બ્રિટનમાં બીબીસીના લાઇવ રેડિયો કાર્યક્રમમાં કોલરે પીએમ મોદીના માતાને કહ્યાં અપશબ્દો, લોકોમાં આક્રોશ

|

Mar 03, 2021 | 6:39 PM

બ્રિટનમાં  BBC  એશિયન નેટવર્કના 'બિગ ડિબેટ' રેડિયો શો દરમિયાન એક વક્તાએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માતા માટે અયોગ્ય શબ્દો કહ્યા હતા. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચકચાર મચી ગઈ છે.

બ્રિટનમાં  BBC  એશિયન નેટવર્કના ‘બિગ ડિબેટ’ રેડિયો શો દરમિયાન એક વક્તાએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માતા માટે અયોગ્ય શબ્દો કહ્યા હતા. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચકચાર મચી ગઈ છે. તેમજ લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે.  બ્રિટનમાં વસતા શીખો અને ભારતના લોકો સામે વંશીય ભેદભાવ અંગેની ચર્ચામા આખી ચર્ચા ભારતમાં ખેડુતોના પ્રદર્શન તરફ વળી ગઇ હતી.

શો દરમિયાન એક કોલરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માતા હિરાબા વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલ્યો હતો. આ ઘટનાનો વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો ટિપ્પણી કરી રહ્યા છે અને તીવ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. અનેક લોકોએ બીબીસી રેડિયો શોની આકરી ટીકા કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે BBC એ આ વાંધાજનક ટિપ્પણીને પ્રસારિત કરવાની મંજૂરી આપવી જોઇતી ન હતી.

Next Video