પાકિસ્તાનની રાજધાનીમાં બુરખો પહેરેલી મહિલાઓ પણ સુરક્ષિત નથી, જાહેર માર્ગ પર એક વ્યક્તિએ મહિલાને પાછળથી પકડીને કરી છેડતી, જુઓ વીડિયો

|

Jul 20, 2022 | 8:09 AM

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં રસ્તા વચ્ચે એક મહિલા સાથે થયેલ અભદ્ર વ્યવહારને લઈને હોબાળો મચ્યો છે. આ મહિલાને પાછળથી એક વ્યક્તિએ પકડી લીધી હતી. મહિલાએ બુમાબુમ કરતા જ આરોપી ભાગી ગયો હતો.

પાકિસ્તાનની રાજધાનીમાં બુરખો પહેરેલી મહિલાઓ પણ સુરક્ષિત નથી, જાહેર માર્ગ પર એક વ્યક્તિએ મહિલાને પાછળથી પકડીને કરી છેડતી, જુઓ વીડિયો
burqa clad women Islamabad
Image Credit source: Social Media

Follow us on

પાકિસ્તાનની (Pakistan) રાજધાની ઈસ્લામાબાદમાં (Islamabad) બુરખો પહેરેલી મહિલાઓ પણ સુરક્ષિત નથી. થોડા દિવસો પહેલા ઈસ્લામાબાદમાં નિર્જન રસ્તા પર જઈ રહેલી એક મહિલાને પાછળથી એક વ્યક્તિએ પકડી લીધી હતી. આ ઘટનાથી ડઘાઈ ગયેલ મહિલાએ બુમાબુમ કરતા જ આરોપી ભાગી ગયો હતો. હવે આ ઘટનાનો વીડિયો વાયરલ (video viral) થઈ રહ્યો છે. જે બાદ સમગ્ર પાકિસ્તાનમાં મહિલાઓની સુરક્ષાનો (women’s safety) મુદ્દો જોર પકડી રહ્યો છે. કોઈપણ દેશની રાજધાની સૌથી સુરક્ષિત જગ્યા ગણાય છે. ત્યાં આવી ઘટના બનતા કાયદો અને વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ સર્જાય છે. હ્યુમન રાઈટ્સ વોચએ દાવો કર્યો છે કે પાકિસ્તાનમાં દર વર્ષે મહિલાઓ અને બાળકો વિરુદ્ધ અપરાધની ઘટનાઓ વધી રહી છે.

રસ્તામાં મહિલા સાથે અભદ્ર વર્તનને લઈને પાકિસ્તાનમાં હોબાળો

જિયો ટીવી અનુસાર, આ ઘટના ત્યારે બની હતી જ્યારે એક મહિલા ઈસ્લામાબાદમાં રસ્તા પર ચાલી રહી હતી. ત્યારે અંધારામાંથી એક અજાણ્યો શખ્સ આવ્યો અને મહિલાને પાછળથી પકડી લીધી હતી. આ કૃત્ય પછી, મહિલા તરત જ ચીસો પાડવા લાગી અને પોતાને તેનાથી છોડાવવા પ્રયાસ કર્યો હતો. જે બાદ તે વ્યક્તિ સ્થળ પરથી ભાગી ગયો હતો. આ વીડિયો પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે શેર કર્યો છે. તેણે લખ્યું છે કે આ ઘટના બધા માણસો માટે ગુનેગારને શોધવા, તેને સજા આપવા અને તેને અન્ય લોકો માટે પાઠ ભણાવવાનો પડકાર છે.

આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય

ઈસ્લામાબાદ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે

ઈસ્લામાબાદ પોલીસે આવા જ એક ટ્વીટના જવાબમાં કહ્યું કે પોલીસ અધિકારીઓ આ મામલે કામ કરી રહ્યા છે અને સંબંધિત SHO સંપર્કમાં છે. મે 2022માં, પાકિસ્તાનના આઝાદ ચોક મેટ્રો સ્ટેશનની બહાર એક મહિલાની છેડતીનો વીડિયો વાયરલ થયો હતો. પીડિત મહિલા તુર્કીની રહેવાસી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે, અન્ય સમાન વિડિયો સામે આવ્યો હતો જેમાં પાકિસ્તાનમાં એક ટિકટોક સ્ટારે આરોપ મૂક્યો હતો કે 14 ઓગસ્ટે દેશના સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન સેંકડો લોકોએ માર માર્યો હતો. કપડાં ફાડી નાખ્યા હતા અને હવામાં ફેંકી દેવામાં હતા.

70% મહિલાઓ કામકાજના સ્થળે ઉત્પીડનનો ભોગ બને છે

અહેવાલો અનુસાર, પાકિસ્તાનમાં 70 ટકાથી વધુ મહિલાઓ કામના સ્થળે ઉત્પીડનનો ભોગ બને છે. મહિલાઓના અધિકારો માટે કામ કરતી એનજીઓ વ્હાઇટ રિબન પાકિસ્તાનના ડેટા અનુસાર, 2004 થી 2016 વચ્ચે 4,734 મહિલાઓએ જાતીય હિંસાનો સામનો કરવો પડ્યો હતો. તાજેતરમાં, પાકિસ્તાન સરકારે “કામના સ્થળે હેરેસમેન્ટ સામે રક્ષણ (સુધારા બિલ), 2022” પસાર કર્યું છે. આમાં, 2010 કાયદાની નબળી જોગવાઈઓ દૂર કરવામાં આવી છે.

Next Article