂર્ણ સંબંધો” વિકસાવ્યા હતા.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

કાયદેસર શાસક તરીકે માન્યતા મેળવવાની તૈયારી
યુએસ ન્યૂઝ અનુસાર, કાબુલના પતન પહેલા પણ ચીને તાલિબાનને અફઘાનિસ્તાનના કાયદેસર શાસક તરીકે માન્યતા આપવાની તૈયારી કરી હતી. બીજી બાજુ, તાલિબાન, જે ઇસ્લામના ધ્વજવાહક હોવાનો દાવો કરે છે, ચીનમાં ઉઇગુર દમન પર પોતાનું મોઢું બંધ કરી દે છે જ્યારે જૂથના ટોચના નેતા ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મળ્યા કારણ કે તે બેઇજિંગ સાથે નાણાકીય હિત ધરાવે છે.

બેઇજિંગ માટે અફઘાનિસ્તાનમાં રોકાણ કરવાનો સમય છે
એવું માનવામાં આવે છે કે બેઇજિંગને અફઘાનિસ્તાનમાં રોકાણ કરવામાં થોડો સમય લાગશે. ધીરે ધીરે બધા દેશો અફઘાનિસ્તાનમાં રોકાણ કરવા માટે આગળ આવશે અને ધીરે ધીરે આ દેશ પણ વિકસિત દેશ બનશે. ચીની કંપનીઓએ ઓઇલ ક્ષેત્રો માટે ડ્રિલિંગ અધિકારો પહેલેથી જ મેળવી લીધા છે. આ ઉપરાંત, અફઘાનિસ્તાનમાં દુર્લભ ખનિજ ભંડાર છે જે સ્માર્ટફોન, ટેબ્લેટ્સ અને એલઇડી સ્ક્રીન જેવી વસ્તુઓ માટે જરૂરી છે.

 

આ પણ વાંચો: Gujarat : આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી, NDRF અને SDRFની ટીમોને એલર્ટ કરાઇ

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ મકર રાશિ 8 સપ્ટેમ્બર : પતિ-પત્ની વચ્ચેનો સંબંધ મધુર રહેશે, પડોશીઓ સાથે પણ સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવો

Next Article