બ્રિટિશ સાંસદની છરીના ઘા મારી કરાઈ હત્યા, ચર્ચમાં થયો હુમલો, જાણો સમગ્ર વિગતો

|

Oct 15, 2021 | 9:12 PM

વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ સર ડેવિડ એમ્સની શુક્રવારે બ્રિટનમાં હત્યા કરવામાં આવી હતી. ચર્ચમાં છરી વડે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.

બ્રિટિશ સાંસદની છરીના ઘા મારી કરાઈ હત્યા, ચર્ચમાં થયો હુમલો, જાણો સમગ્ર વિગતો
British MP stabbed to death

Follow us on

UK MP Stabbed Multiple Times: વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ સર ડેવિડ એમ્સની શુક્રવારે બ્રિટનમાં હત્યા કરવામાં આવી હતી. ચર્ચમાં છરી વડે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, આ કેસમાં 25 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. હુમલા બાદ તરત જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે, તેમને બપોરે 12:05 વાગ્યે માહિતી મળી હતી કે લી-ઓન-સીમાં છરી વડે હુમલો થયો છે. ત્યારબાદ સ્થળ પરથી છરી પણ મળી આવી હતી.

પોલીસે કહ્યું, “અમે હવે આ કેસમાં બીજા કોઈની શોધ કરી રહ્યા નથી અને અમારું માનવું છે કે જનતા માટે કોઈ જોખમ નથી.” દરમિયાન, સ્કાય ન્યૂઝે કહ્યું કે, કન્ઝર્વેટિવ સાંસદ ડેવિડ એમ્સ પર ડાઉનટાઉન લી-ઓન-સીમાં બેલ્ફેર મેથોડિસ્ટ ચર્ચમાં બેઠક સમયે હુમલો થયો હતો. (Attack on British MP). જો કે, હુમલા બાદની સ્થિતિ વિશે કોઈ માહિતી બહાર આવી નથી. હવે મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સારવાર દરમિયાન તેમનું મોત થયું છે.

સાઉથએન્ડ વેસ્ટ સાંસદ એમ્સ 69 વર્ષના છે. ઘટનાની જાણ થતાં જ એર એમ્બ્યુલન્સ રવાના કરવામાં આવી હતી (Stabbing Incident in UK). ઘટના સમયે સાઉથએન્ડ કાઉન્સેલર જોન લેમ્બ પણ હાજર હતા. તેમણે કહ્યું કે, સર ડેવિડ એમ્સ એક ફેમિલી મેન છે. તેમને ચાર દીકરીઓ અને એક દીકરો છે. તે હંમેશા લોકોને મદદ કરવા તત્પર રહે છે. તેમણે કહ્યું કે, સાંસદને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ન હતા, પહેલા તેમને સ્થળ પર હાજર બે એમ્બ્યુલન્સમાં સારવાર આપવામાં આવી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કોરોના વેક્સિનના બંને ડોઝ લગાવનારા લોકો માટે અમેરિકાના દરવાજા ખુલ્યા

3 દિવસ પહેલા અમેરિકી મીડિયામાં સમાચાર આવ્યા હતા કે વિદેશી પર્યટક જેમને યૂએસ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન અથવા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) તરફથી માન્યતા પ્રાપ્ત વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે, તેમને નવેમ્બરથી અમેરિકા આવવાની પરવાનગી છે. સેન્ટર્સ ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના હવાલાથી મીડિયામાં સમાચાર આપવામાં આવ્યા હતા.

કોરોના વાઈરસ મહામારી શરૂ થયા બાદ વર્ષ 2020માં અમેરિકાએ પોતાની બોર્ડર તમામ પર્યટકો માટે બંધ કરી હતી. તે સમયે અમેરિકા તરફથી યૂરોપ, ભારત, બ્રાઝિલ અને ચીનથી આવનારા લોકો માટે એન્ટ્રી બંધ કરવામાં આવી હતી. અમેરિકાએ હવે લગભગ 19 મહિના બાદ પોતાની નીતિને બદલી છે.

આ પણ વાંચો: Afghanistan : એરપોર્ટ-યુનિવર્સિટી બાદ તાલિબાનોએ કાબુલના પ્રખ્યાત ‘બુશ બજાર’નું નામ બદલ્યું, અમેરિકા સાથે છે કનેક્શન, હવે લોકો કહેશે’ મુજાહિદ્દીન

Next Article