Breaking News : અમેરિકાએ રશિયન ઓઇલ ખરીદતા દેશો પરનો 100% ટેક્સ હટાવ્યો! ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતને મળશે રાહત?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા સાથે જોડાયેલા અનેક પ્રતિબંધો અને ટેરિફમાં છૂટ આપી છે. રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર 100 ટકા સુધીનો ટેક્સ લગાવવાની જોગવાઈ હતી. ભારત સહિત અનેક દેશોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

Breaking News : અમેરિકાએ રશિયન ઓઇલ ખરીદતા દેશો પરનો 100% ટેક્સ હટાવ્યો! ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતને મળશે રાહત?
Donald Trump US Tariffs
Image Credit source: PTI
| Updated on: Oct 17, 2026 | 9:09 AM

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા સાથે જોડાયેલા અનેક પ્રતિબંધો, પાબંદીઓ અને ટેરિફમાં છૂટ આપવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પે એક આદેશ જાહેર કરીને આ માહિતી આપી હતી. આ પ્રતિબંધો અને ટેરિફ તે કાયદા હેઠળ લાગુ થવાના હતા. જેના પર ટ્રમ્પે ગયા મહિને હસ્તાક્ષર કર્યા હતા. જોકે, આ નિયમો અમલમાં આવે તેના થોડા દિવસ પહેલાં જ ટ્રમ્પે અનેક જોગવાઈઓમાં છૂટ આપી દીધી હતી.

ટ્રમ્પનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે રશિયા પ્રત્યે તેનું વલણ નરમ પડતું દેખાઈ રહ્યું છે. બીજી તરફ, તે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીની જાહેરમાં ટીકા કરી રહ્યો છે. ટ્રમ્પે એવું પણ કહ્યું છે કે યુક્રેનને નવા નેતાની પસંદગી કરવાની જરૂર છે.

રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર 100 ટકા સુધીનો ટેરિફ લાગી શકતો હતો

અમેરિકાની સંસદમાં આ કાયદાને આગળ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવનારા નેતાઓમાં સેનેટર લિન્ડસે ગ્રેહામનો સમાવેશ થતો હતો. તેનું અવસાન થઈ ચૂક્યું છે. ટ્રમ્પે સપ્ટેમ્બરમાં ‘લિન્ડસે ઓ. ગ્રેહામ સૅન્ક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઑફ 2026’ નામના કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા. આ કાયદા હેઠળ રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદતા દેશો પર આર્થિક દબાણ લાવવાની તૈયારી હતી.

આ કાયદા અનુસાર, રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ અથવા ગેસ ખરીદતા પાંચ સૌથી મોટા દેશોમાંથી અમેરિકામાં આવતી વસ્તુઓ પર 30 દિવસની અંદર 100 ટકા સુધીનો ટેરિફ લગાવી શકાય તેમ હતો. આ નિયમ એવા દેશો પર પણ લાગુ થઈ શકતો હતો, જે કાયદો બન્યાના 30 દિવસ પછી પણ જાણીજોઈને રશિયા પાસેથી તેલ અથવા ગેસ ખરીદવાનું ચાલુ રાખે. આ ઉપરાંત, રશિયાને પ્રતિબંધોથી બચવામાં મદદ કરતા પાંચ મુખ્ય દેશો સામે પણ આવી કાર્યવાહી થઈ શકતી હતી.

ભારત સહિત અનેક દેશોએ વ્યક્ત કરી હતી ચિંતા

ભારત રશિયા પાસેથી તેલ ખરીદતા વિશ્વના મોટા દેશોમાં સામેલ છે. તેથી ભારત અને ચીન સહિત અનેક દેશોએ આ કાયદાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. જો આ દેશોમાંથી અમેરિકામાં આવતી વસ્તુઓ પર 100 ટકા સુધીનો ટેરિફ લગાવવામાં આવ્યો હોત, તો અમેરિકાના બજારમાં તેમના વેપાર પર અસર પડી શકતી હતી. રશિયા પાસેથી સૌથી વધુ તેલ ખરીદતા દેશોમાં ચીન, ભારત, અઝરબૈજાન, હંગેરી અને સ્લોવાકિયાનો સમાવેશ થાય છે.

ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રીય હિતનો આપ્યો હવાલો

વ્હાઇટ હાઉસ દ્વારા શુક્રવારે (16 ઓક્ટોબર) જાહેર કરવામાં આવેલા આદેશમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે તે અમેરિકાની સંસદને જાણ કરી છે કે હાલના સંજોગોમાં છૂટ આપવી એ અમેરિકાના રાષ્ટ્રીય હિતમાં છે. આ રીતે ટ્રમ્પે કાયદા હેઠળ લાગુ થનારા અનેક પ્રતિબંધો અને ટેરિફ અમલમાં આવે તે પહેલાં જ તેમાં છૂટ આપી દીધી હતી. જોકે, ઉપલબ્ધ નિવેદનમાં કયા-કયા પ્રતિબંધો અને ટેરિફમાં છૂટ આપવામાં આવી છે, તેની સ્પષ્ટ વિગતો આપવામાં આવી નથી.

આ પણ વાંચો, Breaking News: ભરૂચની સાયખા GIDCમાં SynZeal Pharmachem કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ, 5 લોકોના મોત

Follow Us
Loading...
Unable to load recommendations.