China Locks Down Lanzhou: ચીનમાં કોરોના વાયરસના કારણે સ્થિતિ બની બેકાબૂ, લાન્ઝોઉ શહેરમાં લગાવાયું લોકડાઉન, 40 લાખ લોકો ઘરમાં થયા કેદ

|

Oct 26, 2021 | 6:09 PM

ચીનમાં ફરી એકવાર કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. સંક્રમણના વધતા જતા કેસોને રોકવા માટે, સરકારે ઉત્તર-પશ્ચિમ શહેર લેન્ઝોઉમાં લોકડાઉન લાગુ કર્યું છે.

China Locks Down Lanzhou: ચીનમાં કોરોના વાયરસના કારણે સ્થિતિ બની બેકાબૂ, લાન્ઝોઉ શહેરમાં લગાવાયું લોકડાઉન, 40 લાખ લોકો ઘરમાં થયા કેદ
China Locks Down Lanzhou

Follow us on

Covid Lockdown in China Lanzhou City: ચીનમાં ફરી એકવાર કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. સંક્રમણના વધતા જતા કેસોને રોકવા માટે, સરકારે ઉત્તર-પશ્ચિમ શહેર લેન્ઝોઉમાં લોકડાઉન લાગુ કર્યું છે. આ શહેરની વસ્તી 40 લાખની આસપાસ છે. ચીને સ્થાનિક સ્તરે કોરોના વાયરસના વધતા કેસોને ઘટાડવા માટે મંગળવારે આ લોકડાઉનની જાહેરાત કરી છે (Lockdown in China). લોકોને ઘરની બહાર ન નીકળવા માટે કહેવામાં આવ્યું છે. તેમને માત્ર ઈમરજન્સીમાં જ ઘરની બહાર નીકળવાની છૂટ આપવામાં આવી છે.

29 સ્થાનિક કેસ નોંધાયા પછી સ્થાનિક સરકારે એક નિવેદન જારી કરીને કહ્યું કે શહેરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. લાન્ઝાઉના અધિકારીઓએ કહ્યું કે, લોકોની અવરજવર પર કડક નજર રાખવામાં આવશે. તે માત્ર સારવાર અથવા આવશ્યક ચીજવસ્તુઓ લેવા માટે જ ઘરની બહાર નીકળી શકશે. ચીનના અન્ય ઘણા ભાગોમાં સમાન નિયમ લાગુ કરવામાં આવ્યો છે (China Coronavirus Latest Update). જેના કારણે પ્રવાસન સ્થળોએ આવતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. રહેવાસીઓને અત્યાર સુધી કહેવામાં આવ્યું છે કે, તેઓ બિનજરૂરી રીતે શહેરની બહાર ન નીકળે.

ડેલ્ટા વેરિઅન્ટના કેસમાં થયો વધારો

ચીનમાં સંક્રમણના આ વધી રહેલા કેસ પાછળનું કારણ કોરોના વાયરસનું ડેલ્ટા વેરિઅન્ટ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જે મૂળ વાયરસ કરતા વધુ ખતરનાક છે અને વધુ ઝડપથી ફેલાય છે. છેલ્લા એક અઠવાડિયામાં 100 થી વધુ કેસ પણ નોંધાયા છે (China Coronavirus Delta Variant). સરકારે કહ્યું છે કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવશે, જેના કારણે આગામી દિવસોમાં કેસોમાં વધારો થવાની સંભાવના છે. ચીને આ વધી રહેલા કેસ માટે વિદેશ જતા લોકોને જવાબદાર ઠેરવ્યા છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મોંગોલિયાએ પણ લોકડાઉન

આના એક દિવસ પહેલા મંગોલિયાના કાઉન્ટી આઈજિનમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું. અહીંની વસ્તી લગભગ 35,700 લોકોની છે. જે ઘરની બહાર નીકળી શકતા નથી. લોકોને ચેતવણી આપવામાં આવી છે કે, જો તેઓ આદેશનું પાલન નહીં કરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ કાઉન્ટી આ સમયે કોરોના વાયરસનું હોટસ્પોટ બની ગયું છે (Delata Variant in China). નેશનલ હેલ્થ કમિશનની ચેતવણી બાદ સ્થાનિક અધિકારીઓએ અહીં લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે.

 

આ પણ વાંચો: NCLT Recruitment 2021: લો ગ્રેજ્યુએટ એલએલબી માટે ભરતી, ઇન્ટરવ્યૂ આપીને જ મેળવી શકાશે સરકારી નોકરી

આ પણ વાંચો: UPSC Recruitment 2021: UPSC દ્વારા ઘણી જગ્યાઓ પર જાહેર થઈ ભરતી, જાણો તમામ વિગતો

Next Article