યુનાઇટેડ સ્ટેટ્સ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આજે ઈરાન માટે બે દુંખદ સમાચાર સામે આવ્યા છે. ઇઝરાયલે ઈરાનના બાસીજ ફોર્સના વડા જનરલ ગુલામરેઝા સુલેમાનીને મારી નાખ્યાનો દાવો કર્યો છે. આ બાસીજ ફોર્સ ઈરાનમાં વિરોધ પ્રદર્શનોને ડામવા- શાંત કરવા અને ઇસ્લામિક કાયદાઓ લાગુ કરવાનું કામ કરતુ આવે છે. જોકે, બાસીજ ફોર્સના વડાને મારી નાખ્યા અંગે ઈઝરાયેલના દાવા અંગે ઈરાની પક્ષ તરફથી કોઈ પુષ્ટિ મળી નથી. ઇઝરાયલ સૈન્યએ દાવો છે કે, સોમવારે કરવામાં આવેલા હુમલામાં બાસીજ ચીફનું મોત થયું છે.
સુલેમાનીનો જન્મ 1965માં થયો હતો. બાસીજ ફોર્સ દ્વારા વિરોધીઓના અવાજોને દબાવવાના તેમના વર્ષોના કારણે, તેમના પર – અને સંગઠન પર – યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપિયન યુનિયન અને અન્ય ઘણા દેશો દ્વારા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. સુલેમાનીનું મૃત્યુ બાસીજના કમાન્ડ અને કંટ્રોલ સ્ટ્રક્ચર પર વધુ દબાણ લાવવાની અપેક્ષા છે. બાસીજ ફોર્સ જેણે આંતરિક અસંમતિને શાંત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. બાસીજ અને ઈરાનના અન્ય આંતરિક સુરક્ષા દળો બંને વારંવાર અમેરિકન અને ઇઝરાયેલી હુમલાઓનું નિશાન બન્યા છે.
COMMANDER OF THE BASIJ UNIT ELIMINATED
Yesterday, the IDF targeted & eliminated Gholamreza Soleimani, who operated as commander of the Basij unit for the past 6 years.
Under Soleimani, the Basij unit led the main repression operations in Iran, employing severe violence,… pic.twitter.com/aJ0dNtCFz0
— Israel Defense Forces (@IDF) March 17, 2026
બાસીજ ફોર્સ એક પ્રકારે ઈરાનનું અર્ધલશ્કરી દળ છે, જે દેશની આંતરિક સુરક્ષા જાળવવા માટે જવાબદાર છે. તે સીધા ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના કમાન્ડ હેઠળ કાર્ય કરતું આવ્યું છે. આ દળની સ્થાપના 1979માં આયાતુલ્લાહ ખોમેનેઈ દ્વારા કરવામાં આવી હતી. આ ઈરાની દળમાં ભરતી એવા યુવાનો પર કેન્દ્રિત છે, જેઓ તેમના દેશ પ્રત્યે ઊંડો પ્રેમ અને અતૂટ વફાદારી દર્શાવે છે. જો કે, મીડિયા અહેવાલોમાં ઘણા વિશ્લેષકોનો ઉલ્લેખ છે જેઓ દાવો કરે છે કે, યુવાનો પણ વિશેષાધિકારો અને આર્થિક સુધારણા માટે આ દળમાં જોડાય છે.
તાજેતરના વર્ષોમાં, બાસીજ ફોર્સે સરકાર વિરુદ્ધના બળવોનો સામનો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આમાં 2009 ના ગ્રીન મૂવમેન્ટ અને 2022-23 ના મહિલાને બુરખામાંથી આઝાદી અંગેના વિરોધ પ્રદર્શનોનો પણ સમાવેશ થાય છે.