ચીનના ઝડપી પરમાણુ હથિયારોનું નિર્માણ દુનિયા માટે જોખમી, અમેરિકા ચીનને પછાડવા સ્પર્ધા કરશે, અમેરિકન રક્ષા સચિવ લોયડ ઓસ્ટિનનું નિવેદન

|

Dec 04, 2022 | 9:53 AM

આગામી વર્ષોમાં ચીન (china )સાથેની અમારી સ્પર્ધા ભવિષ્ય યુરોપની સુરક્ષાને આકાર આપશે. આપણે આપણા સંતાનોને નિયમો અને અધિકારોથી સુરક્ષિત દુનિયા આપવાની જવાબદારી છે.

ચીનના ઝડપી પરમાણુ હથિયારોનું નિર્માણ દુનિયા માટે જોખમી, અમેરિકા ચીનને પછાડવા સ્પર્ધા કરશે, અમેરિકન રક્ષા સચિવ લોયડ ઓસ્ટિનનું નિવેદન
અમેરિકાના રક્ષા સચિવ લોયડ ઓસ્ટિન (ફાઇલ )

Follow us on

શનિવારે અમેરિકાના રક્ષા સચિવ લોયડ ઓસ્ટિને જણાવ્યું કે ચીને પોતાની ઇચ્છાશક્તિઓને ઝડપથી આકાર આપવાનું શરૂ કર્યું છે. ચીન પાસે એવી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા છેકે તે તમામ મોરચો આગળ વધી રહ્યું છે. ઓસ્ટિને વધુમાં કહ્યું કે અમેરિકા હવે આવું થવા દેશે નહીં. નોંધનીય છેકે તાજેતરમાં અમેરિકાએ ચીનની સુરક્ષા ક્ષેત્રના વિકાસનો એક રિપોર્ટ જાહેર કર્યો હતો. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

ચીન પાસે 2035માં 1500 પરમાણુ હથિયારો હશે : અમેરિકા

જેમાં ચીન પાસે 2035 સુધીમાં લગભગ 1,500 પરમાણુ હથિયારો હોવાની માહિતી અમેરિકી રક્ષા વિભાગે આપી છે. પેન્ટાગોનના રિપોર્ટમાં કહેવાયું છે કે ચીન ત્રણેય મોરચે પરમાણુ હથિયારોની સંખ્યા વધારી રહ્યું છે. પેન્ટાગોનું અનુમાન છે કે ચીનમાં ઓપરેશનલ પરમાણું હથિયારોનો ભંડાર 400ને વટાવી ગયો છે. જોકે આ હથિયારોનો ચીન કેવી રીતે ઉપયોગ કરશે તે અંગે રિપોર્ટમાં કોઇ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

રીગન નેશનલ ડિફેન્સ ફોરમમાં ઓસ્ટિનના ભાષણમાં ચીનના વૈશ્વિકસ્તરે ઉદય અને અમેરિકાની હાલની સ્થિતિ વિશે કહેવામાં આવ્યું હતું. જેમાં ઓસ્ટિને જણાવ્યું હતું કે પેન્ટાગોન રશિયાના પરમાણુ હથિયારો વિશે ચિંતામાં છે. સાથે જ યુક્રેનને મદદ કરવા માટે પણ પ્રતિબદ્ધ છે. પરંતુ, મોસ્કો સાથેના યુદ્ધમાં રશિયાના અમેરિકાના ઘસેડવા વિચારથી તેઓ દુર રહેવા માગે છે.

આગામી વર્ષોમાં ચીન સાથેની અમારી સ્પર્ધા ભવિષ્ય યુરોપની સુરક્ષાને આકાર આપશે. આપણે આપણા સંતાનોને નિયમો અને અધિકારોથી સુરક્ષિત દુનિયા આપવાની જવાબદારી છે. ઓસ્ટિને વધુમાં કહ્યું કે પરમાણુ ઉર્જાનાં બે મોટા ખતરાઓમાંથી ચીન થકી દુનિયાને સૌથી વધુ જોખમ છે.

હજુ પણ ચીન નીતિ માટે અમેરિકા પ્રતિબદ્ધ છે : રક્ષા સચિવ

અમેરિકન રક્ષા સચિવે કહ્યું કે અમેરિકા હજુ પણ વન ચાઈના નીતિ માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે ચીન દ્વારા ઉભા કરવામાં આવેલા પડકારોને અમેરિકા સ્પષ્ટપણે જોઈ શકે છે, પરંતુ ચીનનું કદ હજુ મોટું થયું નથી, અમેરિકાનું કદ ચીન કરતા હજુપણ મોટું છે. અમેરિકા આ સ્પર્ધાથી ડરતું નથી. અમેરિકા આત્મવિશ્વાસ અને ચોક્કસ નિશ્ચય સાથે આ સિદ્ધિને પાર કરીશું. ઓસ્ટીને કહ્યું કે 2046 સુધીમાં બજેટમાં $1.2 ટ્રિલિયન ખર્ચ થવાનો અંદાજ લગાવાયો છે. તેને અમેરિકાની સિલો-લોન્ચ કરાયેલ પરમાણુ બેલિસ્ટિક મિસાઇલો અને તેના પરમાણુ સબમરીન કાફલાના આધુનિકીકરણની પણ જરૂરિયાત છે.

Published On - 9:53 am, Sun, 4 December 22

Next Article