પોલેન્ડમાં “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી શરૂ થઇ, જાણો આ પાછળનું કારણ

|

Jun 02, 2022 | 3:21 PM

સ્વતંત્ર પોલેન્ડની (Poland) સરકારે રાજધાની વોરસોના એક ચોકનું નામ દિગ્વિજય સિંહના નામ પર રાખ્યું. બાદમાં 2012માં વોરસોના એક પાર્કનું નામ મહારાજા સાથે જોડાયું.

પોલેન્ડમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી શરૂ થઇ, જાણો આ પાછળનું કારણ
પોલેન્ડમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી
Image Credit source: twitter

Follow us on

પોલેન્ડમાં (Poland) ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી અન્વયે આઝાદી કા અમૃત મહોત્સવની (Azadi Ka Amrut Mahotsav)ઉજવણી શરૂ થઇ છે. આ મહોત્સવનું ભારતના પોલેન્ડમાં એમ્બેસેડર નગમા મલ્લિક અને મેયર રૉકલો ના હસ્તે ઉદ્ઘઘાટન કરાયું હતું. આ ઉજવણી દરમિયાન #IndiaAt75 Tramનું “ડોબરી મહારાજ” નામકરણ કરવામાં આવ્યું હતું. આ નામકરણ જામનગર અને કોલ્હાપુરના મહારાજાની યાદમાં આપવામાં આવ્યું છે. દેશના આ બંને મહારાજાઓએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલેન્ડના આશરે 6 હજાર જેટલા શરણાર્થીઓને આશરો આપ્યો હતો.

પોલેન્ડમાં મહારાજાને સન્માન

43 વર્ષ બાદ સન 1989માં પોલેન્ડ સોવિયત સંઘથી અલગ થઈ ગયું. સ્વતંત્ર પોલેન્ડની સરકારે રાજધાની વોરસોના એક ચોકનું નામ દિગ્વિજય સિંહના નામ પર રાખ્યું. બાદમાં 2012માં વોરસોના એક પાર્કનું નામ મહારાજા સાથે જોડાયું. વર્ષ 2013માં વોરસોમાં ફરી એક ચોકનું નામ ગુડ મહારાજ સ્ક્વેયર નામ અપાયું હતું. એટલું જ નહીં, મહારાજા દિગ્વિજય સિંહજી જાડેજાને (Maharaja Digvijay Singhji Jadeja) રાજધાનીના લોકપ્રિય બેડનારસ્કા હાઈ સ્કૂલના માનદ સંરક્ષક તરીકેનો દરજ્જો પણ અપાયો. પોલેન્ડે મહારાજાને પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માન કમાંડર્સ ક્રોસ ઓફ દિ ઓર્ડર ઓફ મેરિટ પણ આપ્યું છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

પોલેન્ડ આજે પણ નથી ભૂલ્યુ મહારાજાનું ઋણ

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધો હુંફાળા બન્યા. આ પાછળ એક મોટું કારણ છુપાયેલું છે. રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ભારતીયોને સૌથી વધારે મદદ પોલેન્ડ પાસેથી મળી છે. યુદ્ધની બદતર સ્થિતિ વચ્ચે પોલેન્ડમાં ભારતીયો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ યાદ કરવું રહ્યું કે ક્યારેક ભારતે પોલેન્ડના સેંકડો બાળકોને આશરો આપ્યો હતો, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલેન્ડ રશિયાના હુમલાનો શિકાર બન્યું હતું. ત્યારે પોલેન્ડ દેશે એક એવો અનુભવ કર્યો કે જેને આ પોલેન્ડ દેશ આજે પણ ભુલ્યો નથી.

પોલેન્ડ પાર્ક-સ્કુલોને મહારાજાના નામ આપ્યા 

પશ્ચિમી દેશ પોલેન્ડે ભાવવિભોર થઈ ચોક, પાર્ક, સ્કૂલોને પણ ભારતના મહારાજાનું નામ આપી દીધું. હવે તમને થશે કે તે કયાં મહારાજા છે. તો તેનો જવાબ છે તત્કાલિન જામનગર રજવાડાના મહારાજા દિગ્વિજય સિંહજી જાડેજા. જ્યારે જર્મની અને રશિયાના હુમલામાં પોલેન્ડ નિ:સહાય થઈ ગયું હતું. ત્યારે મહારાજાએ યુદ્ધમાં અનાથ થયેલા પોલેન્ડના લગભગ 1000 બાળકોની, જેને મહારાજા દિગ્વિજય સિંહે ન ફક્ત આશરો આપ્યો, પણ એક પિતા જેવી છત્રછાયા પણ આપી. પોલેન્ડ સરકારે મહારાજા દિગ્વિજય સિંહને મરણોપરાંત પોતાનું સર્વોચ્ચ નાગરિક સન્માન કમાંડર્સ ક્રોસ ઓફ દ ઓર્ડર ઓફ મેરિટથી નવાજ્યા હતા.

Published On - 3:07 pm, Thu, 2 June 22

Next Article