AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ફ્લાયદુબઈના ભારતીય પાયલોટ સ્મિતને દુનિયા કરે છે સલામ, જાણો કોણ છે સ્મિત મછાર

ફ્લાયદુબઈ (Flydubai )ની ફ્લાઇટમાં એક પાઇલટ પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. ભારતીય પાઇલટ સ્મિત માચરે (smit machchhar )હુમલાખોરને રોકવામાં મદદ કરી હતી, જેનાથી 174 લોકોના જીવ બચી ગયા હતા. ટ્રમ્પ અને નેતન્યાહૂએ તેમને હીરો કહ્યા છે.

Breaking News : ફ્લાયદુબઈના ભારતીય પાયલોટ સ્મિતને દુનિયા કરે છે સલામ, જાણો કોણ છે સ્મિત મછાર
| Updated on: Oct 01, 2026 | 7:43 AM
Share

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઈદુબઈ (Flydubai )ની ફ્લાઈટમાં બુધવારે એક મોટો અકસ્માત થતાં થતાં બચી ગયો હતો. વિમાનમાં એક પાયલટે બીજા પાયલટ પર ચાકુથી હુમલો કર્યો હતો અને વિમાનને ક્રેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન ભારતીય પાયલટ કૈપ્ટન સ્મિત મછાર (smitmachchhar )ની બહાદુરી દેખાડી હતી. વિમાનમાં સવાર 174 લોકોના જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. તેને લઈ કેપ્ટન સ્મિતના દુનિયાભરમાં વખાણ થઈ રહ્યા છે.

પીએમ મોદીએ કૈપ્ટન સ્મિત મછારને કહ્યું હીરો

કોણ છે કેપ્ટન સ્મિત મછાર

ગુજરાતી કેપ્ટન સ્મિત મછારની PM નરેન્દ્ર મોદીએ કરી પ્રશંસા કરી છે. કેપ્ટન સ્મિત મછાર ભારતીય નાગરિક છે. તે મૂળ ગુજરાતનો છે. અંદાજે 11 વર્ષથી સ્પાઈસજેટમાં કામ કરી રહ્યો છે. જૂન 2022માં ફ્લાઈદુબઈ સાથે જોડાયો છે. તે બોઈંગ 737 ઉડાવે છે. તેની પાસે કર્મિશયલ એવિએશનનો 10 વર્ષથી વધારેનો અનુભવ છે.

ઈઝરાયલ પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહુએ સ્મિતની બહાદુરીના વખાણ કરતા તેને સાચો હીરો કહ્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ભારતીય પાયલોટના વખાણ કર્યા હતા. ટ્રમ્પે કહ્યું કે,તેમણે આ ઘટનાને લઈ નેતન્યાહુ સાથે વાત કરી છે.

નેતન્યાહુએ સોશિયલ મીડિયા પર લખ્યું ભારતીય કેપ્ટન સ્મિત મછારની બહાદુરીને મારા સલામ. ચાકુથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છતાં તેમણે હુમલાખોરનો મુકાબલો કર્યો હતો. તેમજ કોકપિટનો દરવાજો ખોલ્યો હતો. જેનાથી યાત્રિકો અને ક્રુને હુમલાવર પર કાબુ કરવામાં મદદ મળે. હવામાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. તેમણે ઈઝરાયલી નાગરિક સહિત 174 લોકોના જીવ બચાવ્યા છે. હું કેપ્ટન મચછારના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યો છું.

શું હતી સમગ્ર ઘટના

ફ્લાયદુબઈએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે કોકપીટમાં પાઇલટ્સ વચ્ચે વિવાદ થયો હતો. ફ્લાયદુબઈના કેટલાક ક્રૂ સભ્યો પણ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમણે પરિસ્થિતિને સંભાળી, વિમાનને ડાયવર્ટ કર્યું અને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડિંગ કર્યું હતુ. એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમની પ્રથમ પ્રાથમિકતા ઘટનામાં સામેલ તમામ મુસાફરો અને ક્રૂની સલામતી, આરોગ્ય અને સુખાકારી સુનિશ્ચિત કરવાની છે. એરલાઇન આ મામલાની સત્તાવાર તપાસમાં પણ મદદ કરી રહી છે.

Breaking News : દુબઈથી તેલઅવીવ જઈ રહેલી ફ્લાઈટ ડાયવર્ટ,પાયલોટે હાઈજેકનું સિગ્નલ મોકલ્યું અહી ક્લિક કરો

Follow Us
ઓટો ડ્રાઈવર અને છોકરીઓ વચ્ચે થઈ 'ઝપાઝપી', બબાલ જોઈને લોકો હેરાન
ઓટો ડ્રાઈવર અને છોકરીઓ વચ્ચે થઈ 'ઝપાઝપી', બબાલ જોઈને લોકો હેરાન
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
g clip-path="url(#clip0_868_265)">