Breaking News: ભારત આવી રહેલા 28 જહાજ ફારસની ખાડીમાં ફસાયા, 18 પર લાગેલો છે ત્રિરંગો, ઈરાન દ્વારા મંજૂરી મળવામાં થઈ રહ્યો છે વિલંબ

અમેરિકા ઈરાન વચ્ચે ચાલી છેલ્લા 32 દિવસથી ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં ઈંધણની અછત સર્જાઈ છે. આવી સ્થિતિમાં ભારતની સ્થિતિ થોડી સારી છે. ભારત પાસે હાલ 60 દિવસ ચાલે એટલુ ઈંધણ છે અને હજુ ઈંધણ લઈને આવનારા જહાજો અધવચ્ચે અટવાયેલા છે. ફારસની ખાડીમાં ઈરાન દ્વારા મંજૂરી મળવાની રાહમાં ભારત આવી રહેલા 28 જહાજો હાલ ફસાયેલા છે. જેમા 18 ભારતીય જહાજો છે. ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે ઈરાન મંજૂરી આપવામાં કેમ વિલંબ કરી રહ્યુ છે.

Breaking News: ભારત આવી રહેલા 28 જહાજ ફારસની ખાડીમાં ફસાયા, 18 પર લાગેલો છે ત્રિરંગો, ઈરાન દ્વારા મંજૂરી મળવામાં થઈ રહ્યો છે વિલંબ
| Updated on: Mar 31, 2026 | 7:50 PM

ઈરાન અમેરિકા યુદ્ધને કારણે પર્સિયન ગલ્ફ (ફારસની ખાડી) થી ભારત આવી રહેલા જહાજો લંગર નાખીને સ્થિર ઉભા છે. આ જહાજોમાં 18 ભારતીય ધ્વજવાળા જહાજો છે, જ્યારે 10 વિદેશી ટેન્કરો છે જે તેલ અને ગેસ લઈને ભારત આવી રહ્યા છે.

ફારસની ખાડીથી ભારત આવતા આ 28 જહાજોનું સતત આ પ્રકારે મંજૂરીની રાહે ફસાયેલા રહેવુ એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવાની ઈરાન દ્વારા અપાયેલી ખાતરીની વિશ્વસનિયતા પર સવાલ ખડા કરે છે.

ઈંધણ લઈને ભારત આવી રહ્યા છે 10 વિદેશી ટેન્કર

શિપિંગ મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ સિંહાએ ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અખબાર TOI ના સંવાદદાતા દીપક દાસને માહિતી આપી હતી કે હાલમાં પર્સિયન ગલ્ફમાં ફસાયેલા 10 વિદેશી ટેન્કરોમાંથી ત્રણ LPG, ત્રણ LNG અને ચાર ક્રૂડ ઓઇલથી ભરેલા છે.

18 ભારતીય જહાજોને ક્લિયરન્સ અપાવવાની પ્રાથમિક્તા

રાજેશ સિંહાએ જણાવ્યું હતું કે સરકારનો પ્રાથમિક ઉદ્દેશ્ય ભારતીય ધ્વજવાળા જહાજોને હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા પસાર થવા માટે ક્લિયરન્સ સુરક્ષિત કરવાનો છે.
જોકે, શનિવારે, બે LPG ટેન્કરો જેમાં 94,000 મેટ્રિક ટન રાંધણ ગેસનો સંયુક્ત કાર્ગો હતો ને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની પરવાનગી આપવામાં આવી હતી.

આ બે જહાજો આગામી એક કે બે દિવસમાં મુંબઈ અને ન્યુ મેંગલોર બંદરો પર પહોંચવાની અપેક્ષા છે. ઉપલબ્ધ માહિતી અનુસાર, યુદ્ધ શરૂ થયા પછી ઓછામાં ઓછા ચાર ભારતીય ધ્વજવાળા ટેન્કરો હોર્મુઝ સ્ટ્રેટમાંથી સફળતાપૂર્વક પસાર થઈને ભારત પહોંચ્યા છે.

ફારસની ખાડી તરફ જહાજોની વાપસીની સ્થિતિ અનિર્ણિત

જે જહાજોએ પોતાનો કાર્ગો ઉતાર્યો છે તેમને ફરીથી લોડ કરવા માટે ફારસની ખાડીમાં પાછા મોકલવામાં આવશે કે કેમ તે અંગેના પ્રશ્નના જવાબમાં રાજેશ સિંહાએ ટિપ્પણી કરી, “અમે હજુ સુધી તે તબક્કે પહોંચ્યા નથી જ્યાં અમે તેમને (ભારતીય જહાજોને) પાછા મોકલવાનું શરૂ કરી શકીએ.”

યુદ્ધને કારણે હોર્મુઝ તરફના બાહ્ય વિસ્તારો પણ જોખમી

હાલની સ્થિતિને જોતા જોખમ ફક્ત હોર્મુઝ સ્ટ્રેટ પૂરતુ મર્યાદિત નથી. હોર્મુઝ સ્ટ્રેટના બાહ્ય માર્ગોને પણ ઉચ્ચ જોખમી ક્ષેત્ર (હાઈ રિસ્ક એરિયા) માં સામેલ કરવામાં આવ્યા છે. સરકારે જણાવ્યું છે કે, આ જ કારણોસર, કોમર્શિયલ વીમાનું પ્રીમિયમ વધારવામાં આવ્યુ છે, અને ભવિષ્યમાં તેમાં વધુ વધારો થઈ શકે છે.

ઈરાન તરફથી ક્લિયરન્સની પ્રક્રિયામાં ઘણો વિલંબ

ભારતના પહેલા બે LPG ટેન્કર માર્ચના મધ્યમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયા હતા. આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ, 29 માર્ચની આસપાસ, બે વધુ LPG ટેન્કર પણ સ્ટ્રેટમાંથી પસાર થઈ શક્યા હતા. આ સૂચવે છે કે ઈરાને અત્યાર સુધી હોર્મુઝ સ્ટ્રેટના ઉપયોગ અંગે મિત્ર રાષ્ટ્રોને મર્યાદિત મુક્તિ આપી છે અને જે ગતિએ જહાજોને પસાર થવાની મંજૂરી આપવામાં આવી રહી છે તે અત્યંત ધીમી છે.ઈરાની સંસદ ટોલ વસૂલાતમાંથી મુક્તિ મંજૂર કરે તે પછી આ પ્રક્રિયા ઝડપી થવાની શક્યતા છે અને પરિણામે, જહાજોના ટ્રાફિકનું પ્રમાણ વધશે.

સડકછાપ ટપોરી પણ જાહેરમાં બોલતા પરહેઝ કરે એવી ભદ્દી કોમેન્ટ અમેરિકાના ‘સનકી’ રાષ્ટ્રપ્રતિ ટ્રમ્પે સાઉદી ક્રાઉન પ્રિન્સ વિશે કરી?- વાંચો

Published On - 7:50 pm, Tue, 31 March 26

Follow Us