Alibabaનાં માલિક જેક-માને મોટો ઝટકો, અલીબાબા અને આંટ ગ્રુપને હસ્તગત કરી લેશે ચીન

|

Jan 12, 2021 | 6:20 PM

Jack Maનાં Alibaba અને Ant Groupની તપાસ એવા સમયે સામે આવી છે જ્યારે ચીન દેશના ઇન્ટરનેટ ક્ષેત્રના પ્રભાવની ઝીણવટથી તપાસ કરી રહ્યું છે.

Alibabaનાં માલિક જેક-માને મોટો ઝટકો, અલીબાબા અને આંટ ગ્રુપને હસ્તગત કરી લેશે ચીન
ફાઇલ ફોટો : Alibabaના માલિક જેક-મા

Follow us on

Alibabaના માલિક જેક-માને ચીને બીજો મોટો ઝટકો આપ્યો છે. ચીન સરકારનાં Alibaba અને Ant Groupને હસ્તગત કરવાની તૈયારીમાં છે. રિપોર્ટ્સ અનુસાર ચીન સરકાર જેક-માના અલીબાબા અને આંટ ગ્રુપને રાષ્ટ્રીયકૃત કરવાની તૈયારી કરી રહી છે. જેક-માનાં અલીબાબા અને આંટ ગ્રુપની તપાસ એવા સમયે સામે આવી છે જ્યારે ચીન દેશના ઇન્ટરનેટ ક્ષેત્રના પ્રભાવની ઝીણવટથી તપાસ કરી રહ્યું છે.

માર્કેટ રેગ્યુલાઇઝેશન બહાને ચીન લાવ્યું નવા નિયમ
ઇન્ટરનેશનલ બિઝનેસ ટાઈમ્સ અનુસાર રાજ્ય સરકાર તરફથી મળેલા આદેશ પ્રમાણે માર્કેટ રેગ્યુલાઇઝેશન માટે પ્રશાસન અલીબાબાની તપાસ કરી રહ્યું છે. ગયા મહિને ચીને ઉદ્યોગોમાં પ્રતિસ્પર્ધી વિરોધી પ્રથાઓ પર રોક લગાવા માટે નિયમો બહાર પાડ્યા હતા, જેમ કે વેપારીઓ સાથે વિશિષ્ટ કરાર પર હસ્તાક્ષર કરવા અને હરીફોને પછાડવા માટે સબસિડીનો ઉપયોગ કરવો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જેક-માએ કરી હતી ચીન સરકારની નિંદા
રસપ્રદ વાત એ છે કે, જેક-માએ 24 ઓક્ટોબરના રોજ શાંઘાઇમાં ચીનની અમલદારશાહી પ્રણાલીની ટીકા કરતા એક ભાષણ આપ્યું હતું, જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ચીનની અમલદારશાહી નવીનતાને અવરોધે છે. જેક-માએ ચીનના બેંકિંગ નિયમોને “વૃદ્ધ લોકોની ક્લબ” સાથે સરખાવ્યા હતા. જેક-માના આ નિવેદનથી ચીનની સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટી નારાજ થઈ હતી.એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ભાષણ બાદ જેક-મા સાર્વજનિક સ્થળો પર દેખાયા નથી.

Next Article