
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની અમેરિકા ફર્સ્ટ નીતિ આક્રમક રુપથી લાગુ કરવાનું શરુ કર્યું છે. અમેરિકાએ એક મોટો અને મહત્વનો નિર્ણય લેતા 75 દેશના નાગરિકો માટે તમામ વિઝા પ્રક્રિયાને સ્થગિત કરવાની જાહેરાત કરી છે.જે 21 જાન્યુઆરીથી અમલમાં આવશે અને આગામી આદેશો સુધી અમલમાં રહેશે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના મેમોરેન્ડમના આધારે, અધિકારીઓએ હાલના કાયદા મુજબ વિઝા નામંજૂર કરવા પડશે અને અરજદારોની તપાસ અને મૂલ્યાંકનની પદ્ધતિઓની પણ સમીક્ષા અને પુનઃપરીક્ષણ કરવું પડશે.
અમેરિકાએ જે 75 દેશોના નાગરિકો માટે વિઝા પ્રક્રિયા સ્થગિત કરવાની જાહેરાત કરી છે તેમાં રશિયા અને બ્રાઝિલ જેવા મુખ્ય દેશોનો પણ સમાવેશ થાય છે.એક રિપોર્ટ અનુસાર 75દેશની લિસ્ટમાં રશિયા અને બ્રાઝીલ સિવાય પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ,થાઈલેન્ડ, સોમાલિયા,ઈરાન, અફઘાનિસ્તાન, નાઈઝીરિયા, ઈરાક, મિસ્ત,યમનનું નામ પણ સામેલ છે. જેના નાગરિકોને અમેરિકાના વિઝા આપવામાં આવશે નહી. અમેરિકાના આ નિર્ણયનો ઉદ્દેશ્ય એવા લોકોને દેશમાં એન્ટ્રી આપવાથી રોકે છે.
તેઓ સ્વતંત્ર રહેવાની શક્યતા ઓછી છે અને સરકારી સહાય પર આધાર રાખે તેવી શક્યતા વધુ છે. આ પ્રતિબંધ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી અમેરિકા ખાતરી ન કરે કે નવા ઇમિગ્રન્ટ્સ અમેરિકન લોકોના સંસાધનોનું શોષણ નહીં કરે. અમે ખાતરી કરવા માટે કામ કરી રહ્યા છીએ કે અમેરિકન લોકોની ઉદારતાનો હવે દુરુપયોગ ન થાય. ટ્રમ્પ વહીવટીતંત્ર હંમેશા અમેરિકાને પ્રથમ રાખશે, આ નિયમ 21 જાન્યુઆરીથી અમલમાં આવશે.
આ પ્રતિબંધ એવા દેશો પર લાગુ પડે છે જે છેતરપિંડી માટે ઉચ્ચ જોખમવાળા માનવામાં આવતા હતા અથવા જેમના અરજદારો યુએસ સરકાર પર નાણાકીય બોજ બની શકતા હતા. કોન્સ્યુલર અધિકારીઓને ઇમિગ્રન્ટ વિઝા ન આપવાની સૂચના આપવામાં આવી છે જ્યારે વિભાગ આઈડેન્ટિટિ-મેનેજમેન્ટ અને ઈન્ફોર્મેશન-શેરિંગ ધોરણોની મોટી સમીક્ષા કરે છે. વિદેશ વિભાગના પ્રવક્તા ટોમી પિગોટે જણાવ્યું હતું કે ,અધિકારીઓ અમેરિકન લોકોની ઉદારતાનો લાભ લઈ શકે તેવા સંભવિત ઇમિગ્રન્ટ્સને ગેરલાયક ઠેરવવા માટે તેમના લાંબા સમયથી ચાલતા અધિકારનો ઉપયોગ કરશે.
Published On - 9:52 am, Thu, 15 January 26