China flood : ચીનમાં ભારે વરસાદે તારાજી સર્જી, હજારો લોકો પ્રભાવિત થયા 21ના ​​મોત

|

Aug 13, 2021 | 11:49 AM

ચીનના હુબેઈ વિસ્તારમાં ભારે વરસાદના કારણે આઠ હજાર લોકો પ્રભાવિત થયા છે. અંદાજે 21 લોકો મૃત્યુ થયા છે.

China flood : ચીનમાં ભારે વરસાદે તારાજી સર્જી, હજારો લોકો પ્રભાવિત થયા 21ના ​​મોત
ચીનમાં ભારે વરસાદે તારાજી સર્જી

Follow us on

China flood :મધ્ય ચીન  (China)ના હુબેઇ વિસ્તાર(Hubei Province)ના ઉપનગરમાં ભારે વરસાદ (China Rain)ને કારણે તબાહી મચાવતા અંદાજે 21 લોકોનાં મોત થયા છે. અને 4 લોકો લાપતા થયા છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, સુક્સિયન કાઉન્ટીમાં (Suixian County) લ્યુલીન ટાઉનશીપ (Liulin Township) માં ભારે વરસાદ પડ્યો હતો,

જેના કારણે વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સમાચાર એજન્સીના અહેવાલ પ્રમાણે આ વિસ્તારમાં અંદાજે 8,000 લોકો વરસાદથી પ્રભાવિત થયા છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. શહેરના તમામ રસ્તા પૂરને કારણે પાણીમાં ડૂબી ગયા છે જેને લઇને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

ચીનના રાષ્ટ્રીય હવામાન કેન્દ્ર (China’s National Meteorological Centre)એ ગુરુવારે યલો એલર્ટ જારી કરીને દેશના કેટલાક મધ્ય અને પૂર્વી ભાગોમાં વરસાદની ચેતવણી આપી હતી અને સાવચેતીના પગલાં લેવા જણાવ્યું હતું.

જિયાંગસી અને ઝેજિયાંગના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.તેમજ વાવાઝોડા અને વીજળી પડવાની પણ સંભાવના છે.હેનાનમાં ભારે વરસાદ (Heavy rain)ને કારણે તારાજી સર્જાઈ હતી

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

રાષ્ટ્રીય વેધશાળાએ સ્થાનિક અધિકારીઓને પૂર અને ભૂસ્ખલન (Landslides)ની શક્યતા માટે સાવધાન રહેવાની સલાહ આપી છે. અનેક વિસ્તારોમાં આઉટડોર પ્રવૃત્તિઓ બંધ કરવાની ભલામણ કરવામાં આવે છે. ગત્ત મહિને, હેનાન પ્રાંત અને તેની પ્રાંતીય રાજધાની ઝેંગઝોઉ શહેરમાં ભારે પૂરને કારણે 300 થી વધુ લોકો મૃત્યુ થયા હતા અને 50 લોકો લાપતા થયા હતા.

નોંધપાત્ર વાત એ છે કે, 16 જુલાઈથી હેનાનમાં રેકોર્ડબ્રેક વરસાદ પડ્યો છે. ઝેંગઝોઉમાં, ત્રણ દિવસમાં 617.1 મીમી વરસાદ પડ્યો,હેનાન પ્રાંતમાં એક હજાર વર્ષમાં આ સૌથી ભારે વરસાદ હતો.ભારે વરસાદના કારણે અમુક વિસ્તારમાં વીજળી ડૂલ થઇ ગઇ છે.

Published On - 11:45 am, Fri, 13 August 21

Next Article