ગાલવાન ઘાટીમાં માર્યા ગયેલા ચીની સૈનિકોની મશ્કરી, ચીને પોતાના જ બ્લોગરને આપી કડક સજા, જાણો તેણે શું કર્યું?

|

Nov 16, 2021 | 8:18 AM

ગત વર્ષે લદ્દાખની ગાલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ચીની સૈનિકો માર્યા ગયા હતા. આ સૈનિકોની કબરોની વચ્ચે, બ્લોગરે એક ફોટો લીધો અને તેને સાર્વજનિક કર્યો હતો. જે પછી કોર્ટે બ્લોગરને સજા ફટકારી છે.

ગાલવાન ઘાટીમાં માર્યા ગયેલા ચીની સૈનિકોની મશ્કરી, ચીને પોતાના જ બ્લોગરને આપી કડક સજા, જાણો તેણે શું કર્યું?
File photo

Follow us on

ગયા વર્ષે લદ્દાખની ગાલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ચીની સૈનિકો માર્યા ગયા હતા. હવે ચીને આ સૈનિકોની મજાક ઉડાવવા બદલ પોતાના જ પ્રખ્યાત ટ્રાવેલ બ્લોગરને (China Blogger Punishment) સજા કરી છે.

શિનજિયાંગની કોર્ટે એક બ્લોગરને ગાલવાનમાં માર્યા ગયેલા ચીની સૈનિકો માટે સાત મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે સૈનિકોની કબરોનું કથિત અપમાન કરવા બદલ બ્લોગર લી કિજિયાનને દસ દિવસમાં જાહેરમાં માફી માંગવાનો આદેશ પણ આપ્યો હતો.

નોંધનીય છે કે, બ્લોગરની તસવીરોએ ગલવાનમાં માર્યા ગયેલા સૈનિકોની કબરો વચ્ચે તેની તસવીરો સાર્વજનિક કરીને આ મામલે ચીનની ચુપકીદીનો પર્દાફાશ કર્યો હતો. તેની કિંમત પણ તેણે ચૂકવવી પડી હતી. જુલાઈમાં, બ્લોગરે ઉત્તરપશ્ચિમ ચીનમાં કારાકોરમ પર્વતોમાં એક કબ્રસ્તાનની મુલાકાત લીધી હતી જ્યાં ગાલવાનમાં માર્યા ગયેલા PLA (પીપલ્સ લિબરેશન આર્મી) સૈનિકોને દફનાવવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

એવો આરોપ છે કે કિજિયાને કબર પર પગ અને ચેન જિયાંગ્રોંગની કબર પર સ્મિત સાથેની તસવીર લીધી હતી. લીએ અગાઉ WeChat પર ફોટા શેર કર્યા હતા જે પછીથી દૂર કરવામાં આવ્યા હતા. આ વર્ષની શરૂઆતમાં અન્ય એક ચીની બ્લોગરને પણ ભારત સાથે ગાલવાન ખીણના સંઘર્ષમાં લશ્કરી જાનહાનિ વિશેની ટિપ્પણી બદલ આઠ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે લદ્દાખની ગાલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી જેમાં મોટી સંખ્યામાં ચીની સૈનિકો માર્યા ગયા હતા. ચીને આ વાત સ્વીકારી નહીં. પરંતુ સૈનિકોની મજાક ઉડાવવા બદલ તેના જ પ્રખ્યાત ટ્રાવેલ બ્લોગરને સખત સજા કરવામાં આવી છે. બ્લોગર પર દેશના શહીદ સૈનિકોની પ્રતિષ્ઠા અને સન્માનનું અપમાન કરવાનો આરોપ હતો. બ્લોગરે આ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જેના પછી લોકોએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. જોકે, બાદમાં બ્લોગરે આ તસવીરો કાઢી નાખી હતી.

આ પણ વાંચો : તણાવ વચ્ચે શી જિનપિંગે બાઈડન સાથે કરી વાતચીત, કહ્યું- ચીન બંને દેશોના સંબંધોને સકારાત્મક દિશામાં આગળ વધારવા છે તૈયાર


આ પણ વાંચો : China Delta Variant: ચીનમાં કોરોનાના ડેલ્ટા વેરીએન્ટે મચાવ્યો હાહાકાર, દલિયાન શહેરમાં કેદ કરાયા 1,500 વિદ્યાર્થી

Next Article