
ChatGPT સામે કેસ કરવામાં આવ્યો છે. બ્રિટિશ કોલંબિયામાં દાખલ કરાયેલા આ કેસમાં આરોપ છે કે કંપનીએ જાનલેવા ધમકીઓને નજરઅંદાજ કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે ટમ્બલર રિજની એક સ્કૂલમાં ગોળીબાર કરનાર હુમલાખોરે અગાઉ ChatGPT પર ધમકીઓ આપી હતી, પરંતુ કંપનીએ આ અંગે પોલીસને જાણ કરી નહોતી.
આ કેસ સોમવારે (21 સપ્ટેમ્બર) સાન ફ્રાન્સિસ્કોની ફેડરલ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે. તેમાં OpenAI અને તેના CEO સેમ ઓલ્ટમેનને પણ પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. કેસમાં કોર્ટને એવી પણ વિનંતી કરવામાં આવી છે કે કંપની હિંસાની ધમકી ધરાવતી ચેટ્સને ઓળખવા અને તેના પર કાર્યવાહી કરવાની પોતાની પ્રક્રિયામાં સુધારો કરે.
આ સમગ્ર મામલે બ્રિટિશ કોલંબિયા સરકાર OpenAI પાસેથી નાણાંની માંગ કરી રહી છે. આ રકમનો ઉપયોગ ઇમરજન્સી સેવાઓ અને વિસ્તારના પુનઃસ્થાપન માટે થયેલા તથા ભવિષ્યમાં થનારા ખર્ચ માટે કરવામાં આવશે.
10 ફેબ્રુઆરી, 2026ના રોજ ટમ્બલર રિજ નામના નાના શહેરમાં હુમલો થયો હતો. આ ઘટનામાં મોટાભાગે લોકોનાં મોત થયા હતા. અધિકારીઓએ તેને કેનેડાની સૌથી ગંભીર ગોળીબારની ઘટનાઓમાંની એક ગણાવી હતી. હુમલાખોરે પહેલાં પોતાના ઘરે તેની માતા અને સાવકા ભાઈની હત્યા કરી હતી. ત્યારબાદ તે સ્કૂલમાં ગઈ, જ્યાં તે બાળકો અને શિક્ષકની હત્યા કરી હતી.
ત્યારબાદ હુમલાખોરે ઘટનાસ્થળે આત્મહત્યા કરી હતી. હુમલો કરનાર 18 વર્ષની જેસી વેન રૂટ્સલાર આ સ્કૂલની ભૂતપૂર્વ વિદ્યાર્થી હતી. સૂત્રો અનુસાર, ChatGPT ની સેફ્ટી ટીમે તેના હથિયારો અને હિંસા સંબંધિત સંવાદોની નોંધ લીધી હતી, પરંતુ કંપનીએ આ અંગે પોલીસને જાણ કરી નહોતી. કેનેડાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મંત્રી ઇવાન સોલોમને તાજેતરમાં કહ્યું હતું કે AI નિયમન અંગે વધી રહેલી માંગ સારી બાબત છે. જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે તમામ જોખમોને ગંભીરતાથી લેવામાં આવે છે.