
અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બે મોટા નિર્ણયો જાહેર કર્યા છે. તેણે ઈરાન પર હુમલો કરવાની હાલ કોઈ યોજના ન હોવાનું જણાવ્યું છે. સાથે જ ઈરાન સાથે શાંતિ મંત્રણા ચાલુ રાખવાની વાત પણ કરી છે. બીજી તરફ, ટ્રમ્પે ઇઝરાયેલને દર વર્ષે આપવામાં આવતી 4 અબજ ડોલરની આર્થિક સહાય બંધ કરવાની જાહેરાત કરી છે. જોકે, તેણે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા ઇઝરાયેલને હથિયારો વેચવાનું ચાલુ રાખી શકે છે.
ફાઇનાન્શિયલ ટાઇમ્સ સાથેની વાતચીતમાં ટ્રમ્પે જણાવ્યું કે હાલમાં ઈરાન પર વધુ હુમલો કરવાની કોઈ યોજના નથી. બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે અને તેના પરિણામના આધારે આગળનો નિર્ણય લેવામાં આવશે. તેણે એમ પણ કહ્યું કે ઈરાન સાથે શાંતિ મંત્રણા માટેની તારીખ ટૂંક સમયમાં નક્કી થઈ શકે છે.
સોમવાર, 2 નવેમ્બરના રોજ અમેરિકાએ ઈરાનના કેશમ ટાપુ પર હુમલો કર્યો હતો. આ હુમલો મિડટર્મ ચૂંટણીના મતદાન પહેલાં કરવામાં આવ્યો હતો. જોકે, આ પગલાનો ચૂંટણીમાં ટ્રમ્પની પાર્ટીને કોઈ ફાયદો થયો નહીં. ચૂંટણીના પરિણામોમાં રિપબ્લિકન પાર્ટીને મોટો ફટકો પડ્યો. અહેવાલ મુજબ, સેનેટમાં પણ પાર્ટીની સ્થિતિ નબળી પડી શકે છે, જ્યારે કોંગ્રેસમાં ડેમોક્રેટિક પાર્ટીનું પ્રભુત્વ વધવાની શક્યતા છે.
ટ્રમ્પના બદલાયેલા વલણ પાછળ મુખ્યત્વે ત્રણ કારણો હોવાનું માનવામાં આવે છે.