AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

02 એપ્રિલના મહત્વના સમાચાર : જામનગરમાં CPWD ના મદદનીશ ઈજનેર 4,52,000ની લાંચ લેતા ACB ના છટકામાં રંગેહાથ ઝડપાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2026 | 9:06 PM
Share

આજે 02 એપ્રિલને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

02 એપ્રિલના મહત્વના સમાચાર : જામનગરમાં CPWD ના મદદનીશ ઈજનેર 4,52,000ની લાંચ લેતા ACB ના છટકામાં રંગેહાથ ઝડપાયા

આજે 02 એપ્રિલને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 02 Apr 2026 08:31 PM (IST)

    3 એપ્રિલે અમદાવાદ આવશે અસદુદ્દીન ઓવૈસી, ખાનપુરમાં સંબોધશે જાહેરસભા

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને, અસદુદ્દીન ઓવૈસી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે. આવતીકાલ 3 એપ્રિલના રોજ સાંજે આવશે અમદાવાદ. 4 તારીખે ઓવૈસીની ખાનપુર ખાતે જાહેર સભા યોજાશે. સ્થાનિક સ્વરાજ્યની બેઠકો પર ઉમેદવારોના નામ પર થશે ચર્ચા.

  • 02 Apr 2026 08:30 PM (IST)

    જામનગરમાં CPWD ના મદદનીશ ઈજનેર 4,52,000ની લાંચ લેતા ACB ના છટકામાં રંગેહાથ ઝડપાયા

    જામનગરમાં એ.સી.બી. દ્વારા સફળ ટ્રેપ કરવામાં આવી છે. સેન્ટ્રલ પબ્લિક વર્ક ડીપાર્ટમેન્ટના મદદનીશ ઇજનેર વિજયકુમાર બાબુલાલ મીના 4,52,000ની લાંચ માંગતા ઝડપાયા છે. ઇલેકટ્રીક કામના બિલ પાસ કરવા લાંચ માંગવામાં આવી હતી. ફરીયાદી અને તેના મિત્ર લાંચ આપવા ઇચ્છતા ન હતા. એ.સી.બી.એ ગોઠવેલા છટકા દરમિયાન વિજયકુમાર બાબુલાલ મીના ઝડપાયો છે. વિજયકુમાર બાબુલાલ મીનાએ  મોબાઇલ ફોન પર લાંચ મળ્યાની કબૂલાત કરી.

  • 02 Apr 2026 07:20 PM (IST)

    મેઘાણીનગર દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા

    અમદાવાદના મેઘાણીનગર દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.  વર્ષ 2024માં મોબાઈલ આપવાની લાલચે સગીરા સાથે દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની આપતો ધમકીઓ. મેઘાણીનગર પોલીસે આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા કોર્ટ સમક્ષ રજુ કરતા સ્પે. પોક્સો કોર્ટે સંભળાવી દાખલારૂપ સજા. સ્પે.પોકસો કોર્ટે પીડિતાને  રૂપિયા 4 લાખ વળતર અને  રૂપિયા 19 હજાર દંડનો ભરવા પણ આરોપી ધવલ મકવાણાને કર્યો હૂકમ. આવા ગુનામાં દયા નહીં, કડક સજા જરૂરી હોવાનું કોર્ટનું અવલોકન.

  • 02 Apr 2026 05:57 PM (IST)

    વિધાનસભાની ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર 4 એપ્રિલે ભરશે ઉમેદવારીપત્ર, CM ભૂપેન્દ્ર પટેલ રહેશે હાજર

    વિધાનસભાની ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર, આગામી 4 એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર ભરશે. ઉમરેઠ બેઠક પર ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર ભરશે ઉમેદવારીપત્ર. ભાજપ શકિત પ્રદર્શન સાથે પેટા ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિતમાં હર્ષદ પરમાર ભરશે નામાંકન પત્ર. 4 એપ્રિલે ઉમરેઠ ખાતે નાસિક વાલા હોલ પાસે સભાને સંબોધશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. ભાજપના નેતાઓ પદયાત્રા દ્વારા મામલતદાર કચેરી ફોર્મ ભરવા જશે.

  • 02 Apr 2026 05:54 PM (IST)

    વડોદરાના તાંદલજા વિસ્તારમાં અશાંત ધારાના ભંગ થયાના આક્ષેપ સાથે સ્થાનિકોએ કલેકટર કચેરીએ રામધૂન અને હનુમાન ચાલીસાના કર્યાં પાઠ

    વડોદરામાં અશાંત ધારાના મુદ્દે રહીશોએ કલેકટર કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. તાંદલજા વિસ્તારમાં ‘અશાંત ધારો’નો ભંગ થયો હોવાનો રહીશોએ આક્ષેપ કર્યો હતો. મોટી સંખ્યામાં રહીશો કલેક્ટર કચેરીએ પહોચીને રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.  તાંદલજા વિસ્તારના હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ સંપ્રદાયને અપાયેલી મંજૂરી રદ કરવાની કરી માંગ. રહીશોના મતે આ જમીન પર અશાંત ધારા હેઠળ મેળવવામાં આવેલો હુકમ તદ્દન ભૂલભરેલો હોવાનો આક્ષેપ કરાયો છે. જમીનની આસપાસ 400 થી 500 હિન્દુ પરિવારોના મકાનો આવેલા છે, જ્યારે મુસ્લિમ વસ્તી રોડની બીજી તરફ 200-300 મીટર દૂર હોવાનું જણાવ્યું છે.

  • 02 Apr 2026 05:08 PM (IST)

    જામનગર આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો, અનેક સ્થળે વરસ્યા વરસાદી ઝાંપટા

    જામનગર આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. લાલપુર તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી તે મુજબ દિવસ દરમિયાન તડકો રહ્યો, બપોર બાદ અચાનક વાતાવરણમાં ફેરફાર આવ્યો છે. ત્યારબાદ અચાનક વરસાદી ઝાપટું પડ્યું હતું. લાલપુર તથા આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે.

  • 02 Apr 2026 05:07 PM (IST)

    કચ્છમાં પવનચક્કીના કેબલ ચોરતી ગેંગ ઝડપાઈ, કેબલ કાપવા માટેના રૂ. 4 લાખના સાધનો મળી આવ્યા

    કચ્છના નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકામાં પવનચક્કીઓમાં કેબલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. પશ્ચિમ કચ્છ એલસીબી ટીમે કડક કાર્યવાહી કરી હતી. એલસીબી ટીમે બાતમીના આધારે નખત્રાણાના ટોડિયા ગામે મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે. અસગર ફકીરમામદ ભજાણીયા, આમદ હનીફ નોતિયાર, જકરીયા હાસમ સોતા, નવાબ દિના નોતિયાર અને સુલતાન મામદ કુંભારની ધરપકડ કરાઈ છે. વાહનો, કોપર કેબલ, ગ્રાઈન્ડર મશીન, પકડ અને લોખંડની કોસ મળી કુલ 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ 7 વધુ ગામોમાં પવનચક્કીઓમાં કેબલ ચોરીને અંજામ આપી ચુક્યા છે. આરોપીઓએ છેલ્લા 3 મહિનામાં પાનેલી, દયાપર, જુણાચાય, મણકાવાંઢ, મોટા વાલ્કા, નાના વાલ્કા અને મેઘપર સહિતના ગામોની પવનચક્કીઓમાં કેબલ ચોરી કરી છે.

  • 02 Apr 2026 04:04 PM (IST)

    વડોદરાના તાંદલજા પોલીસ ચોકી નજીક સાડા ત્રણ લાખ રૂપિયાની લૂંટ, 24 કલાકમાં બન્યો બીજો બનાવ

    વડોદરાના તાંદલજા વિસ્તારમાં સાડા ત્રણ લાખ રૂપિયાની લૂંટની ઘટના બની છે. પ્લાયવુડ દુકાનના માલિકનો ભત્રીજો રૂપિયા લઈને નીકળતા લૂંટાયો હોવાની માહિતી સામે આવી છે. કિસ્મત ચોકડીથી મહારાજા ચોકડી જતા માર્ગ પર બનાવ બન્યો. મહારાજા ચોકડી નજીક તાંદલજા પોલીસ ચોકીથી માત્ર 300 મીટર દૂર લૂંટનો બન્યો બનાવ. એ જ રોડ પર ગઈકાલે મોબાઈલની દુકાનમાં પણ થઈ હતી ચોરી. 24 કલાકમાં એક જ રોડ પર પોલીસ ચોકીની નજીક બન્યા બે બનાવ. ભોગ બનેલા યુવકના જણાવ્યા મુજબ પાછળથી આવેલા ત્રણ લુટારાઓએ મોબાઈલ અને રોકડ લૂંટ્યા. ઘટના બાદ યુવક ગભરાયેલી હાલતમાં જોવા મળ્યો. જે.પી રોડ પોલીસ સ્ટેશનને જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરાઈ છે.

  • 02 Apr 2026 03:52 PM (IST)

    ગાંધીનગરના  RTOમાં સર્વર ડાઉન થતાં લાયસન્સ ઈચ્છુકોને હાલાકી

    ગાંધીનગરના  RTOમાં સર્વર ડાઉન થતાં હાલાકી સર્જાઈ હતી. લાયસન્સ માટે વાહનચાલકોની લાગી લાંબી લાઇનો. આકરી ગરમીમાં યોગ્ય વ્યવસ્થાના અભાવે લોકો અકળાયા હતા.

  • 02 Apr 2026 03:48 PM (IST)

    અમદાવાદના દરિયાપુર-શાહપુરમાં ભાજપના ઉમેદવાર તરીકે મનપાની ચૂંટણી લડવા મુસ્લિમો ઈચ્છુક

    અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે શરુ કરેલ સેન્સ પ્રક્રિયામાં કેટલાક વોર્ડમાં મુસ્લિમો પણ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવા ઈચ્છુક. દરિયાપુર વોર્ડમાં 25 વર્ષથી સત્તાથી દૂર રહેલ ભાજપમાં દાવેદારો રાફડો ફાટ્યો છે. શહેરના સૌથી વધુ લઘુમતી વસ્તી ધરાવતા મતવિસ્તાર દરિયાપુરમાં દાવેદારોનો ઘસારો જોવા મળ્યો હતો. મુસ્લિમ દાવેદારો પણ પહોંચ્યા દાવેદારી કરવા માટે. દરિયાપુર વોર્ડમાં 50થી વધુ મહિલા અને પુરુષોએ કરી દાવેદારી. શાહપુર વોર્ડમાં 62થી વધુ દાવેદારોએ નિરીક્ષકો સમક્ષ કરી દાવેદારી. દરિયાપુરના મુસ્લિમ આગેવાનોને પણ ભાજપમાં જાગી આશા.

  • 02 Apr 2026 03:41 PM (IST)

    દેવભૂમિદ્વારકાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસ્યા કમોસમી વરસાદી ઝાપટા

    દેવભૂમિદ્વારકાના ખંભાળિયા તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો. આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયું. ખંભાળિયા શહેર અને સલાયા સહિતના ગ્રામ્ય પંથકમાં તેજ પવન સાથે કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા. અચાનક વરસેલા કમોસમી વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પાણીથી ભીંજાયા. તેજ પવન અને કમોસમી વરસાદને પગલે તૈયાર પાકને નુકસાનની ભીતિથી જગતનો તાત ચિંતિત. વાદળછાયા વાતાવરણ થી લોકોએ ગરમીથી મેળવી રાહત..

  • 02 Apr 2026 02:43 PM (IST)

    AAP એ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી હટાવી દીધા

    AAP એ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી હટાવી દીધા છે. પાર્ટીએ સચિવાલયને પત્ર લખીને વિનંતી કરી છે કે ચઢ્ઢાને સંસદમાં બોલવાનો સમય ન આપવામાં આવે. પંજાબના સાંસદ ડૉ. અશોક મિત્તલ નવા ઉપનેતા હશે.

  • 02 Apr 2026 02:42 PM (IST)

    આવતીકાલે રાજ્યના અનેક જિલ્લામાં માવઠાના એંધાણ: અંબાલાલ પટેલ

    રાજ્યમાં ફરી એકવાર માવઠાની સંભાવનાઓ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ આગામી 48 કલાક દરમિયાન મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે, જેના કારણે 3 એપ્રિલે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા અને જામનગર સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવી શકે છે. સાથે જ રાજકોટકચ્છબનાસકાંઠાસાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે. આ સાથે 40 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેનાથી ખેડૂતો અને સામાન્ય જનજીવન પર અસર થવાની સંભાવના છે.

  • 02 Apr 2026 02:36 PM (IST)

    ભરૂચ: દિવ્યાંગ સહાય યોજના દ્વારા અપાયેલા ફોનનો વિરોધ

    ભરૂચ જિલ્લામાં દિવ્યાંગ સહાય યોજના અંતર્ગત આપવામાં આવેલા મોબાઇલ ફોનને લઈને દિવ્યાંગોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. લાભાર્થીઓનો આક્ષેપ છે કે આપેલા 4G ફોન ટેક્નિકલ રીતે બિનઉપયોગી સાબિત થઈ રહ્યા છે અને તેમાં જરૂરી “ટોકબેક” જેવી સુવિધાઓ ઉપલબ્ધ નથી, જેના કારણે દ્રષ્ટિબાધિત લોકો માટે તેનો ઉપયોગ મુશ્કેલ બની રહ્યો છે. સાથે જ ફોનની કિંમત અને ગુણવત્તા અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. દિવ્યાંગોએ તાત્કાલિક આ ફોન બદલીને આધુનિક સુવિધાઓ ધરાવતા 5G ફોન આપવામાં આવે તેવી માંગ ઉઠાવી છે, જેથી તેઓ ડિજિટલ સેવાઓનો સરળતાથી લાભ લઈ શકે.

  • 02 Apr 2026 01:39 PM (IST)

    GEN Z મતદારો સુધી પહોંચવાનો ભાજપનો એકશન પ્લાન

    રાજકોટની મનપાની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્યારે ભાજપે GEN-Z મતદારો સુધી પહોંચવાનો નવો એકશન પ્લાન ઘડ્યો છે. ભાજપે દાવેદારો પાસે સોશિયલ મીડિયાના એકાઉન્ટની માહિતી માગી છે. દાવેદારોએ ફોર્મમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ અને તેમના ફોલોઅર્સની માહિતી આપવી ફરજીયાત છે. જેથી સોશિયલ મીડિયમાં તેમનું કેટલું પ્રભુત્વ છે તે માપદંડ પર તેમને આંકી શકાય.

  • 02 Apr 2026 12:21 PM (IST)

    સાળંગપુરધામમાં હનુમાન જયંતી મહોત્સવનો ભવ્ય પ્રારંભ

    બોટાદમાં સાળંગપુરધામમાં હનુમાન જયંતી મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. હનુમાન દાદાના જન્મોત્સવ પર માનવ મહેરામણ ઉમટ્યું. આ ખાસ મહોત્સવમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં રૂ. 25 લાખના ખર્ચે ભવ્ય આતશબાજી અને ક્રેન શો પણ યોજાયો. મોડી રાત્રે કીંગ ઓફ સાળંગપુરની વિશાળ પ્રતિમા પાસે અંદાજે 2000 થી પણ વધુ ફટાકડાઓથી આતશબાજી થઈ. 8 મિનિટની આતબાજી અને લાઈટ એન્ડ સાઉન્ડ શો દ્વારા સાળંગપુરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો.

  • 02 Apr 2026 11:28 AM (IST)

    સુરત શહેરમાં ચાલતા ટેક્સટાઇલ માર્કેટ માટે મોટી રાહત

    સુરત: યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મોટા સમાચાર આવ્યા છે. શહેરના ચલતા ટેક્સટાઇલ માર્કેટ અને વિવિંગ ઉદ્યોગ માટે સરકારે 1002 કરોડની સબસિડી રિલીઝ કરી છે. આ પગલાં હેઠળ 2019ની ટેક્સટાઇલ પોલિસી અને 2022ની આત્મનિર્ભર યોજનાની પેન્ડિંગ ફાઈલો ક્લિયર કરવામાં આવી છે. 4500થી વધુ ફાઈલોના નિકાલથી ઉદ્યોગકારોમાં રાહતની લાગણી છે. સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરકારને સતત રજુઆત કરવામાં આવી હતી. યુદ્ધના કારણે સુરતના કાપડ ઉદ્યોગના નિકાસ ઓર્ડરોમાં ઘટાડો થયો હતો, જેના પરિણામે વિવિંગ ઉદ્યોગ મંદીમાં ફસાયો હતો.

  • 02 Apr 2026 11:21 AM (IST)

    સુરત: માંગરોળમાં GIDCમાં લાગેલી આગ કાબૂમાં આવી

    સુરતઃ માંગરોળમાં GIDC વિસ્તારમાં લાગી આગને ફાયરના દમકલરીંગ ટીમે કાબૂમાં લીધી છે. કીમ ચાર રસ્તા પાસે દોરા બનાવતી શિવ શક્તિ નામની પ્લાસ્ટિક કંપનીમાં આગ લાગી હતી, જે બાજુમાં આવેલી રંગોલી કંપનીમાં પણ ફેલાઈ હતી. બંને કંપનીઓમાં રહેલી મશીનરી અને સામાન બળીને ખાક થઈ ગયા. 8થી વધુ ફાયરની ટીમે લગભગ 10 કલાકની મહેનત પછી આગ પર કાબૂ મેળવ્યો અને હાલ કુલિંગ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે.

  • 02 Apr 2026 10:50 AM (IST)

    અમદાવાદ: ભાજપમાં આજથી સેન્સ પ્રક્રિયા શરૂ

    અમદાવાદઃ ભાજપમાં આજેથી સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઉમેદવારી નોંધાવવા માટે ભાજપે ચોક્કસ ક્રાઇટેરિયા નક્કી કર્યા છે. ઉમેદવારોને પોતાની વ્યક્તિગત માહિતી જાહેર કરવી પડશે, જેમાં જો કોઈ ફોજદારી કેસ ચાલતો હોય તો તેની જાણકારી પણ સામેલ રહેશે. ઉપરાંત, ઉમેદવારોએ પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલ અને ફોલોવર્સની સંખ્યા દર્શાવવી પડશે, અને અગાઉ ચૂંટણી લડી હોય તો તે અંગેની માહિતી પણ રજૂ કરવી પડશે.

  • 02 Apr 2026 10:31 AM (IST)

    વડોદરાઃ શહેરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ

    વડોદરાઃ શહેરમાં અસામાજિક તત્વો બેફામ થયા છે. ન્યૂ VIP રોડ પર જાહેરમાં થયેલી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બે યુવકો જાહેરમાં બાખડતા જોવા મળ્યા, જેમાં એક યુવકે હાથમાં પથ્થર લઈને હુમલો કરવાનો પ્રયાસ કર્યો.

  • 02 Apr 2026 09:09 AM (IST)

    બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 4.43% વધ્યું, તેલના ભાવમાં વધારો

    વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ બેન્ચમાર્ક, બ્રેન્ટ ક્રૂડ હવે વધુ 4.43% વધીને $105.64 પર પહોંચી ગયું છે.

  • 02 Apr 2026 07:44 AM (IST)

    4 એપ્રિલ સુધી રાજ્યમાં કમોસમી વરસાદના એંધાણ

    હવામાન વિભાગે આગાહી કરી છે કે 4 એપ્રિલ સુધી રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા છે, કારણ કે એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ખાસ ચેતવણી આપવામાં આવી છે, જ્યારે બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં પણ કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે.

  • 02 Apr 2026 07:25 AM (IST)

    ઈરાન પર 2-3 અઠવાડિયામાં મોટો હુમલો કરવામાં આવશે: ટ્રમ્પ

    અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ અમેરિકન બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ઈરાનમાં કાર્યવાહી શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ થશે. તેમણે કહ્યું કે અમેરિકાએ ઈરાનના પરમાણુ સ્થળ પર હુમલો કરવાની સત્તા આપી છે. ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી કે 2-3 અઠવાડિયામાં ત્યાં મોટો હુમલો કરવામાં આવશે.

  • 02 Apr 2026 07:25 AM (IST)

    ઇન્ડોનેશિયામાં 7.4 ની તીવ્રતાના ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું, જેના કારણે સુનામીના મોજા ઉછળ્યા

    આજે ઇન્ડોનેશિયામાં 7.4 ની તીવ્રતાના ભૂકંપથી મોલુક્કા સમુદ્રમાં સુનામીના નાના મોજા ઉછળ્યા.

  • 02 Apr 2026 07:23 AM (IST)

    ઇરાન યુદ્ધ હાલ સમાપ્ત નહીં થાયઃ ડૉનાલ્ડ ટ્રમ્પ

    Donald Trump એ રાષ્ટ્રજોગ સંબોધનમાં ઇરાન મુદ્દે કડક વલણ દર્શાવતા કહ્યું કે યુદ્ધ હાલ સમાપ્ત થવાનું નથી અને અમેરિકાની સુરક્ષા માટે “એપિક ફ્યૂરી” કામગીરી યથાવત રહેશે. તેમણે ચેતવણી આપી કે આગામી 2-3 સપ્તાહમાં ઇરાન પર ભીષણ હુમલા કરવામાં આવશે અને અમેરિકા એવી જીત મેળવશે કે વિશ્વએ ક્યારેય નહીં જોઈ હોય.

Published On - Apr 02,2026 7:22 AM

Follow Us
રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત, આજથી તાપમાનમાં ઘટાડાની શક્યતા
રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત, આજથી તાપમાનમાં ઘટાડાની શક્યતા
તમારા ગુસ્સાને કાબૂમાં રાખો, ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળો
તમારા ગુસ્સાને કાબૂમાં રાખો, ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળો
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">