
ઈરાન પર ઈઝરાયલના ઘાતક હુમલા પછી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યુક્લિયર ડીલને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે ઈરાનને સ્પષ્ટ કહ્યું છે કે, ઈરાનમાં જે લોકો આ ડીલનો વિરોધ કરી રહ્યા હતા તે બધા માર્યા ગયા છે. ઈરાન પાસે હજુ પણ તક છે. હમણાં જ આ ડીલ કરે નહીંતર વધુ તબાહી થઈ શકે છે.
હાલમાં જ ઇઝરાયલે ઇરાન પર મોટો હુમલો કર્યો છે. જો કે, આ પછી ઇરાને બદલો લેવાની જાહેરાત કરી છે. હવે આ દરમિયાન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યુક્લિયર ડીલને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે ઇરાનને કહ્યું છે કે, ઇઝરાયલ પાસે ઘણા ખતરનાક હથિયાર છે. ઇરાનમાં જે લોકો આ ડીલનો વિરોધ કરી રહ્યા હતા, તે બધા માર્યા ગયા છે. ઇરાન પાસે હજુ પણ તક છે. હમણાં જ આ ડીલ કરે નહીંતર વધુ વિનાશ થઈ શકે છે.
ટ્રમ્પે કહ્યું કે, કેટલાક ઈરાની ઉગ્રવાદીઓએ બહાદુરીથી વાત કરી હતી પરંતુ તેમને ખબર નહોતી કે શું થવાનું છે. તેઓ બધા હવે મરી ગયા છે અને આગળ જે થશે તે વધુ ખરાબ થશે. અત્યાર સુધીમાં ઘણા લોકોના જીવ ગયા છે અને ભારે તબાહી પણ થઈ છે. જો કે, આ હિંસાને અટકાવવાનો સમય હજી ગયો નથી. ટ્રમ્પે એ પણ જણાવ્યું કે, હવે વધુ હુમલાઓ થવાની શક્યતા છે અને જે હુમલો થશે એ ઓચિંતી રીતે થશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ઈરાને એક ડીલ કરવી જ જોઈએ. જે કદી “ઈરાન સામ્રાજ્ય” તરીકે ઓળખાતું હતું, એ હજુ પણ બચી શકે છે. હવે વધારે મોત નહી, વધારે તબાહી નહી, બસ કરો હવે બહુ થયું. આના પહેલા કે કઈ મોડું થાય તે પહેલાં જ સમજી જાઓ. ભગવાન તમારા બધાનું ભલું કરે.
શુક્રવારે ઇઝરાયલે ઇરાનના પરમાણુ અને લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. ઇરાનના ઝડપથી વધી રહેલા પરમાણુ કાર્યક્રમ પર વધતા તણાવ વચ્ચે ઇઝરાયલનો હુમલો થયો છે. ઇરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીએ હુમલા બાદ કહ્યું હતું કે, ઇઝરાયલને આના માટે કડક સજા ફટકારવામાં આવશે. ઇરાક સાથેના યુદ્ધ પછી આને ઇરાન પરનો સૌથી મોટો હુમલો કહેવામાં આવી રહ્યો છે.