‘પીટર નવારોએ મોદી-ટ્રમ્પ વચ્ચે લડાઈ કરાવવાનો પ્રયાસ કર્યો’- અમેરિકના પૂર્વ NSA જૉન બોલ્ટરે કર્યો ખૂલાસો, ભારતને આપી આ સલાહ

પીટર નાવારોએ અનેકવાર ભારત પર આડેદડ પ્રહારો કર્યા છે. તેમણે રશિયા પાસેથી તેલ ખરીદીને 'લોહીના પૈસા' ગણાવ્યા અને ભારતને 'ટેરિફ મહારાજા' કહીને કટાક્ષ કર્યો છે. આ ઉપરાંત, તેમણે ધમકી આપી છે કે જો નવી દિલ્હી અમેરિકાની શરતો નહીં સ્વીકારે, તો પરિણામ સારું નહીં આવે.

પીટર નવારોએ મોદી-ટ્રમ્પ વચ્ચે લડાઈ કરાવવાનો પ્રયાસ કર્યો- અમેરિકના પૂર્વ NSA જૉન બોલ્ટરે કર્યો ખૂલાસો, ભારતને આપી આ સલાહ
| Updated on: Sep 12, 2025 | 1:46 PM

ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને ખુલાસો કર્યો છે કે મોદી અને ટ્રમ્પ વચ્ચે લડાઈ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું છે કે વ્હાઇટ હાઉસના વેપાર સલાહકાર પીટર નવારોએ એકવાર વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે લડાઈ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. NDTV સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે “ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નવારોએ યુએસ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે લડાઈ શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.”

આ ઉપરાંત તેમણે સૂચવ્યું કે “આ માત્ર એક દેખાડા સમાન છે જેને ત્યાં સુધી સલામત રીતે અવગણી શકાય છે જ્યા સુધી બંને દેશો વચ્ચે વ્યાપારિક ચર્ચા માટે વાટાઘાટોની ટેબલ પર આવવામાં ન આવે.” તેમણે કહ્યુ કે ભારત “સોશિયલ મીડિયાની ધમકીઓ અને શોર-બકોરથી દૂર રહીને સખત મહેનત કરી શકે છે અને જોઈ શકે છે શું આપણે ટ્રે઼ડ ડીલને અવગણીને કોઈ સમજૂતિ પર પહોંચી શકીએ છીએ. તેમણે NDTV સાથેની વાતચીતમાં કહ્યુ, “હું એમ નથી કહી રહ્યો કે આ મુદ્દો સરળતાથી ઉકેલાઈ જશે, પરંતુ મને લાગે છે કે બંને પક્ષોમાં સદ્દભાવના હશે તો આના પર કામ કરવાનો પ્રયાસ કરી શકાય છે.

પીટર નવારો એ મોદી-ટ્રમ્પ વચ્ચે ઝઘડો કરાવવાનો પ્રયાસ કર્યો

જૉન બોલ્ટન, ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન થોડા સમય માટે અમેરિકાના NAS હતા. તેમણે NDTVને જણાવ્યુ કે “પીટર નાવારો તે બેઠકમાં ભારતની કથિત “અન્યાયી વેપાર નીતિઓ” વિશે સતત ફરિયાદ કરી રહ્યા હતા, જ્યારે અપેક્ષિત હતુ કે બંને નેતાઓ ચીન સાથે વ્યવહાર કરવા અને સદીના સૌથી મોટા સુરક્ષા પડકારો પર ચર્ચા કરવા જેવા વ્યૂહાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરશે.”બોલ્ટને કટાક્ષ કર્યો, “જો તમે પીટરને એકલો રૂમમાં છોડી દો અને એક કલાક પછી પાછા ફરો, તો તમે તેને પોતાની જાત સાથે દલીલ કરતો જોશો.”

તમને જણાવી દઈએ કે પીટર નવારોએ ઘણી વખત ભારત પર નિશાન સાધ્યું છે. તેમણે રશિયા પાસેથી તેલની ખરીદીને “બ્લડ મની” ગણાવી છે અને તેને “ટેરિફ મહારાજા” કહીને ભારત પર કટાક્ષ કર્યો છે. આ ઉપરાંત, તેમણે ધમકી આપી છે કે જો નવી દિલ્હી અમેરિકાની શરતો સ્વીકારશે નહીં, તો પરિણામ સારું નહીં આવે. તેમની આ ટિપ્પણીઓથી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને ઘણું નુકસાન થયું છે. પરંતુ પીટર નવારો હજુ પણ આ જ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે. જેના સંદર્ભમાં જોન બોલ્ટને ભારતને ધીરજ રાખવાની સલાહ આપી છે. તેમણે સલાહ આપી છે કે પીટર નવારોના શબ્દોને અવગણવા જોઈએ અને ભારતે વેપાર વાટાઘાટોને અંતિમ સ્વરૂપ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

જો કોઈ દેશ સમુદ્રમાં ડૂબી જાય… પરંતુ નાગરિકો બચી જાય તો શું નક્શામાં એ દેશ રહેશે કે ખોવાઈ જશે? શું કહે છે ઈન્ટરનેશનલ કાયદો?