AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : લાહોર ભારતનો ભાગ હતો તો પછી પાકિસ્તાનને કેમ આપવામાં આવ્યું? જાણો

ભારત અને પાકિસ્તાન વચ્ચે વિભાજન રેખા દોરવા કરતાં વધુ, ચર્ચા એ વાત પર થતી હતી કે લાહોર, જેમાં મુખ્યત્વે હિન્દુ વસ્તી છે, તે પાકિસ્તાનમાં જશે કે ભારતમાં.લાહોર પાકિસ્તાનને કેમ આપવામાં આવ્યું? જાણો

Breaking News : લાહોર ભારતનો ભાગ હતો તો પછી પાકિસ્તાનને કેમ આપવામાં આવ્યું? જાણો
| Updated on: May 19, 2026 | 1:50 PM
Share

છેલ્લા કેટલાક દાયકાઓમાં, લાહોરમાં અનેક ઐતિહાસિક શેરીઓ અને વિસ્તારોના નામ બદલવામાં આવ્યા છે. બ્રિટિશ યુગ અને હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાયેલા નામો દૂર કરવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ ઇસ્લામિક અથવા સ્થાનિક નેતાઓના નામ મૂકવામાં આવ્યા છે. આ પહેલનું નેતૃત્વ ભૂતપૂર્વ પાકિસ્તાની વડા પ્રધાન નવાઝ શરીફ કરી રહ્યા છે. તેઓ “લાહોર હેરિટેજ એરિયા રિવાઇવલ પ્રોજેક્ટ”નું પણ નેતૃત્વ કરે છે.લાહોર પાકિસ્તાનને કેમ આપવામાં આવ્યું? જાણો

ભાગલાને અમલમાં મૂકવું સરળ નહોતું

દેશ ભલે 15 ઓગસ્ટ 1947ના દિવસે આઝાદ થયો પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચેના ભાગલાની તૈયારીઓ તે પહેલાં જ શરૂ થઈ ગઈ હતી. 3 ઓગસ્ટ 1947 ના રોજ, લોર્ડ માઉન્ટબેટને સ્વતંત્રતા માટેની પોતાની યોજના રજૂ કરી, જેમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સ્વતંત્રતા પછી ભારત બે ભાગમાં વહેંચાઈ જશે. જવાહરલાલ નેહરુ અને મોહમ્મદ અલી ઝીણાએ પણ લોર્ડ માઉન્ટબેટનની યોજના સ્વીકારી હતી, પરંતુ ભાગલાને અમલમાં મૂકવું સરળ નહોતું. ભારતની વસ્તીને ધ્યાનમાં રાખીને, હિન્દુસ્તાનનો કયો ભાગ ભારતમાં રહેવો જોઈએ અને કયો પાકિસ્તાનને આપવો જોઈએ તે નક્કી કરવું મુશ્કેલ હતું.

અનેક વિચારો કર્યા બાદ નક્કી થયું કે, ભાગલા ધર્મના આધાર પર નક્કી થશે. પરંતુ એ પણ સરળ ન હતુ કારણ કે, કેટલાક વિસ્તાર એવા હતા. જ્યાં હિન્દુ-મુસ્લિમની આઝાદી બરાબરી પર હતી. બ્રિટિશ સરકારે આની જવાબદારી સિરિલ રેડક્લિફને આપી હતી. રસપ્રદ વાતે એ હતી કે,સિરિલ રેડક્લિફ પહેલા ન તો ક્યારે ભારત આવ્યો હતો. કે તે ભારતની વૈવિધ્યસભર વસ્તીથી વાકેફ હતા.

સિરિલ રેડક્લિફ કોણ હતા?

બ્રિટિશ સરકાર માનતી હતી કે રેડક્લિફ, જે ક્યારેય ભારત આવ્યા ન હતા, તે ભારત-પાકિસ્તાનના વાટાઘાટો માટે યોગ્ય વ્યક્તિ હશે. આ કાર્ય માટે લોર્ડ માઉન્ટબેટને તેમની પસંદગી કરી હતી. રેડક્લિફ વ્યવસાયે વકીલ હતા.

લાહોર પાકિસ્તાનને કેમ આપવામાં આવ્યું?

હિન્દુ મુસ્લિમની વસ્તી કરતા પર એ વાતની વધારે ચર્ચા થઈ હતી કે,રેડક્લિફ હિન્દુ વસ્તી વાળા લાહોર પાકિસ્તાનને આપશે કે નહી. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, ભાગલાની તૈયારી દરમિયાન લાહૌરને ભારતનો ભાગ મળી ચૂક્યો હતો પરંતુ તૈયારીને અંતિમ રુપ આપતી વખતે જોવામાં આવ્યું કે, પાકિસ્તાનના ભાગમાં કોઈ મોટું શહેર નથી. આ માટે લાહૌર પાકિસ્તાનમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ સ્વતંત્રતા સુધી લાહોર ભારતનો ભાગ રહ્યું, જ્યારે તેને બાદમાં સત્તાવાર રીતે પાકિસ્તાનનો ભાગ જાહેર કરવામાં આવ્યું.

સરહદ નક્કી થયા પછી, સ્થળાંતર શરૂ થયું. લાખો લોકો ભારતથી પાકિસ્તાન અને પાકિસ્તાનથી ભારતમાં સ્થળાંતરિત થયા. ભાગલા પછી, રેડક્લિફ બ્રિટન પાછો ફર્યો અને ક્યારેય ભારત પાછો ફર્યો નહીં.

Breaking News : પાકિસ્તાનના આ રસ્તાઓ હવે કૃષ્ણનગર, સંતનગર, લક્ષ્મી ચોક, ધર્મપુરાથી ઓળખાશે, જાણો કારણ અહી ક્લિક કરો

Follow Us
મહિલા સભ્યોના પતિઓનું સશક્તિકરણ આવ્યું સામે , જુઓ Video
મહિલા સભ્યોના પતિઓનું સશક્તિકરણ આવ્યું સામે , જુઓ Video
જંગલેશ્વર ડિમોલેશનમાં નાસ્તા અને જમવાનું બિલ 27 લાખ થયું
જંગલેશ્વર ડિમોલેશનમાં નાસ્તા અને જમવાનું બિલ 27 લાખ થયું
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
g clip-path="url(#clip0_868_265)">