Xi Jinping Book: ચીન ભારતમાં સામ્યવાદી વિચારધારા ફેલાવવા માંગે છે ? હિન્દીમાં પ્રકાશિત થયું શી જિનપિંગનું પુસ્તક

|

Nov 19, 2021 | 7:07 PM

ચીનની સત્તાવાર સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર, 'શી જિનપિંગઃ ધ ગવર્નન્સ ઑફ ચાઇના'નો પહેલો ખંડ હિન્દી, પશ્તો, દારી, સિંહલી અને ઉઝબેક ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યો છે.

Xi Jinping Book: ચીન ભારતમાં સામ્યવાદી વિચારધારા ફેલાવવા માંગે છે ? હિન્દીમાં પ્રકાશિત થયું શી જિનપિંગનું પુસ્તક
XI Jinping

Follow us on

Xi Jinping Book In Hindi: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું પુસ્તક હિન્દી ભાષામાં પણ પ્રકાશિત થયું છે. એવું માનવામાં આવે છે કે ચીન ભારતમાં તેની સામ્યવાદી વિચારધારા (Communist Ideology) ફેલાવવા માંગે છે. આ પુસ્તક મધ્ય એશિયાના દેશોની અન્ય ઘણી ભાષાઓમાં પણ પ્રકાશિત થયું છે. આ પુસ્તક ચીનમાં શાસન અંગે શીના સિદ્ધાંતોને પ્રકાશિત કરે છે. ચીનની સત્તાવાર સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર, ‘શી જિનપિંગઃ ધ ગવર્નન્સ ઑફ ચાઇના’નો પહેલો ખંડ હિન્દી, પશ્તો, દારી, સિંહલી અને ઉઝબેક ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યો છે.

એજન્સી અનુસાર, બુધવારે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં (SCO) એક સમારોહ દરમિયાન આ માહિતી આપવામાં આવી છે. છેલ્લા ઘણા વર્ષોથી, આ પુસ્તક મંદારિન (ચીની ભાષા) સિવાય અંગ્રેજી અને ઘણી ભાષાઓમાં પ્રકાશિત થઈ રહ્યું છે. વર્ષ 2012માં સત્તામાં આવ્યા બાદથી 68 વર્ષીય શી જિનપિંગ માઓ ઝેડોંગની (Mao Zedong) તર્જ પર એક અગ્રણી નેતા તરીકે ઉભરી આવ્યા છે. માઓ શાસક કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના (CPC) ના સ્થાપક હતા. શીએ નવા યુગમાં ચીનની વિશેષતાઓ સાથે સમાજવાદ નામના નવા વૈચારિક વલણની હિમાયત કરી છે.

સત્તા પર શી જિનપિંગની પકડ મજબૂત થઈ
છેલ્લા સપ્તાહમાં શી જિનપિંગની સત્તા પર પકડ મજબૂત થઈ છે. તે સમયે સીપીસીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે આવતા વર્ષે શી જિનપિંગ સતત ત્રીજી વખત રાષ્ટ્રપતિ તરીકે પોતાનો કાર્યકાળ શરૂ કરી શકે છે. ન્યુઝીલેન્ડ સ્થિત ચાઈનીઝ ઈતિહાસકાર જેરેમી આર. બર્મે કહે છે કે સીપીસીની બેઠક કમ્યુનિસ્ટ પાર્ટી અને શી જિનપિંગની (The Governance of China Book) લાંબા ગાળાની સત્તા સાથે સંબંધિત છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પાર્ટી ભૂતકાળમાં થયેલા વિકાસને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં તેમના માટે સમર્થન વધારવા માંગે છે. આ બેઠક દરમિયાન ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેને ઈતિહાસના કાર્યો સાથે ઓછું અને ભવિષ્યના નેતૃત્વ સાથે વધુ જોડતું જોવામાં આવી રહ્યું છે.

ભ્રષ્ટાચાર-ગરીબી પર કામ કર્યું
શી જિનપિંગ છેલ્લા એક દાયકામાં ચીનના મોટા નેતા તરીકે ઉભરી આવ્યા છે. તેમણે દેશમાં ફેલાયેલી ભ્રષ્ટાચાર અને ગરીબી નાબૂદી માટે નોંધપાત્ર કામ કર્યું છે. દુનિયાને ચીનની તાકાત બતાવવા માટે શી જિનપિંગને પણ દેશમાં મોટા પાયે સમર્થન મળી રહ્યું છે. આ હોવા છતાં, એવું માનવામાં આવે છે કે પાર્ટીમાં શીના વિરોધમાં કામ કરી રહેલા નેતાઓ કોરોના વાયરસ મહામારી અને અમેરિકા સાથે બગડતા સંબંધો જેવા મુદ્દાઓ પર તેમને નિશાન બનાવી શકે છે.

 

આ પણ વાંચો : Pakisatan ના મહિલા ધારાસભ્યનો કથિત અશ્લીલ વીડિયો થયો વાયરલ, મળી રહી છે ધમકીઓ, પોલીસે સાધી ચૂપ્પી

આ પણ વાંચો : International Men’s Day 2021: ભારતમાં 2007થી ઉજવાય છે આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ, વિશ્વના 80 દેશ મનાવે છે પુરૂષ દિવસ

Next Article