બ્રિટનના પીએમ Boris Johnson એ ચૂપચાપ કરી લીધા મંગેતર સાથે લગ્ન, તેમનાથી 23 વર્ષ છે નાની

|

May 30, 2021 | 10:14 AM

બ્રિટીશ વડા પ્રધાન Boris Johnson એ  મંગેતર કેરી સાયમન્ડ્સ સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યાં છે. કેરી સાયમન્ડ્સ(Carrie Symonds)  બોરિસ જોનસનથી 23 વર્ષ નાના છે. આ પૂર્વે અહેવાલ હતો કે તેવો 30 જુલાઈ 2022 ના રોજ લગ્ન કરશે. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓએ એક ગુપ્ત સમારોહમાં લગ્ન કર્યા છે.

બ્રિટનના પીએમ Boris Johnson એ  ચૂપચાપ કરી લીધા મંગેતર સાથે લગ્ન, તેમનાથી 23 વર્ષ છે નાની
બ્રિટનના પીએમ Boris Johnson એ ચૂપચાપ કરી લીધા મંગેતર સાથે લગ્ન

Follow us on

બ્રિટીનના  વડા પ્રધાન Boris Johnson એ  મંગેતર કેરી સાયમન્ડ્સ સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યાં છે. કેરી સાયમન્ડ્સ(Carrie Symonds)  બોરિસ જોનસનથી 23 વર્ષ નાના છે. આ પૂર્વે અહેવાલ હતો કે તેવો 30 જુલાઈ 2022 ના રોજ લગ્ન કરશે. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓએ એક ગુપ્ત સમારોહમાં લગ્ન કર્યા છે.બ્રિટીશ વડા પ્રધાન Boris Johnsonની ઉંમર 56 વર્ષની છે.

Boris Johnson અને કેરી સાયમન્ડ્સ(Carrie Symonds) ની સગાઇ વર્ષ 2019 માં થઈ હતી. પરંતુ કોરોના વાયરસના ચેપને કારણે 2020 માં લગ્ન કરી શક્યા ન હતા અને આ વર્ષે પણ કોરોના વાયરસને કારણે ઇંગ્લેન્ડમાં ઘણા મહિનાથી લોકડાઉન છે. જેના કારણે બંનેના લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા હતા.

ત્યારે અહેવાલ આવ્યો કે બંને આવતા વર્ષે 30 જુલાઈએ લગ્ન કરશે. હવે એ વાત બહાર આવી છે કે Boris Johnson એ  અને કેરી સાયમન્ડ્સે(Carrie Symonds) ગુપ્ત સમારોહમાં લગ્ન કર્યા છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ગયા વર્ષે ફેબ્રુઆરી 2020 માં કેરી સાઇમન્ડ્સએ ખુલાસો કર્યો હતો કે બંનેએ સગાઈ કરી લીધી હતી અને ટૂંક સમયમાં જ લગ્ન કરવાના હતા.

બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જોનસન અને તેમની ગર્લફ્રેન્ડ કેરી સાયમન્ડ્સ વચ્ચે ઉંમરમાં 23 વર્ષનું અંતર છે. બોરિસ જોનસન વડા પ્રધાન બન્યા બાદ 2019 થી ડાઉનિંગ સ્ટ્રીટમાં સાથે રહેતા હતા. ગયા વર્ષે બંને એક પુત્ર પણ થયો હતો તેનું નામ વિલ્ફ્રેડ લૌરી નિકોલસ જોનસન છે.

જોનસન અગાઉ પણ બે વાર લગ્ન કરી ચૂકયા છે પરંતુ તે બંને પત્નીથી છૂટાછેડા લઈ ચૂકયા છે. બ્રિટનના વડા પ્રધાને 2019 માં લગ્ન માટે કેરી સાયમન્ડ્સને પ્રપોઝ કરી હતી. તેમણે મુસટીકમાં રજા માણી રહ્યા હતા ત્યારે તેમણે કેરીને પ્રપોઝ કરી હતી. તેમજ થોડા દિવસો પછી બોરિસ જોનસનની પાર્ટીએ ઇંગ્લેંડમાં ચૂંટણી જીતી અને પછી બોરિસ જોનસન બ્રિટનના વડા પ્રધાન બન્યા.

Published On - 9:50 am, Sun, 30 May 21

Next Article