Breaking News: ઈન્ટરનેટ જગતમાં આ સમાચારે મચાવ્યો ખળભળાટ, એક જ ઝટકે WhatsAppથી UPI સુધી બધું જ બંધ થઈ જશે ?

દુનિયા જેને માત્ર મોબાઈલ ડેટા સમજે છે તેની પાછળ સમુદ્ર નીચે હજારો કિલોમીટર લાંબો કેબલ્સનો જાળ ફેલાયેલો છે. હવે ઈરાન આ કેબલ્સ પર પોતાનું નિયંત્રણ વધારવા જઈ રહ્યું છે. જો ઈરાન આ ડિજિટલ હથિયારનો ઉપયોગ કરશે તો ભારત સહિત એશિયાના અનેક દેશોમાં ઓનલાઈન બેંકિંગ અને સોશિયલ મીડિયા સેવાઓ ખોરવાઈ શકે છે. જાણો શું છે ઈરાનનો આ ખતરનાક ઈરાદો.

Breaking News: ઈન્ટરનેટ જગતમાં આ સમાચારે મચાવ્યો ખળભળાટ, એક જ ઝટકે WhatsAppથી UPI સુધી બધું જ બંધ થઈ જશે ?
Image Credit source: AI
| Updated on: May 13, 2026 | 7:05 PM

શું દુનિયાના ઈન્ટરનેટનું નિયંત્રણ હવે ઈરાનના હાથમાં જઈ શકે છે? છેલ્લા કેટલાક દિવસોથી મધ્ય પૂર્વના દેશોમાંથી આવતા અહેવાલોએ ટેક જગતમાં ભારે ફાળ પાડી છે. અહેવાલો મુજબ, ઈરાન હવે સમુદ્ર નીચે બિછાવેલી તે ઈન્ટરનેટ કેબલ્સ પર પોતાનું વર્ચસ્વ વધારવાની તૈયારી કરી રહ્યું છે, જેનાથી દુનિયાનો એક મોટો હિસ્સો જોડાયેલો છે. આ મામલો માત્ર ઈન્ટરનેટ સ્પીડનો નથી, પરંતુ વૈશ્વિક ડેટા, ઓનલાઈન બેંકિંગ અને ક્લાઉડ સર્વિસ જેવી અબજો ડોલરની ડિજિટલ ઈકોનોમીનો છે.

ડિજિટલ ટોલ બૂથ જેવો નવો મોડેલ

આ આખી ઘટના પર્શિયન ગલ્ફ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સાથે જોડાયેલી છે. આ તે સમુદ્રી રસ્તો છે જ્યાંથી તેલના મોટા જહાજો પસાર થાય છે, પરંતુ તેની નીચેથી એશિયા, યુરોપ અને મધ્ય પૂર્વને જોડતી મહત્વની ઈન્ટરનેટ કેબલ્સ પણ પસાર થાય છે. અહેવાલો અનુસાર, ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) સાથે જોડાયેલા નેટવર્કનું માનવું છે કે આ કેબલ્સ દ્વારા કમાણી કરી શકાય છે. જે રીતે જહાજો પાસેથી ટોલ વસૂલવામાં આવે છે, તેવી જ રીતે હવે વિદેશી ટેક કંપનીઓ પાસેથી ડિજિટલ ટ્રાફિક પસાર કરવા માટે ફી લેવામાં આવી શકે છે. આ કેબલ્સ દ્વારા દરરોજ બેંકિંગ ટ્રાન્ઝેક્શન, સોશિયલ મીડિયા ટ્રાફિક અને AI સર્વિસ જેવો ભારે ડેટા પસાર થાય છે.

સમુદ્ર નીચેથી મુસાફરી કરતો ડેટા અને જોખમ

દુનિયાનું લગભગ 95 થી 99 ટકા ઈન્ટરનેટ ટ્રાફિક સમુદ્ર નીચે રહેલી ફાઈબર કેબલ્સ દ્વારા ચાલે છે. જો આ કેબલ્સમાં કોઈ ખામી સર્જાય અથવા ઈરાદાપૂર્વક નુકસાન પહોંચાડવામાં આવે, તો અનેક દેશોમાં બેંકિંગ અને ક્લાઉડ સેવાઓ ઠપ થઈ શકે છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ હવે માત્ર તેલનો જ નહીં પરંતુ ડિજિટલ દુનિયાનો પણ મોટો ગઢ બની ગયો છે.

શું ટેક કંપનીઓ પર દબાણ વધશે?

ઈરાન ભવિષ્યમાં વિદેશી ટેક કંપનીઓને પોતાના નિયમો માનવા મજબૂર કરી શકે છે. કેબલ્સના રિપેરિંગ અને મેન્ટેનન્સનું કામ પણ ઈરાન પોતાના હાથમાં લેવા માંગે છે. ટેક નિષ્ણાતોને ડર છે કે જો આ કેબલ્સ પર તણાવ વધશે, તો ભારત સહિત અનેક એશિયન દેશોની કનેક્ટિવિટી જોખમાશે. વિડિયો કોલથી લઈને UPI પેમેન્ટ અને AI સર્વર સુધી તેની ગંભીર અસર અનુભવાઈ શકે છે. હવે ચિંતા એ વાતની છે કે જો ઈન્ટરનેટ પણ તેલની જેમ જિઓપોલિટિકલ હથિયાર બની જશે, તો ડિજિટલ દુનિયાના સમીકરણો બદલાઈ જશે.

શું તમારી આવક ટેક્સ ફ્રી છે? તો પણ ITR ફાઇલ કરવું છે અત્યંત જરૂરી ! જાણો ‘નિલ’ રિટર્ન ભરવાના એ 8 ચમત્કારિક ફાયદા

Follow Us
Loading...
Unable to load recommendations.