ચીને BBC પર લગાવ્યો પ્રતિબંધ, કોરોના અને શિનજિયાંગ પર ખોટા રિપોર્ટિંગનો લગાવ્યો આરોપ

|

Feb 12, 2021 | 2:30 PM

ચીને કહ્યું કે BBCએ કોવિડ-19 અને શિનજીયાંગને લઈને ખોટી રીપોર્ટીંગ કરી છે. અને BBCએ સાચી અને નિષ્પક્ષ ન્યૂઝની શરતનું ઉલ્લંઘન કર્યું છે.

ચીને BBC પર લગાવ્યો પ્રતિબંધ, કોરોના અને શિનજિયાંગ પર ખોટા રિપોર્ટિંગનો લગાવ્યો આરોપ
China bans BBC

Follow us on

ચીન અને પશ્ચિમના દેશો વચ્ચે ઘર્ષણ લગાતાર વધી રહ્યું છે. તાજેતરમાં ચીને બ્રિટીશ ટીવી ચેનલ BBC વર્લ્ડ ન્યૂઝ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચીનના રાષ્ટ્રીય રેડિયો અને ટેલીવિઝન પ્રશાસને ગુરુવારે પ્રતિબંધની ઘોષણા કરી હતી. ચીને કહ્યું કે BBCએ કોવિડ-19 અને શિનજીયાંગને લઈને ખોટી રીપોર્ટીંગ કરી છે. અને BBCએ સાચી અને નિષ્પક્ષ ન્યૂઝની શરતનું ઉલ્લંઘન કર્યું છે.

BBCનું લાયસન્સ કર્યું રદ
NRTAએ આરોપ લગાવ્યો હતો કે BBC દ્વારા પ્રસારિત થયેલા અહેવાલોથી ચીનના રાષ્ટ્રીય હિતોને નુકસાન થયું છે. અને તેની રાષ્ટ્રીય એકતા નબળી પડી છે. બીબીસી ચીનમાં પ્રસારણ થતી વિદેશી ચેનલો માટેની આવશ્યક શરતોને પૂર્ણ કરતી નથી. આ કારણે ચીને બીબીસી પર આવતા વર્ષ સુધી પ્રસારણ માટે અરજી કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ગત 4 ફેબ્રુઆરીએ, બ્રિટને તેના દેશમાં ચીનના સત્તાવાર મીડિયા સીજીટીએન પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારથી એવી ચર્ચા ચાલી રહી હતી કે તેના જવાબમાં ચીન પણ બીબીસી પર પ્રતિબંધ લગાવશે. પ્રતિબંધ દરમિયાન યુકેની તપાસમાં જાણવા મળ્યું હતું કે સીજીટીએનમાં સંપાદકીય નિયંત્રણનો અભાવ હતો. આ ઉપરાંત ચેનલ ચાઇનાની શાસક કમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલી હતી.

બ્રિટનના વિદેશ પ્રધાન ડોમિનિક રૈબેએ ગુરુવારે બીબીસી વર્લ્ડ ન્યૂઝ ચેનલ પર પ્રતિબંધના નિર્ણયને અસ્વીકાર્ય ગણાવ્યો હતો. અને કહ્યું હતું કે તેનાથી ચીનના વૈશ્વિક વલણને નુકસાન થયું છે. રૈબેએ ટ્વિટર પર કહ્યું હતું કે ચીનમાં બીબીસી વર્લ્ડ ન્યૂઝ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય ચીનની મીડિયા આઝાદી વિષેનો અસ્વીકાર છે. ચીને વિશ્વભરમાં મીડિયા અને ઇન્ટરનેટની સ્વતંત્રતા પર કેટલાક કડક પ્રતિબંધો લગાવ્યા છે. તેમજ આ નવું પગલું વિશ્વની નજરમાં ચીનની પ્રતિષ્ઠાને ધૂમિત કરશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બ્રિટનના BBC બ્રોડકાસ્ટરે ગુરુવારે પ્રતિબંધ અંગે નિરાશા વ્યક્ત કરી હતી. બીબીસીના પ્રવક્તાએ એક ઇમેઇલમાં આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે અમે ચીની અધિકારીઓની કાર્યવાહીથી નિરાશ છીએ. બીબીસી વિશ્વનું સૌથી વિશ્વસનીય અને આંતરરાષ્ટ્રીય સમાચાર પ્રસારણકર્તા છે. વિશ્વભરની ન્યૂઝને સચોટ, ડર્યા વગર અને તરફેણ વિના રિપોર્ટ કરે છે.

Next Article