Breaking News: ઈન્ડોનેશિયામાં ધરતી ધ્રૂજી, બાલીમાં અનુભવાયા ભૂકંપના આંચકા, 7.0ની તીવ્રતા

|

Aug 29, 2023 | 7:50 AM

ઈન્ડોનેશિયાની કુલ વસ્તી 270 મિલિયનની નજીક છે. અહીં દરરોજ ભૂકંપ આવતા રહે છે. 'રિંગ ઓફ ફાયર' પર સ્થિત હોવાના કારણે આ દેશ ભૂકંપ, જ્વાળામુખી ફાટવા અને સુનામીથી પ્રભાવિત છે.

Breaking News: ઈન્ડોનેશિયામાં ધરતી ધ્રૂજી, બાલીમાં અનુભવાયા ભૂકંપના આંચકા, 7.0ની તીવ્રતા
Image Credit source: Google

Follow us on

Breaking News:  ઈન્ડોનેશિયાના બાલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સવારે લગભગ 4 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર ગિલી એર ટાપુથી લગભગ 181 કિમી ઉત્તર-પૂર્વમાં અને 513.5 કિમીની ઊંડાઈએ હતું. હાલમાં આ ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. ઈન્ડોનેશિયાની જિયોફિઝિકલ એજન્સીના જણાવ્યા અનુસાર સુનામીનો કોઈ ખતરો નથી પરંતુ સંભવિત આફ્ટરશોક્સની ચેતવણી જારી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Earthquake breaking: ઉત્તર અર્જેન્ટીનામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિ નહીં

રવિચંદ્રન અશ્વિનની પહેલી ગર્લફ્રેન્ડ કોણ છે?
Burning Cloves : ઘરમાં લવિંગ સળગાવવાથી શું થાય ? જાણી લો
દક્ષિણ દિશામાં તુલસીનો છોડ રાખવાથી શું થાય ? જાણી લો
રવિચંદ્રન અશ્વિનની વાસ્તવિક ઉંમર કેટલી છે?
દેશની સૌથી અમીર દીકરી, મુકેશ અંબાણી સાથે તેનું છે ખાસ કનેક્શન
Hanuman Chalisa : 40 દિવસ સુધી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી શું થાય ?

એજન્સીએ શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 7.4 હોવાનું જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે બાલી સિવાય જાવા આઈલેન્ડ અને આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ બાદ ઈન્ડોનેશિયામાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. બધા પોતપોતાના ઘર અને હોટલમાંથી બહાર આવી ગયા. સ્થિતિ સામાન્ય થયા બાદ દરેકને સંદેશો આપવામાં આવ્યો હતો કે સુનામીનો કોઈ ખતરો નથી. તેના થોડા સમય બાદ આ જ વિસ્તારમાં ફરી એકવાર 5.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.

 

પૂર્વ જાવા, મધ્ય જાવા, પશ્ચિમ નુસા તેંગારા અને પૂર્વ નુસા તેંગારાના પડોશી પ્રાંતોમાં પણ આંચકા અનુભવાયા હતા. ત્યાંની ઈમારતો થોડીક સેકન્ડો સુધી ધ્રૂજતી રહી. એક ઓસ્ટ્રેલિયન પ્રવાસીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે એવું લાગ્યું કે હોટલની દીવાલો પડી જવાની છે. 27 કરોડની વસ્તીના દેશમાં ભૂકંપ આવતા રહે છે. ‘રિંગ ઓફ ફાયર’ પર સ્થિત હોવાથી, તે ભૂકંપ, જ્વાળામુખી ફાટવા અને સુનામીથી પ્રભાવિત છે.

 

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ઈન્ડોનેશિયા ભૂકંપના જોરદાર આંચકાથી હચમચી ગયું હતું. 21 નવેમ્બરના રોજ પશ્ચિમ જાવામાં 5.6ની તીવ્રતાના ભૂકંપમાં 331 લોકોના મોત થયા હતા. 2018 પછીનો આ સૌથી શક્તિશાળી ભૂકંપ હતો. સુલાવેસીમાં 2018માં આવેલા ભૂકંપ અને સુનામીમાં 4,000થી વધુ લોકો માર્યા ગયા હતા.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:33 am, Tue, 29 August 23

Next Article