
મિડલ ઈર્સ્ટમાં તણાવ સતત વધી રહ્યો છે. બુધવારે ઈરાને દાવો કર્યો કે, તેને કુવૈત,ઈરાન અને બેહરીનમાં રહેલા અમેરિકી સૈન્ય ઠેકાણાને નિશાન બનાવી મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે. આ હુમલો એવા સમયે થયો છે. જ્યારે હાલના દિવસોમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સૈન્ય ટકરાવ તેજ બન્યો છે.
કુવૈતમાં સવાર-સવારના અનેક લોકોએ જોરદાર ધમાકાનો અવાજ સાંભળ્યો હતો.ત્યારબાદ કુવૈતની સેનાએ એક નિવેદન જાહેર કરતા કહ્યું તેને એર ડિફેન્સ સિસ્ટમ દુશ્મનની મિસાઈલ અને ડ્રોનને રોકવાનો અને નષ્ટ કરવાની કાર્યવાહી કરી રહ્યા છે. સેનાએ કહ્યું કે, લોકોને જે ધમાકાનો અવાજ સંભળાયો છે. તે આજ ઈન્ટરસેપ્શન ઓપરેશનના કારણે થયો હતો.
અમેરિકી સેન્ટ્રલ કમાંડે ઈરાને તે દાવાને ખોટો જણાવ્યો છે. જેમાં કહ્યું કે, ઈરાને બેહરીનાં યુએસ નેવીના પાંચમા મોટા મુખ્યાલય અને એક અમેરિકી એરબેસ પર મિસાઈલ અને ડ્રોન હુમલો કર્યો છે.CENTCOMએ કહ્યું કે, તમામ હવાઈ ખતરોના સમય રહેતા રોકી દેવામાં આવી ગઈ છે અને કોઈ પણ અમેરિકી સૈન્ય ઠેકાણા પર હુમલો સફળ થયો નથી.
સ્થિતિ ગંભીર હોવાના કારણે કુવૈતની સેનાએ લોકોને એક ચેતવણી આપી છે. સેનાએ કહ્યું કે, જો ક્યાંય મિસાઈલ, કે ડ્રોન તેમજ તેના ટુકડા પડેલા જોવા મળી રહ્યા હોય તો તેની પાસે ન જાય અને તેને હાથ ન લગાવે. અધિકારીઓએ કહ્યું કે, આવા કાટમાળામાંથી લોકોના જીવને ખતરો બની શકે છે.
રક્ષા મંત્રાલયના આધિકારિક પ્રવક્તા કર્નલ સઉદ અબ્દુલઅજીજી અલ ઓતેબીએ નાગરિકો અને દેશમાં રહેતા વિદેશીઓને અપીલ કરી કે, જો કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી જાય તો તરત ઈમરજન્સી નંબર પર સુચના આપો. તેમણે લોકોને માત્ર સરકારી અને આધિકારિક સ્ત્રોતોથી જાણકારી લેવી અને સુરક્ષા નિર્દેશોનું પાલન કરવાનું પણ કહ્યું છે. કુવૈતી સેનાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, દેશની સુરક્ષા બનાવી રાખવા માટે તમામનો સહયોગ જરુરી છે.