Trending Video : પાકિસ્તાનના કરાચીમાં આ રીતે ઉજવાઈ રહી છે નવરાત્રી, જુઓ વાયરલ વીડિયો

નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે પાકિસ્તાનમાં પણ નવરાત્રીની ઉજવણીનો વીડિયો સામે આવ્યો છે. પાકિસ્તાનના કરાંચીમાં શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિર પર ભક્તોના ગરબા -ડાંડિયા રમવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તો ચાલો જાણીએ વાયરલ વીડિયોમાં શું છે.

Trending Video :  પાકિસ્તાનના કરાચીમાં આ રીતે ઉજવાઈ રહી છે નવરાત્રી, જુઓ વાયરલ વીડિયો
Image Credit source: AI
| Updated on: Oct 13, 2026 | 12:05 PM

વિદેશમાં પણ નવરાત્રીમાં ગરબાની ઉજવણી જોવા મળતી હોય છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈ બધા લોકો ચોંકી ગયા છે. નવરાત્રીમાં ભારતમાં ડાંડિયાની ધુમ જોવા મળે છે પરંતુ આ વખત કાંઈક અલગ જોવા મળ્યું છે. પાકિસ્તાનના કરાંચીમાંથી નવરાત્રીનો એક વીડિયો સામે આવ્યો છે. જે ખુબ ચર્ચામાં છે.

કરાંચીમાં આ રીતે ઉજવાઈ રહી છે નવરાત્રી

વાયરલ થઈ રહેલા આ વીડિયોની શરુઆતમાં એક મહિલાને એ સાંભળતા સંભળાય છે કે, આ ભારત નથી. પાકિસ્તાનમાં નવરાત્રી છે. ત્યારબાદ વીડિયોમાં કરાંચીની ફેમસ શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિરનો નજારો જોવા મળે છે. જે કોઈ પણ ભારતીય પંડાલ જેવો લાગી રહ્યો છે.

 

 

 

મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, મંદિર સારી રીતે શરણગારવામાં આવ્યું છે. વચ્ચે માતા રાણીની મૂર્તિ છે. ઢોલ-નગાડા અને ગરબાની ધુન પર શ્રદ્ધાળુઓ ગરબા કરી રહ્યા છે. કેટલાક લોકોએ માથા પર માતાનો પટ્ટો બાંધ્યો છે. જેને જોઈ લાગતું નથી કે, આ પાકિસ્તાન છે. ભારત જેવો ઉત્સવ સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો છે.

 

 

વીડિયો શેર કરનાર યુઝરના મુજબ આ મંદિરમાં નવરાત્રીના 9 દિવસ ધામધુમથી ઉજવવામાં આવે છે. આ દરમિયાન ગરબા-પુજા પાઠ અને પ્રસાદ આપવામાં આવે છે. સુરક્ષાને જોઈ આ ઉત્સવ સાંજના 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી રાખવામાં આવે છે. આ વાયરલ વીડિયો પર લોકો અલગ અલગ રીએક્શન આપી રહ્યા છે.

 વાસ્તવિકતાને સમજવી પણ જરુરી

જ્યારે આ વિડિઓ હૃદયસ્પર્શી છે, નિષ્ણાતો કહે છે કે, એક પણ વિડિઓ પાકિસ્તાનમાં હિન્દુઓની પરિસ્થિતિને સંપૂર્ણપણે કેદ કરી શકતો નથી. આજે પણ, પાકિસ્તાનના ઘણા ભાગોમાં લઘુમતીઓની સલામતી અને ધાર્મિક સ્વતંત્રતા અંગે પડકારો યથાવત છે.

Trending Video : પાકિસ્તાનમાં ખાંડ, લોટ અને તેલ કેટલામાં વેચાય છે? જુઓ વીડિયો અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.