Pakistan માં ડામાડોળની સ્થિતિ, શાહબાઝની ખુરશી આજે જશે, ઈમરાન ખાન જેલમાં, હવે કોણ સંભાળશે પાકિસ્તાન?

|

Aug 09, 2023 | 1:13 PM

પાકિસ્તાનમાં કેરટેકર વડાપ્રધાન પદની રેસમાં ત્રણ નામો આગળ ચાલી રહ્યા છે. વડાપ્રધાન શાહબાઝ શરીફ અને વિપક્ષી નેતા આ ત્રણમાંથી કોઈપણ એક નામ પર પોતાની સંમતિ આપશે. જણાવી દઈએ કે પીએમ શાહબાઝ આજે પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે.

Pakistan માં ડામાડોળની સ્થિતિ, શાહબાઝની ખુરશી આજે જશે, ઈમરાન ખાન જેલમાં, હવે કોણ સંભાળશે પાકિસ્તાન?
shehbaz sharif, pm, pakistan

Follow us on

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ આજે તેમની ખુરશી ગુમાવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ આજે પીએમ પદ પરથી રાજીનામું આપશે અને રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને નેશનલ એસેમ્બલી ભંગ કરવાની ભલામણ કરશે. હકીકતમાં, આજથી ત્રણ દિવસ એટલે કે 12 ઓગસ્ટે પાકિસ્તાની ( pakistan) સંસદના નીચલા ગૃહનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન કોણ હશે તેના પર સૌની નજર ટકેલી છે.

જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં આ વર્ષના અંતમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. શાહબાઝની આજે વિદાય થશે અને બીજી તરફ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન જેલમાં બંધ છે. ગઈ કાલે ઈસ્લામાબાદમાં આયોજિત વિદાય સત્રમાં પીએમ શાહબાઝે કહ્યું કે, તેઓ રાષ્ટ્રપતિને નેશનલ એસેમ્બલી ભંગ કરવા માટે પત્ર લખશે અને તેમની સલાહ લેશે. જો રાષ્ટ્રપતિ તેનો સ્વીકાર નહીં કરે તો 48 કલાકમાં વિધાનસભા આપોઆપ ભંગ થઈ જશે. આ પછી પાકિસ્તાનમાં વચગાળાની સરકાર બનશે.

પાકિસ્તાનમાં વચગાળાની સરકાર બનશે

વાસ્તવમાં, નેશનલ એસેમ્બલીના વિસર્જન પછી, પાકિસ્તાનમાં કેરટેકર પીએમની ચૂંટણી થશે. પીએમ શાહબાઝ અને વિપક્ષના નેતા રાજા રિયાઝ કેરટેકર વડાપ્રધાન વિશે વાતચીત કરશે. વડા પ્રધાન શાહબાઝ વચગાળાની સરકાર માટે સંસદીય નેતાઓ સાથે વાતચીત કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ શાહબાદ પીએમએલ-એન સુપ્રીમો નવાઝ શરીફ, પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને જેયુઆઈ-એફના સુપ્રીમો ફઝલુર રહેમાનની પણ સલાહ લેશે.

આજનું રાશિફળ તારીખ : 27-11-2024
#majaniwedding લગ્નના બંધનમાં બંધાયા મલ્હાર અને પૂજા, જુઓ ફોટો
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં
Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024

કોણ બનશે રખેવાળ વડા પ્રધાન ?

એવું કહેવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાનમાં કાર્યવાહક વડાપ્રધાન પદની રેસમાં ત્રણ નામ આગળ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિપક્ષી નેતાએ ચર્ચા વિચારણા બાદ ત્રણ નામ ફાઈનલ કર્યા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે વડાપ્રધાન અને વિપક્ષી નેતા આ ત્રણમાંથી કોઈપણ એક નામ પર સહમત થશે. જો કે પીએમ શાહબાઝે આ વાતને નકારી કાઢી છે. તેમણે કહ્યું છે કે હજુ ઉમેદવારોના નામ નક્કી થયા નથી.

બીજી તરફ, જ્યારે પીએમ શાહબાઝને પૂછવામાં આવ્યું કે શું પૂર્વ નાણામંત્રી ડો. અબ્દુલ હફીઝ શેખ પાકિસ્તાનના રખેવાળ વડા પ્રધાન હશે, તો જવાબમાં તેમણે કહ્યું કે કોઈ નામ ફાઈનલ થયું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન શહેબાઝ શરીફે મંગળવારે રાવલપિંડીમાં પાકિસ્તાન આર્મીના હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી. આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે પીએમ શાહબાઝનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

ઈમરાન ખાન જેલમાં બંધ

જણાવી દઈએ કે, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન હાલમાં જેલમાં છે. પાકિસ્તાનના ચૂંટણી પંચે, તોશાખાના કેસમાં થયેલ સજાને ધ્યાને લઈને ઈમરાન ખાનને ચૂંટણી લડવા માટે પાંચ વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા છે. ઈસ્લામાબાદની એક કોર્ટે તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં ઈમરાન ખાનને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે. આ સજા માટે પંજાબ પોલીસે ઈમરાન ખાનને લાહોરના તેના ખાનગી રહેઠાણ જમાન પાર્કમાંથી ધરપકડ કરી હતી.

 

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article