
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ હિંસક પરિસ્થિતિમાં ફેરવાઈ ગયો છે, બંને દેશ એકબીજા ઉપર હવાઈ હુમલાઓ કરી રહ્યાં છે. દરમિયાન ઈરાની મીડિયાએ, સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈના મૃત્યુની પુષ્ટિ કરી છે. ઇઝરાયલી હુમલાઓએ તેહરાન સહિત અનેક શહેરોને નિશાન બનાવ્યા છે, જેમાં સાત વરિષ્ઠ ઈરાની સૈન્ય અધિકારીઓ માર્યા ગયા હતા. ઇઝરાયલી સૈન્યે ચોકસાઈભર્યા હુમલાનો દાવો કર્યો હતો.
ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ વધુ હિંસક બની રહ્યું છે. બંને દેશ એકબીજા ઉપર સતત હવાઈ હુમલા કરી રહ્યા છે. બન્ને દેશ વચ્ચે ફાટી નીકળેલ યુદ્ધમાં અત્યાર સુધીમાં સેંકડો લોકોના મોત થયા છે. ઈરાની મીડિયાએ પણ ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈના મૃત્યુની પુષ્ટિ કરી છે. ઈઝરાયલ અને અમેરિકાએ શનિવારે રાજધાની તેહરાન સહિત ઈરાનના અનેક શહેરો પર હુમલો કર્યો હતો. ઈઝરાયલી હુમલામાં સાત વરિષ્ઠ ઈરાની અધિકારીઓ પણ માર્યા ગયા હતા.
IAF ફાઇટર જેટ્સે ઈરાનમાં લશ્કરી લક્ષ્યો પર ચોકસાઈભર્યા હુમલા કર્યા હતા. આ જ કારણ છે કે, ઈરાનનુ લશ્કરી લક્ષ્ય સંપૂર્ણપણે નાશ પામ્યું હતું, જેમાં સાત વરિષ્ઠ ઈરાની સંરક્ષણ નેતૃત્વ અધિકારીઓ માર્યા ગયા હતા.
અઝીઝ નાસિરઝાદેહ – તેઓ ઈરાનના સંરક્ષણ પ્રધાન હતા. તેમના મૃત્યુના સમાચાર મીડિયામાં સૌપ્રથમ આવ્યા.
મોહમ્મદ પાકપુર – તેઓ IRGCના શક્તિશાળી કમાન્ડર-ઇન-ચીફનું પદ સંભાળતા હતા.
અલી શમખાની – તેઓ સર્વોચ્ચ નેતાના સૌથી વિશ્વસનીય સલાહકાર હતા અને તમામ કામ સંભાળતા હતા.
મોહમ્મદ શિરાઝી – તેમણે સર્વોચ્ચ નેતાના લશ્કરી બ્યુરોના વ્યૂહરચનાકાર તરીકે સેવા આપી હતી.
સાલેહ અસાદી – ગુપ્તચર તંત્રના માસ્ટરમાઇન્ડ.
હુસેન જબાલ અમેલિયન – SPNDના અધ્યક્ષ.
રેઝા મુઝફ્ફરી – નિયા – SPNDના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પરમાણુ કાર્યક્રમના મુખ્ય વ્યૂહરચનાકાર.
આ સાત વરિષ્ઠ ઈરાની અધિકારીઓની હત્યા પર પ્રતિક્રિયા આપતા, ઇઝરાયલી લશ્કરે એક નિવેદનમાં કહ્યું, “અમારા ફાઇટર જેટ્સે લશ્કરી લક્ષ્યો પર ચોક્કસ હુમલો કર્યો, જેમાં આ સાત ઉચ્ચ કક્ષાના સંરક્ષણ અધિકારીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે. તેમના વિના દુનિયા વધુ સારી છે.” ઈઝરાયેલ સૈન્ય દ્વારા આ નિવેદન સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવ્યું હતું.
ઈરાન પર કરાયેલા હુમલા અને ત્યાર બાદ, યુદ્ધ કટોકટીની સ્થિતિ સર્જાઈ છે. ઈરાન, અમેરિકા, ઈઝરાયેલ અને મધ્યપૂર્વ તેમજ યુદ્ધના તમામ સમાચારો જાણવા માટે તમે અહીં ક્લિક કરો.