મ્યાનમારમાં આંતકી સંગઠનોને ચીન મદદ કરતુ હોવાનો મ્યાનમારના સેનાઅધ્યક્ષનો આક્ષેપ

|

Jul 02, 2020 | 11:19 AM

ચીન, આંતકવાદીઓ અને વિદ્રોહીઓને શસ્ત્રો પૂરા પાડી મદદ કરી રહ્યુ હોવાનો આક્ષેપ મ્યાનમારે કર્યો છે. મ્યાનમારના જનરલ મિન આંગ હ્યાંઈગે વિદેશી ટેલિવિઝન ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, મ્યાનમાર સ્થિત આંતકીઓને મજબુત તાકાતનો સાથ સાપડ્યો છે. આ આંતકી સંગઠનોનો જડમૂળથી ખાતમો બોલાવવા માટે અન્ય દેશોની મદદ માંગીએ છીએ. મિડીયા રીપોર્ટ મુજબ જનરલ મિન આંગે ચીનનુ નામ […]

મ્યાનમારમાં આંતકી સંગઠનોને ચીન મદદ કરતુ હોવાનો મ્યાનમારના સેનાઅધ્યક્ષનો આક્ષેપ

Follow us on

ચીન, આંતકવાદીઓ અને વિદ્રોહીઓને શસ્ત્રો પૂરા પાડી મદદ કરી રહ્યુ હોવાનો આક્ષેપ મ્યાનમારે કર્યો છે. મ્યાનમારના જનરલ મિન આંગ હ્યાંઈગે વિદેશી ટેલિવિઝન ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, મ્યાનમાર સ્થિત આંતકીઓને મજબુત તાકાતનો સાથ સાપડ્યો છે. આ આંતકી સંગઠનોનો જડમૂળથી ખાતમો બોલાવવા માટે અન્ય દેશોની મદદ માંગીએ છીએ. મિડીયા રીપોર્ટ મુજબ જનરલ મિન આંગે ચીનનુ નામ લેવાને બદલે મજબુત તાકાત શબ્દનો ઉપયોગ કર્યો છે. કારણે કે દક્ષિણ પૂર્વ એશિયામાં મ્યાનમારની આંતરરાષ્ટ્રીય સરહદ ચીન સાથે જોડાયેલી છે.

મ્યાનમારની સેનાના પ્રવકત્તા બ્રિગેડીયર જનરલ જો મીન ટુને કહ્યું તે સેના પ્રમુખ મિન આંગ હ્લાઈગ મ્યાનમારમાં ત્રાસદી ફેલાવનારા અરાકાન આર્મી (એએ) અને અરાકાન રોહીગ્યા સાલ્વેશન આર્મી (એઆરએસએ)ની વાત કરી રહ્યાં હતા. જે પશ્ચિમ મ્યાનમાંરના રાજ્યોમાં સક્રીય આંતકવાદી જૂથ સ્વરૂપે છે. 2019માં મ્યાનમારની સેના ઉપર કરાયેલા માઈન એટેકમાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો ચીનની બનાવટના હતા. અને તે વખતે પણ સૈન્ય પરના હુમલા માટે વિદેશી હાથ (ચીનનો સાથ) હોવાનુ કહેવાયું હતું. 2019માં પ્રતિબંધિત નેશનલ લિબરેશન આર્મી પાસેથી હવામાં માર કરી શકે તેવી મિસાઈલો મોટી માત્રામાં પકડી પાડી હતી. મિસાઈલની કિંમત 70થી 90 હજાર અમેરીકન ડોલરની ગણાય છે. આ મિસાઈલોનું જોડાણ ચીનની સાથે નિકળ્યું હતું. આંતકી સંગઠનો અને પ્રતિબંધિત સંગઠનો પાસેથી પકડાયેલા મોટાભાગના હથિયારો ચીનના હતા. જો કે ચીન હંમેશા હથિયારો આપવાનો ઈન્કર કરતુ આવ્યું છે. પણ મ્યાનમાર દાવો કરે છે કે ચીન જ આંતકી સંગઠનનો હથિયારો આપતુ આવ્યું છે. ચીનના કેટલાક અધિકારીઓએ, ભારતના કટ્ટર દુશ્મન પાકિસ્તાન સ્થિત આંતકી સંગઠનોના મોવડીઓ સાથે ગત દિવસોમાં મુલાકાત કરી હતી. જે ભારતમાં હવે પછીના સમયમાં ભાંગફોડ કરવા કે ખુનામરકી સર્જવા ઉશ્કેરણી કરી હોવાનું કહેવાય છે. ચીનની સત્તાધારી કમ્યુનિષ્ઠ પાર્ટી મ્યાનમારમાં પોતાની પકડ મજબૂત કરવાના ભાગરૂપે મ્યાનમાર સ્થિત આંતકી સંગઠનોને હથિયારો પૂરા પાડીને મદદ કરી રહ્યું છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Next Article