Iran-US Ceasefire Breaking News: યુદ્ધવિરામની ખબર સાથે જ તેલના ભાવ ધડામ! યુએસ ક્રૂડ ઓઇલ 19% ઘટ્યું

અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર જાહેર થતા જ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો. હોર્મુઝ જળમાર્ગ ફરી ખૂલવાની આશાએ સપ્લાય અંગેની ચિંતા ઘટી છે.

Iran-US Ceasefire Breaking News: યુદ્ધવિરામની ખબર સાથે જ તેલના ભાવ ધડામ!  યુએસ ક્રૂડ ઓઇલ 19% ઘટ્યું
Breaking News Crude Oil Prices Crash After Trump Announce US-Iran Ceasefire Brent Falls Sharply Markets React
Image Credit source: AI Generated
| Updated on: Apr 08, 2026 | 8:47 AM

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ  ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવતા વૈશ્વિક તેલ બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે. સીઝફાયરના સમાચાર આવતા જ અમેરિકન ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે.

માહિતી મુજબ, US ક્રૂડ ફ્યુચર્સમાં પ્રતિ બેરલ 26 ડોલર સુધીનો ઘટાડો નોંધાયો, જેના કારણે ભાવ 91 ડોલર પ્રતિ બેરલ સુધી આવી ગયા. અગાઉના દિવસોમાં આ ભાવ 116 ડોલરથી ઉપર પહોંચ્યા હતા, જે છેલ્લા 52 અઠવાડિયાના ઉચ્ચ સ્તર નજીક હતા.

અમેરિકન ક્રૂડમાં મોટો ઘટાડો

ઇન્ટરનેશનલ માર્કેટમાં WTI ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ 19 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. ટ્રેડિંગ દરમિયાન ભાવ 91.11 ડોલર પ્રતિ બેરલ સુધી આવી ગયા હતા. જો દિવસના ઉચ્ચતમ સ્તર સાથે તુલના કરવામાં આવે તો કુલ ઘટાડો લગભગ 26 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો છે. વિશેષજ્ઞો માને છે કે સીઝફાયરનાને કારણે બજારમાં રહેલી અનિશ્ચિતતા ઘટી છે, જેના કારણે તેલના ભાવમાં ઝડપી ઘટાડો થયો છે.

બ્રેન્ટ ક્રૂડ અને ખાડી દેશોના તેલમાં પણ ઘટાડો

માત્ર US ક્રૂડ જ નહીં, પરંતુ ખાડી દેશોના તેલમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે. બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 15 ટકા કરતાં વધુનો ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ 92 ડોલર પ્રતિ બેરલ આસપાસ પહોંચી ગયા છે. એક દિવસ પહેલાં આ જ ભાવ 109 થી 112 ડોલર વચ્ચે હતા, જે દર્શાવે છે કે એક જ દિવસમાં લગભગ 18 ડોલરનો ઘટાડો થયો છે.

સીઝફાયરનો સીધો પ્રભાવ

ટ્રમ્પે જાહેરાત કરી હતી કે જો ઈરાન તરત જ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલે, તો અમેરિકા બે અઠવાડિયા સુધી કોઈ સૈન્ય કાર્યવાહી નહીં કરે.

ઈરાન તરફથી પણ સંકેત આપવામાં આવ્યો છે કે જો તેના પર હુમલા બંધ થશે, તો તે પણ પોતાની કાર્યવાહી રોકશે. આ સાથે જ હોર્મુઝ જળમાર્ગ પર બે અઠવાડિયા માટે સુરક્ષિત અવરજવર શક્ય બનશે, જે વૈશ્વિક તેલ સપ્લાય માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

બજારમાં કેમ આવ્યો ઘટાડો?

તાજેતરમાં યુદ્ધના તણાવને કારણે તેલના ભાવમાં ભારે વધારો થયો હતો. માર્ચ મહિનામાં તેલના ભાવમાં 50%થી વધુનો ઉછાળો નોંધાયો હતો. હવે સીઝફાયરના કારણે સપ્લાયમાં અવરોધ દૂર થવાની આશા વધી છે, જેના કારણે બજારમાં “રિસ્ક પ્રીમિયમ” ઘટી ગયો છે અને ભાવ નીચે આવ્યા છે.

10 મુદ્દાની શાંતિ યોજના

ટ્રમ્પે જણાવ્યું કે ઈરાન તરફથી 10 મુદ્દાનો પ્રસ્તાવ મળ્યો છે, જેને તેમણે ચર્ચા માટે સકારાત્મક આધાર ગણાવ્યો છે. વિશ્લેષકોના મતે, આ એક સારો આરંભ છે, પરંતુ હજુ પણ ઘણી શરતો પર સહમતિ થવાની બાકી છે.

હાલ માટે સીઝફાયરને કારણે વૈશ્વિક બજારમાં રાહતનો માહોલ છે અને તેલના ભાવમાં મોટો ઘટાડો થયો છે. પરંતુ આ શાંતિ તાત્કાલિક છે. જો આગળની ચર્ચાઓ સફળ નહીં થાય, તો ફરી તણાવ વધી શકે છે અને તેલના ભાવ ફરી ઉછળી શકે છે.

Iran-US Ceasefire Breaking News : ઈરાને વિજયનો દાવો કર્યો, કહ્યું- અમેરિકાએ અમારી 10 શરતો સ્વીકારવી પડી

Follow Us