Global Travel Advisory: કેનેડિયન સરકારે બિન જરૂરી યાત્રા માટેની ટ્રાવેલ એડવાયઝરીને હટાવી, દિવાળી પર ભારત-કેનેડા વચ્ચેની સીધી ફ્લાઇટ્સ વધારી

|

Oct 23, 2021 | 9:26 AM

એર કેનેડા પણ દિલ્હીથી મોન્ટ્રીયલની સીધી ફ્લાઈટ ચલાવી રહી છે. ક્યુબેકનું તે શહેર ભારત અને કેનેડાને જોડનારી ડાયરેક્ટ ફ્લાઇટ સાથે ટોરંટો અને વૈંકુઅરથી જોડાય જશે.

Global Travel Advisory: કેનેડિયન સરકારે બિન જરૂરી યાત્રા માટેની ટ્રાવેલ એડવાયઝરીને હટાવી, દિવાળી પર ભારત-કેનેડા વચ્ચેની સીધી ફ્લાઇટ્સ વધારી
Canada removes advisory on non essential travel, know what it means for India

Follow us on

કેનેડા સરકારે (Canada Government) દેશની બહાર તમામ બિન જરૂરી યાત્રા પર પોતાની ગ્લોબલ ટ્રાવેલ એડવાયઝરીને (Global travel advisory) હટાવી દીધી છે. ખરેખર, કોવિડ -19 રોગચાળાને ધ્યાનમાં રાખીને સાવચેતી રૂપે ગયા વર્ષે આ એડવાયઝરી બહાર પાડવામાં આવી હતી. હવે આ એડવાઈઝરીને અપડેટ કરવામાં આવી છે. આ એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે કેનેડિયન સરકારે પણ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે વેક્સીન પાસપોર્ટ રજૂ કરવાની જાહેરાત કરી છે.

જો કે, સરકારે દિલ્હી એરપોર્ટ પર સ્થિત લેબમાંથી પ્રસ્થાનના 18 કલાકની અંદર નકારાત્મક RT-PCR પરીક્ષણ પરિણામો મેળવવાની જરૂરિયાતને સમર્થન આપ્યું છે. આનું કારણ એ છે કે કેનેડાએ હજુ પણ ભારતની સીધી ફ્લાઇટ્સ માટે સખત જરૂરિયાતને જાળવી રાખી છે. ભારત સાથેની સીધી ફ્લાઈટ પરનો પ્રતિબંધ 27 સપ્ટેમ્બરે હટાવી લેવામાં આવ્યો હતો. આ પછી RT-PCR ટેસ્ટ યથાવત રાખવામાં આવ્યો હતો. મુસાફરોએ કેનેડાની સીધી ફ્લાઇટના 18 કલાકની અંદર દિલ્હી એરપોર્ટ લેબમાંથી હજી પણ નેગેટિવ COVID-19 ટેસ્ટ કરાવવો પડશે. તેઓએ પ્રવાસ પહેલા આ ટેસ્ટ બતાવવો પડશે.

એરલાઇન્સે બંને દેશો વચ્ચે કામગીરી વધારી હોવા છતાં આ પગલાં જાળવવામાં આવ્યા છે. એર કેનેડા પણ દિલ્હીથી મોન્ટ્રીયલની સીધી ફ્લાઈટ ચલાવી રહી છે. ક્યુબેકનું તે શહેર ભારત અને કેનેડાને જોડનારી ડાયરેક્ટ ફ્લાઇટ સાથે ટોરંટો અને વૈંકુઅરથી જોડાય જશે. એર કેનેડાએ જણાવ્યું હતું કે, “દિવાળીની ઉજવણી 31 ઓક્ટોબરથી શરૂ થશે, એર કેનેડા મોન્ટ્રીયલમાં રહેતા ભારતીય સમુદાય માટે દર અઠવાડિયે ત્રણ ફ્લાઇટ્સ શરૂ કરશે.” તેણે ટોરોન્ટો અને દિલ્હી વચ્ચેની તેની ફ્લાઇટની આવર્તન પણ દર અઠવાડિયે દસ કરી દીધી છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

ભારતને લઇને જાહેર કરી એડવાયઝરી

કેનેડાથી ભારત સુધીની ટ્રાવેલ એડવાઈઝરી અનુસાર, કેનેડિયનોને દેશભરમાં આતંકવાદી હુમલાના ખતરાથી ઉચ્ચ સ્તરની સાવધાની રાખવા માટે કહેવામાં આવ્યું છે. ખાસ કરીને, આ એડવાઈઝરી અણધારી સુરક્ષા પરિસ્થિતિને કારણે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની તમામ મુસાફરી સામે ચેતવણી આપે છે. આતંકવાદ, ઉગ્રવાદ, નાગરિક અશાંતિ અને અપહરણનો ખતરો છે. આ ચેતવણીમાં લદ્દાખનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો –

Pfizer vaccine : બાળકોમાં ફાઇઝર વેક્સિન પ્રભાવી, અમેરિકામાં 5થી 11 વર્ષના બાળકમાં જલ્દી શરૂ થઇ શકે છે વેક્સિનેશન

આ પણ વાંચો –

GOA: PM મોદી આજે આત્મનિર્ભર ભારત સ્વયંપૂર્ણ ગોવાના કાર્યક્રમના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે, મુખ્યમંત્રી પ્રમોદ સાવંત પણ હાજર રહેશે

આ પણ વાંચો –

શું Shahrukh Khanનો ડર સાચો પડી રહ્યો છે ! તેણે ક્હયુ હતુ ‘મારી પોપ્યુલારિટી જ મારા બાળકો માટે બનશે મુસિબત’

Next Article