ચીનની નવી ચાલ: હિમાલય પર 624 ગામડાં વસાવવાની તૈયારીમાં ડ્રેગન, ભારત વિરુદ્ધ રચાઈ રહ્યું છે નવું ષડયંત્ર

|

Jul 31, 2022 | 9:58 AM

તિબેટીયનોને વિસ્થાપિત કરવા એ ચીનની રણનીતિનો એક ભાગ હોવાનું કહેવાય છે. આ અંતર્ગત તે વિવાદિત સરહદી વિસ્તારોમાં આક્રમક રીતે નવા ગામો બનાવવા માંગે છે. નવા ગામ વસાવીને ભારતને પણ ઘેરી લેવા માંગે છે.

ચીનની નવી ચાલ: હિમાલય પર 624 ગામડાં વસાવવાની તૈયારીમાં ડ્રેગન, ભારત વિરુદ્ધ રચાઈ રહ્યું છે નવું ષડયંત્ર
Himalayan region
Image Credit source: Social Media

Follow us on

તાજેતરના ભૂતકાળમાં સરહદી વિસ્તારોમાં ચીનની (china) સક્રિયતા તેના ખતરનાક ઈરાદાઓ દર્શાવે છે. ચીનની સરકારે 2030 સુધીમાં 100,000 થી વધુ તિબેટીયનોને તેમના ઘરોમાંથી સ્થળાંતર કરવાની યોજના જાહેર કરી છે. તેની પાછળ તિબેટીયનોના (tibetan) પરંપરાગત જીવનનો અંત લાવવાની સાથે સાથે ભારત સહિતના સરહદી વિસ્તારો (border areas) પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કરવાનો છે. એટલું જ નહીં, ચીન હવે હિમાલયમાં નવા ગામડાઓ સ્થાપવાની યોજના પર પણ કામ કરી રહ્યું છે.

વ્યૂહરચનાનો ભાગ

તિબેટીયનોને વિસ્થાપિત કરવા એ ચીનની રણનીતિનો ભાગ હોવાનું કહેવાય છે. આ અંતર્ગત તે વિવાદિત સરહદી વિસ્તારોમાં આક્રમક રીતે નવા ગામો બનાવવા માંગે છે. તિબેટીયન પ્રેસ અનુસાર, આમ કરીને ચીન એક તરફ આ વિસ્તારો પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તો બીજી તરફ તે ઈચ્છે છે કે ભારત, ભૂતાન અને નેપાળ પોતાની સીમામાં બંધાયેલ રહે. બીજી તરફ, હોંગકોંગમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, ડ્રેગન વિવાદિત હિમાલય ક્ષેત્રમાં 624 ગામ બનાવવાની તૈયારી કરી રહ્યુ છે. આ રિપોર્ટમાં ચીન સરકારના દસ્તાવેજો ટાંકવામાં આવ્યા છે. ચીનની આ યોજના તેની 2018માં શરૂ કરાયેલી રણનીતિનો એક ભાગ હોવાનું કહેવાય છે. તિબેટ ઓટોનોમસ રિજન કમ્યુનિસ્ટ પાર્ટી કમિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી આ યોજના અનુસાર ચીન હિમાલય પર 4800 મીટર અથવા તેનાથી ઉપર રહેતા તિબેટીયનોને વિસ્થાપિત કરશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

પર્યાવરણીય સંરક્ષણ દલીલ

ચીનની દલીલ છે કે આમ કરીને તે પર્યાવરણનું રક્ષણ કરી રહ્યું છે. જો કે, આ વિશે કોઈ વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી, જે સાબિત કરે છે કે આ વિસ્થાપનની પર્યાવરણ પર કોઈ અનુકૂળ અસર થઈ રહી છે. હોંગકોંગમાં પ્રકાશિત અહેવાલ મુજબ, આની પાછળનો વાસ્તવિક હેતુ પરંપરાગત તિબેટીયન જીવનશૈલીને સમાપ્ત કરવાનો હતો. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારોમાં તિબેટીયન પેઢીઓથી વિચરતી રહ્યા છે. તેઓ સદીઓથી તિબેટના ઉચ્ચપ્રદેશ પર પ્રકૃતિ સાથે સુમેળમાં રહે છે. એવો અંદાજ છે કે લગભગ 20 લાખ તિબેટીયન વિચરતીઓ બળજબરીથી પુનઃસ્થાપન દ્વારા વિસ્થાપિત થશે. આ કારણે તેઓ તેમની આજીવિકા ગુમાવશે અને ગરીબીમાં ધકેલાઈ જશે.

Next Article