મેગ્નેટિક ટેક્નોલોજીથી બનાવવામાં આવી ઉડતી કાર, 230 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી રસ્તા પર ઉડશે કાર

|

Sep 20, 2022 | 5:08 PM

હાલમાં ચાઈનામાં પણ આવી જ એક કાંતિક્રારી શોધ થઈ છે. ચાઈના એ મેગ્નેટિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઉડતી કાર (Flying car) બનાવી છે. ચાલો જાણીએ આ કારની ખાસિયત.

મેગ્નેટિક ટેક્નોલોજીથી બનાવવામાં આવી ઉડતી કાર, 230 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી રસ્તા પર ઉડશે કાર
Flying car
Image Credit source: Twitter

Follow us on

Magnetic technology : આદિમાનવ કાળથી આધુનિક કાળ સુધી માનવજાતે અકલ્પનીય પ્રગતિ કરી છે. પથ્થરની મદદથી આગ, પૈડાની શોધ વગેરે જેવી કાંતિક્રારી શોધથી લઈને ઉડતી બાઈક અને ડ્રાઈવર વગર ચાલતી કારની શોધ સુધી માનવજાતે અવિશ્વનીય વિકાસ કર્યો છે. રોજ માણસના મગજના નવા વિચાર કે સવાલને કારણે દુનિયામાં નવી નવી શોધ થઈ રહી છે. હાલમાં ચાઈનામાં પણ આવી જ એક કાંતિક્રારી શોધ થઈ છે. ચાઈના એ મેગ્નેટિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઉડતી કાર (Flying car) બનાવી છે. ચાલો જાણીએ આ કારની ખાસિયત.

મળતી માહિતી અનુસાર ચાઈનાના સિચુઆન વિસ્તારમાં ચેંગદૂમાં સ્થિત સાઉથવેસ્ટ જિયાઓતોંગ યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકો એ ઉડતી કાર બનાવી છે. આ કારની મહત્તમ ઝડપ 230 કિલોમીટર પ્રતિ કલાક હશે. ગયા અઠવાડિયામાં રસ્તા પર આ કારની ટેસ્ટ કરવામાં આવી હતી. એક કંડક્ટર રેલ પર આ ખાસ કાર મેગ્નેટિક ફિલ્ડની શક્તિથી હવામાં જમીનથી 35 મિલીમીટર ઉપર હવામાં ઉડે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

મેગ્નેટિક ટેક્નોલોજીથી દ્વારા ઉડતી કાર

આ કારમાં નીચેના ભાગમાં શક્તિશાળી મેગ્નેટ લગાવવામાં આવ્યા છે. તેની મદદથી કાર લગભગ 5 મીલ લાંબી કંડક્ટર રેલ પર દોડી હતી. મેગ્નેટિક ટેક્નોલોજી પર આવી 8 કાર તૈયાર કરવામાં આવી છે, તે તમામના ટેસ્ટ થયા છે. તેમાંની એક કાર મહત્તન 230 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ભાગી હતી. આ કારનું ટેસ્ટ 8 કિલોમીટર લાંબા રેલ પર કરવામાં આવ્યો હતો. એક ચીની પત્રકારે આ હવામાં ઉડતી કારનો વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે.

1980થી થઈ રહ્યો છે મેગ્નેટિક ટેક્નોલોજીનો ઉપયોગ

1980ના દશકથી દુનિયાના અનેક દેશોમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. ચીન, જાપાન અને દક્ષિણ કોરિયામાં મેગ્નેટિક ટ્રેનો દોડે છે. તેમાં ચુંબકીય તેની શક્તિથી બસ, ટ્રેન કે કાર જેવી વસ્તુને હવામાં રાખી શકે છે અને આગળ વધાવે છે. જો આ કારનું ટેસ્ટ સફર રહ્યુ તો તે એક કાંતિક્રારી પગલું હશે. આવનારા સમયમાં આવી કાર દુનિયાના અનેક રસ્તા પર ઉડી શકે છે. હાલમાં જ દુનિયાની સૌથી પહેલી ઉડતી બાઈક જોવા મળી હતી, દુનિયાની પહેલી ડ્રાઈવર વગરની કાર પણ રસ્તા પર દોડવા માટે તૈયાર છે.

Next Article