
30 સપ્ટેમ્બર 2026ના રોજ એવી ઘટના બની જેને લોકો વર્ષો સુધી યાદ કરશે. તેમાં પણ ફ્લાયદુબઈના પાયલોટ સ્મિત મચ્છર ( smit machchhar )ને આખી દુનિયા સલામ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તો તેમને હીરો કહ્યા છે.ફ્લાયદુબઈની તેલ અવીવ ફ્લાઈટ FZ1073માં મૂળ ભારતીય કેપ્ટન મચ્છર પર ઓમાનના કો-પાયલટે કોકપીટમાં જઈ કુહાડીથી હુમલો કર્યો હતો. અંદાજે 34 હજાર ફીટ ઉંચાઈ પર આ ઘટના દરમિયાન વિમાન સ્પીડમાં નીચે આવ્યું હતુ. તેમજ હાઈજેકની શંકા ઉભી થઈ હતી.
આ સમગ્ર ઘટનામાં કેપ્ટન મચ્છરે હિંમત હારી નહી. તેમણે કોકપિટનો દરવાજો અનલોક કરી મદદ માટે બુમો પાડી હતી. ત્યારબાદ યાત્રિકો અને ક્રુએ હુમલાખોર પર કાબુ કર્યો હતો. વિમાનને સઉદી અરબના તબુક ડાયવર્ટ કરવામાં આવી હતી. અહી સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતુ. ફ્લાઈટમાં 174 લોકો સવાર હતા.
EXTENDED INTERVIEW: Israeli Prime Minister Benjamin Netanyahu speaks with @TonyDokoupil about Wednesday’s incident aboard a FlyDubai flight to Israel where the co-pilot allegedly stabbed the pilot and tried to crash the plane. https://t.co/onHO7bZE9Z https://t.co/E5V1QylA40
— CBS Evening News with Tony Dokoupil (@CBSEveningNews) October 1, 2026
હવે વિમાનની સુરક્ષાને લઈ સવાલો થઈ રહ્યા છે. પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે, ભારતીય પાયલોટ પર કો-પાયલટે ચાકુ દ્વારા હુમલો કર્યો હતો. પરંતુ આ મામલે નવો ખુલાસો સામે આવ્યો છે. ઈઝરાયલી વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહુના જણાવ્યા મુજબ કોકપિટમાં રહેલી ઓમાની કો પાયલટે ભારતીય કેપ્ટન મચ્છર પર કુહાડીથી હુમલો કર્યો હતો.તમને જણાવી દઈએ કે, ફ્લાઈટમાં કુલ 174 લોકો સવાર હતા.બેન્ઝામિન નેતન્યાહુએ પણ સ્મિત મચ્છરના વખાણ કર્યા છે. ઈજાગ્રસ્ત હોવા છતાં તેમણે બહાદુરી બતાવી હતી.
હવે લોકોને એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઉભો થાય છે.કોકપીટમાં કુહાડી કેમ રાખવામાં આવે છે? ક્રેશ કુહાડી એ વિમાનમાં રાખવામાં આવતું એક ઈમરજન્સીનું સાધન છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે કટોકટીમાં રસ્તો કરવા, ફસાયેલી વસ્તુને કાપવા માટે થઈ શકે છે.
વિમાનના નિયમો મોટા પેસેન્જર વિમાનો માટે આવા કટોકટીના સાધનો રાખવા ફરજિયાત છે. આ કોકપીટમાં મૂકવામાં આવે છે જેથી જરૂર પડે ફ્લાઇટ ક્રૂ તેનો તાત્કાલિક ઉપયોગ કરી શકે. તેથી, કોકપીટમાં કુહાડીની હાજરી અસામાન્ય નથી. આ ઘટનાએ ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. કારણ કે, વડા પ્રધાન નેતન્યાહૂના મતે, એક ક્રૂ સભ્યએ બીજા પાઇલટ પર હુમલો કરવા માટે આ સાધનનો ઉપયોગ કર્યો હતો.એરપોર્ટ પર મુસાફરો પાસેથી નેઇલ કટર પણ જપ્ત કરવામાં આવે છે, પરંતુ કોકપીટમાં હંમેશા એક તીક્ષ્ણ કુહાડી હોય છે.