બર્ગર કિંગે મહિલા દિવસ પર કરેલા વિવાદિત ટ્વિટ માટે માંગી માફી, જાણો શું હતી પોસ્ટ અને શું કહ્યું જવાબમાં

|

Mar 09, 2021 | 2:15 PM

બર્ગર કિંગે મહિલા દિવસ પર એક ટ્વિટ કરી હતી. ત્યાર બાદ વિશ્વભરમાં તેમના આ કથન પર વિવાદ સર્જાયો હતો. અનેક ઘણો વિરોધ થવાના કારણે બર્ગર કિંગે પોસ્ટ ડિલીટ કરી હતી.

બર્ગર કિંગે મહિલા દિવસ પર કરેલા વિવાદિત ટ્વિટ માટે માંગી માફી, જાણો શું હતી પોસ્ટ અને શું કહ્યું જવાબમાં
Burger King

Follow us on

તાજેતરમાં જ મહિલા દિન પર બર્ગર કિંગના (Burger King) એક ટ્વિટથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો હતો. લોકોએ આ અંગે કંપનીને ટ્રોલ કરી હતી. બાદમાં બર્ગર કિંગે (Burger King) ટ્વિટ કરીને તેના માટે માફી માંગી હતી અને વિવાદિત ટ્વિટને ડિલીટ પણ કરી હતી.

બર્ગર કિંગે ટ્વીટ કર્યું હતું કે, “અમે તમને સાંભળ્યા. અમને અમારું આગળનું ટ્વીટ ખોટું લાગ્યું, અને અમે દિલગીર છીએ. અમારો ઉદ્દેશ એ હકીકત તરફ ધ્યાન આકર્ષિત કરવાનો હતો કે યુકેના રસોડામાં વ્યાવસાયિક રસોઇયા સ્ત્રીઓ માત્ર 20 ટકા છે. અમે આવી ભૂલ આગળ નહીં કરીએ.” તેમણે કહ્યું, ‘અમે માફી માંગ્યા પછી મૂળ ટ્વીટ કા ડિલીટ કરવાનું નક્કી કર્યું છે. અમારા ધ્યાનમાં લાવવામાં આવ્યું હતું કે થ્રેડમાં અપમાનજનક ટિપ્પણીઓ હતી અને અમે એવું નથી ઈચ્છતા.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

 

 

તમને જણાવી દઈએ કે મહિલા દિવસે બર્ગર કિંગે એક ટ્વીટ કર્યું હતું જેમાં તેણે કહ્યું હતું કે ‘મહિલાઓની જગ્યા રસોડામાં’. આ બાદ લોકોએ ટ્વિટર પર આખા વિશ્વમાં ફૂડ ચેન ચલાવનારી આ કંપનીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

 

વિવાદિત ટ્વિટ

 

જો કે કંપનીએ તેના પોતાના ટ્વિટના જવાબમાં લખ્યું, “અમારા રસોડામાં માત્ર 20 ટકા શેફ મહિલાઓ છે.” જો તે અમારી સાથે જોડાવા માંગે છે, તો સ્વાગત છે. અમે આ ક્ષેત્રમાં મહિલાઓની સંખ્યામાં વધારો કરીને લિંગ રેશિયો બદલવા માંગીએ છીએ. અમે આ માટે અભિયાન ચલાવી રહ્યા છીએ.

Next Article