AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trump’s New Claim: ઈરાનમાં સત્તા પરિવર્તન, સંઘર્ષ વધુ તીવ્ર બનશે, હોર્મુઝની જરૂર નથી… ટ્રમ્પ સંબોધનના 10 મુખ્ય મુદ્દાઓ કયા છે, જાણો

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન ceasefire માગી રહ્યું છે, પરંતુ હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્યા વિના અમેરિકા સૈન્ય કાર્યવાહી રોકશે નહીં. આ નિવેદન વચ્ચે વૈશ્વિક તેલ બજારમાં પણ અસર જોવા મળી રહી છે.

Trump's New Claim: ઈરાનમાં સત્તા પરિવર્તન, સંઘર્ષ વધુ તીવ્ર બનશે, હોર્મુઝની જરૂર નથી... ટ્રમ્પ સંબોધનના 10 મુખ્ય મુદ્દાઓ કયા છે, જાણો
Breaking News Iran Israel US War Donald Trump Declares US Winning War Know 10 Important Points of His AddressImage Credit source: Social Media
| Updated on: Apr 02, 2026 | 8:20 AM
Share

ઈરાન સાથે ચાલતા ભારે સંઘર્ષ વચ્ચે, ટ્રમ્પે ગુરુવારે ભારતીય સમય અનુસાર સવારે 6:30 વાગ્યે દેશને સંબોધન કર્યું. મધ્ય પૂર્વમાં સતત હુમલાઓ વચ્ચે અને સંભવિત યુદ્ધવિરામ ચર્ચાઓ અંગે અનિશ્ચિતતા વચ્ચે આ ભાષણ આવ્યું હતું. ભાષણ પહેલાં તેહરાનએ વોશિંગ્ટન પર અતિશય અને અસંગત માંગો કરવાનો આરોપ લગાવ્યો હતો અને કોઈ સીધી વાતચીતને નકારી કાઢી હતી.

ટ્રમ્પના આ ભાષણ પર સમગ્ર વિશ્વની નજર હતી. સંઘર્ષ શરૂ થયા પછીનું આ તેમનું પ્રથમ રાષ્ટ્રીય સંબોધન હતું, જેમાં તેમણે જણાવ્યું કે અમેરિકી સેનાએ ઝડપી અને નિર્ણાયક સફળતા મેળવી છે. તેમણે કહ્યું કે આગામી 2થી 3 અઠવાડિયામાં ઈરાન પર વધુ જોરદાર કાર્યવાહી કરવામાં આવશે.

ટ્રમ્પના ભાષણની 10 મુખ્ય મુદ્દાઓ

1. ટ્રમ્પે જણાવ્યું કે તેઓ હંમેશા રાજનૈતિક માર્ગ પસંદ કરવા માંગતા હતા, પરંતુ ઈરાને તમામ સમજૂતીના પ્રયાસોને નકારી કાઢ્યા અને પોતાનો પરમાણુ કાર્યક્રમ ચાલુ રાખ્યો. તેમણે ઈરાનના પરમાણુ કાર્યક્રમને વૈશ્વિક ખતરો ગણાવ્યો.

2. પોતાના ભાષણમાં તેમણે વેનેઝુએલાનો પણ ઉલ્લેખ કર્યો અને અમેરિકી સેનાની ઝડપી કાર્યવાહીનું વખાણ કર્યું, જેમાં થોડા જ મિનિટોમાં નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું.

3. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા હવે વેનેઝુએલાના વિશાળ તેલ અને ગેસ ભંડારના વિકાસ અને વેચાણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તેમણે દાવો કર્યો કે અમેરિકા ઊર્જા મામલે આત્મનિર્ભર બન્યું છે.

4. તેમણે જણાવ્યું કે ઈરાનમાં અમેરિકાના સૈન્ય લક્ષ્યો લગભગ પૂર્ણ થવા આવ્યા છે અને આ અભિયાન ટૂંક સમયમાં પૂર્ણ થશે.

5. ટ્રમ્પે ફરી દોહરાવ્યું કે ઈરાનને ક્યારેય પણ પરમાણુ હથિયાર મેળવવાની મંજૂરી આપવામાં નહીં આવે.

6. તેમણે ખાતરી આપી કે યુદ્ધ દરમિયાન અમેરિકા પોતાના ખાડી ક્ષેત્રના સહયોગી દેશોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ રહેશે.

7. ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું કે અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભર નથી અને હાલમાં પણ તેની જરૂર નથી.

8. તેમણે એવા દેશો પર ટિપ્પણી કરી કે જેમણે હોર્મુઝ મુદ્દે અમેરિકાને સૈન્ય મદદ આપી નથી અને સૂચન કર્યું કે તેઓ અમેરિકા પાસેથી તેલ ખરીદે.

9. તેમણે કહ્યું કે જ્યારે યુદ્ધ પૂર્ણ થશે ત્યારે હોર્મુઝ સ્ટ્રેટ આપોઆપ ખુલ્લો થઈ જશે અને અન્ય દેશોને આ બાબતમાં હિંમત બતાવવા કહ્યું.

10. લગભગ 20 મિનિટ ચાલેલા આ ભાષણમાં ટ્રમ્પે પોતાના નિર્ણયોને યોગ્ય ઠેરવ્યા અને દાવો કર્યો કે હોર્મુઝ બંધ થવાથી અમેરિકાને કોઈ અસર પડી નથી. તેમણે કહ્યું કે તેમના કાર્યકાળમાં અમેરિકાની અર્થવ્યવસ્થા નવા શિખરો પર પહોંચી છે અને હવે ઈરાન કોઈ મોટો ખતરો નથી.

02 એપ્રિલના મહત્વના સમાચાર : અમેરિકાની મોટી જાહેરાત, ઇરાન યુદ્ધ હાલ સમાપ્ત નહીં થાય

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">