Breaking News : અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને મોટો ફટકો! પ્રતિનિધિ સભામાં ડેમોક્રેટ્સની બહુમતી, હાર બાદ ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન

અમેરિકામાં મિડટર્મ ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ ગયાં છે. આ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. અમેરિકાની પ્રતિનિધિ સભા (હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ)માં ડેમોક્રેટિક પાર્ટીએ બહુમતી મેળવી છે. આ સાથે ટ્રમ્પની પાર્ટી એક ડગલું પાછળ રહી ગઈ છે.

Breaking News : અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને મોટો ફટકો! પ્રતિનિધિ સભામાં ડેમોક્રેટ્સની બહુમતી, હાર બાદ ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Donald Trump US Midterm Elections 2026
Image Credit source: PTI
| Updated on: Nov 04, 2026 | 12:50 PM

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો રાજકીય ફટકો પડ્યો છે. રિપબ્લિકન પાર્ટીની સરખામણીમાં ડેમોક્રેટિક પાર્ટીએ અનેક બેઠકો પર જીત મેળવી છે. ચૂંટણીનાં પરિણામો બાદ ટ્રમ્પે પણ હાર સ્વીકારી છે અને ડેમોક્રેટ્સ સાથે મળીને કામ કરવાની તૈયારી દર્શાવી છે. ટ્રમ્પે કહ્યું કે, “હું પોતે ચૂંટણીના મેદાનમાં હોત તો મારી પાર્ટી ભારે બહુમતીથી જીતી હોત.” તેણે અમેરિકાના મતદારોનો આભાર પણ માન્યો છે.

એક અમેરિકન ન્યૂઝ ચેનલ સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે ચૂંટણીનાં પરિણામોને સ્વીકાર્યાં કર્યા. તેણે ડેમોક્રેટિક પાર્ટી સાથે મળીને કામ કરવાની વાત કરી હતી. જોકે આ પરિણામો અંગે તેને કોઈ અફસોસ ન હોવાનું પણ જણાવ્યું છે.

મોંઘવારી મોટો મુદ્દો

વર્ષ 2023 માં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ પર રિપબ્લિકન પાર્ટીનું નિયંત્રણ હતું. અમેરિકાના મતદારો માટે મોંઘવારી મોટો મુદ્દો બની હતી. ઈરાન સાથેના યુદ્ધ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા આયાત વેરા (ટેરિફ)ના કારણે અમેરિકામાં રોજિંદી વસ્તુઓનો ખર્ચ વધ્યો હતો. અમેરિકામાં પ્રતિનિધિ સભાની કુલ 435 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી.

ચૂંટણી પહેલાં ગૃહમાં રિપબ્લિકન પાર્ટીના 218, એક અપક્ષ અને ડેમોક્રેટિક પાર્ટીના 214 સભ્યો હતા. બે બેઠકો ખાલી હતી. આ વખતે ડેમોક્રેટ્સે રિપબ્લિકન પાર્ટી પાસે રહેલી કેટલીક બેઠકો જીતી લીધી હતી. કેટલીક એવી બેઠકો પર પણ જોરદાર ટક્કર આપી હતી. જ્યાં જીતની અપેક્ષા ઓછી હતી.

મહત્ત્વની બેઠકો પર ચૂંટણીનાં પરિણામો બદલાયાં

ડેમોક્રેટિક પાર્ટીએ અનેક મહત્ત્વની બેઠકો પર જીત મેળવી છે. નોર્થ કેરોલિનાના એવા મતવિસ્તારમાં પણ પાર્ટીએ જીત મેળવી છે, જ્યાં છેલ્લાં 15 વર્ષથી રિપબ્લિકન પાર્ટીનું વર્ચસ્વ હતું. આ ઉપરાંત પેન્સિલવેનિયા, કેન્ટકી અને કોલોરાડો જેવા રાજ્યોમાં પણ ડેમોક્રેટ્સે બેઠકો જીતી છે. ટેક્સાસ અને ફ્લોરિડામાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે રિપબ્લિકન પાર્ટીએ મતવિસ્તારોની સીમાઓમાં નવેસરથી ફેરફાર કર્યા હતા. તેમ છતાં ડેમોક્રેટિક પાર્ટીએ કેટલીક બેઠકો પર જીત મેળવી હતી.

સેનેટમાં બહુમતી માટે કેટલા સભ્યોની જરૂર?

ભારતીય સમય અનુસાર સવારે 10 વાગ્યા સુધીના ચૂંટણીના આંકડા મુજબ, ડેમોક્રેટિક પાર્ટીએ સેનેટની 50 બેઠકો જીતી હતી. જ્યારે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને 39 બેઠકો મળી હતી. ડેમોક્રેટ્સને બહુમતી મેળવવા માટે વધુ એક બેઠકની જરૂર હતી. પાંચ બેઠકો પર હજુ પણ ડેમોક્રેટિક ઉમેદવારો આગળ હોવાનું જણાવાયું હતું. અમેરિકાની સેનેટમાં કુલ 100 બેઠકો હોય છે. દરેક રાજ્યમાંથી બે સેનેટરો ચૂંટાય છે. સેનેટરના કાર્યકાળનો સમયગાળો છ વર્ષનો હોય છે. સેનેટમાં બહુમતી મેળવવા માટે સામાન્ય રીતે 51 સભ્યોની જરૂર પડે છે.

આ પણ વાંચો, Breaking News : મિડટર્મ ચૂંટણીમાં ઝટકો લાગતાં જ ટ્રમ્પનું વલણ બદલાયું! ઈરાન અને ઇઝરાયેલ અંગે લીધા 2 ચોંકાવનારા નિર્ણય

Follow Us
Loading...
Unable to load recommendations.