ભારતીય પાઈલટ, ક્રિકેટર અને ગોલ્ફર હરદિત સિંહની બ્રિટનમાં લાગશે પ્રતિમા, જાણો તેમના વિશે

|

Mar 08, 2021 | 5:24 PM

ભારતીય પાઈલટ, ક્રિકેટર અને ગોલ્ફર હરદિત સિંહ મલિકની યાદમાં બ્રિટન પ્રતિમા સ્થાપિત કરવાની તૈયારી કરી રહ્યું છે. ઈંગ્લેન્ડના સાઉથમ્પટનમાં વિશ્વ યુદ્ધમાં લડનારા તમામ ભારતીયોના નામના સ્મારકમાં મલિકની પ્રતિમા બનાવવામાં આવશે.

ભારતીય પાઈલટ, ક્રિકેટર અને ગોલ્ફર હરદિત સિંહની બ્રિટનમાં લાગશે પ્રતિમા, જાણો તેમના વિશે
Sikh Regiment (file image)

Follow us on

ભારતીય પાઈલટ, ક્રિકેટર અને ગોલ્ફર હરદિત સિંહ મલિકની યાદમાં બ્રિટન પ્રતિમા સ્થાપિત કરવાની તૈયારી કરી રહ્યું છે. ઈંગ્લેન્ડના સાઉથમ્પટનમાં વિશ્વ યુદ્ધમાં લડનારા તમામ ભારતીયોના નામના સ્મારકમાં મલિકની પ્રતિમા બનાવવામાં આવશે. હરદિત સિંહ મલિક પહેલીવાર 1908માં બ્રિટનમાં પહોંચ્યા હતા, ત્યારે તેઓ માત્ર 14 વર્ષના હતા. બાદમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીની બૈલિયાલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. તે બાદ તેઓ પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન રોયલ ફ્લાઈંગ કોર્પ્સનો ભાગ રહ્યા. તેઓ ભારતીય અને બ્રિટીશ આર્મીમાં પહેલા પાઘડીધારી પાયલોટ હતા. ત્યારે તેમના માટે ખાસ હેલ્મેટ પણ તૈયાર કરાયું હતું. એટલું જ નહીં હરદિત સિંહ મલિક બ્રિટીશ આર્મીમાં ‘ફ્લાઈંગ શીખ’ તરીકે જાણીતા હતા.

 

શીખ સમુદાયના ફાળોનું પ્રતીક

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સ્મારક માટેની ઝુંબેશની પાછળ ‘વન કમ્યુનિટી હેમ્પશાયર એન્ડ ડોરસેટ (ઓસીએચડી) છે, જેને ગત વર્ષે સાઉથમ્પટન સિટી કાઉન્સિલ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ઓસીએચડીએ જણાવ્યું હતું કે, “પ્રથમ વિશ્વ યુદ્ધના હીરો હરદિત સિંહ મલિકની પ્રતિમા બ્રિટીશ સશસ્ત્ર દળોમાં પ્રથમ અને બીજા વિશ્વ યુદ્ધોમાં સંપૂર્ણ શીખ સમુદાયના ફાળોનું પ્રતીક હશે.”

 

મલિક સસેક્સ માટે ક્રિકેટ પણ રમતા અને ભારતીય સિવિલ સર્વિસમાં લાંબી અને વિશિષ્ટ કારકિર્દી બાદ ફ્રાન્સમાં ભારતીય રાજદૂત પણ રહ્યા. જો કે તે તેને 1917–19 દરમિયાન ફાઈટર એરક્રાફ્ટના પાઈલટ વધુ ઓળખવામાં આવે છે. આ સ્મારક બ્રિટિશ શિલ્પકાર લ્યુક પેરી દ્વારા ડિઝાઈન કરવામાં આવશે, જે ‘લાયન્સ ઓફ ધ ગ્રેટ વોર’ જેવા અન્ય સ્મારકો સાથે પણ સંકળાયેલા રહ્યા છે.

 

બ્રિટીશ કારીગર લ્યુ પેરી દ્વારા ડિઝાઈન કરવામાં આવશે

બ્રિટિશ શીખ એસોસિએશનના અધ્યક્ષ લોર્ડ રામી રેન્જરએ કહ્યું, ‘જે રીતે સ્મારકની રચના કરવામાં આવી છે. તે શાનદાર છે. હરદિત સિંહ મલિકને આ ડિઝાઈનમાં તેજસ્વી રીતે દર્શાવવામાં આવ્યા છે. મારા માટે ખૂબ જ આનંદની વાત છે કે ડિઝાઈનને મંજૂરી કોમ્યુનીટી તરફથી આપવામાં આવી છે.’ આ સ્મારક બ્રિટીશ કારીગર લ્યુ પેરી દ્વારા ડિઝાઈન કરવામાં આવશે, જેણે પહેલાથી જ ઘણા ભવ્ય સ્મારકો બનાવ્યા છે. પેરીએ કહ્યું, ‘આવા સ્મારકો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સમાનતા માટેની લડતનો ભાગ છે. આવી કલાત્મકતાને લાંબા સમય સુધી ઓળખાણ મળે છે. ‘

 

આ પણ વાંચો: Batla House Encounter: દિલ્હી કોર્ટે આતંકી આરીઝ ખાનને દોષી ઠેરવ્યો, 15 માર્ચે થશે સજાનું એલાન

Next Article