તાઈવાનને લઈને અમેરિકા અને ડ્રેગન વચ્ચે તણાવ, ચીનના સંરક્ષણ મંત્રીએ આપી ચેતવણી, અમે યુદ્ધથી પાછળ નહીં હટીએ

|

Jun 13, 2022 | 8:15 AM

ચીનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર ચીનનું વલણ સ્પષ્ટ છે કે તાઈવાન (Taiwan) તેનો ભાગ છે. પરંતુ જો કોઈ તાઈવાન દ્વારા બેઈજિંગને નિશાન બનાવવાનો પ્રયાસ કરશે તો તેના પ્રયાસને ક્યારેય સફળ થવા દેવામાં આવશે નહીં.

તાઈવાનને લઈને અમેરિકા અને ડ્રેગન વચ્ચે તણાવ, ચીનના સંરક્ષણ મંત્રીએ આપી ચેતવણી, અમે યુદ્ધથી પાછળ નહીં હટીએ
ચીનના સંરક્ષણ પ્રધાન વેઇ ફેંગે અને યુએસ સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન
Image Credit source: AFP

Follow us on

તાઈવાનને (Taiwan) લઈને અમેરિકા અને ચીન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ચીન દ્વારા તાઈવાન પર બળપ્રયોગની અમેરિકા સતત નિંદા કરી રહ્યું છે. તો સાથે જ ચીને અમેરિકાને યુદ્ધની ધમકી આપવાનું શરૂ કરી દીધું છે. ચીને (China) અમેરિકાને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે તાઈવાન ચીનનો ભાગ છે. જો અમેરિકા (America) બેઇજિંગને અંકુશમાં લેવાનો પ્રયાસ કરશે તો તે તેના માટે સારું સાબિત થશે નહીં. ચીનના સંરક્ષણ પ્રધાન વેઇ ફેંગે (Wei Fenghe) અને યુએસ સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન (Lloyd Austin)સિંગાપોરમાં વન-ઓન-વન બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન ચીને તાઈવાનને લઈને અમેરિકાને કડક ચેતવણી આપી હતી.

ચીનના સંરક્ષણ પ્રધાન ફેંગેએ કહ્યું, ‘તાઈવાન ચીનથી અલગ નથી. પરંતુ જો કોઈ તેને ચીનથી અલગ કરવાની કોશિશ કરશે તો અમે યુદ્ધ કરવા પાછળ હટીશું નહીં. ભલે આપણે આના ખરાબ પરિણામો ભોગવવા પડે.” ફેંગેએ કહ્યું કે, “ચીન દરેક કિંમતે લડશે અને અંત સુધી લડતું રહેશે. કારણ કે તે એકમાત્ર વિકલ્પ છે.” તેમણે કહ્યું, ‘જે લોકો તાઈવાનની આઝાદીનું સમર્થન કરે છે અને ચીનને તોડવાનો ઈરાદો ધરાવે છે. તેમનો અંત ચોક્કસપણે સારો નહિ હોય.

ચીનની કડક સૂરમાં અમેરિકાને ચેતવણી

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ચીનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર ચીનનું વલણ સ્પષ્ટ છે કે તાઈવાન તેનો ભાગ છે. પરંતુ જો કોઈ તાઈવાન દ્વારા બેઈજિંગને નિશાન બનાવવાનો પ્રયાસ કરશે તો તેના પ્રયાસને ક્યારેય સફળ થવા દેવામાં આવશે નહીં. તે જ સમયે, યુએસ સંરક્ષણ વિભાગે કહ્યું કે “લોયડ ઓસ્ટીને ચીનના સંરક્ષણ પ્રધાન ફેંગેને સ્પષ્ટપણે કહ્યું છે કે ચીને આવી કોઈપણ કાર્યવાહીથી દૂર રહેવું જોઈએ, જે તાઈવાનને અસ્થિર કરે છે.” નોંધનીય છે કે આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું હતું કે જો ચીને તાઈવાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો તો અમેરિકા ચોક્કસપણે જાપાન સાથે હસ્તક્ષેપ કરશે.

તાઈવાન દ્વારા ચીનને અંકુશમાં લેવાનો પ્રયાસ કરી રહ્યો છે

ચીનના રક્ષા મંત્રી ફેંગેએ એક નિવેદનમાં કહ્યું કે તાઈવાનનો ઉપયોગ ચીનને નિયંત્રિત કરવા માટે કરવામાં આવી રહ્યો છે. વેઈએ એ શરતોનો પણ ઉલ્લેખ કર્યો હતો કે જે યુએસએ પારસ્પરિક સંબંધો સુધારવા માટે પૂરી કરવી જોઈએ. આ શરતોમાં ચીનની આંતરિક બાબતોમાં દખલ ન કરવી અને ચીનના હિતોને નુકસાન ન પહોંચાડવું સામેલ છે. તે જ સમયે, ચીની સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ વુ ક્વિઆને વેઈને ટાંકીને કહ્યું કે ચીન તાઈવાનની ઔપચારિક સ્વતંત્રતા તરફના કોઈપણ પગલાનો જવાબ યુદ્ધ સહિત કોઈપણ કિંમતે તેને કચડીને આપશે.

Published On - 8:15 am, Mon, 13 June 22

Next Article