દરરોજનું 70 કિલોમીટરનું ટ્રાવેલિંગ કરે છે આ કુતરો, જેના માટે ગવર્મેન્ટે ફ્રી ટ્રાન્સપોર્ટ નોટિસ જાહેર કરી છે

|

Sep 22, 2024 | 4:15 PM

તુર્કીના ઈસ્તાબુલમાં એક કુતરાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. આ કુતરો માત્ર બસ જ નહિ પરંતુ મેટ્રો ટ્રેનમાં પણ મુસાફરી કરતો જોવા મળે છે. તો ચાલો જાણીએ આ કુતરાએ કેમ સૌનું ધ્યાન ખેચ્યું છે.

દરરોજનું 70 કિલોમીટરનું ટ્રાવેલિંગ કરે છે આ કુતરો, જેના માટે ગવર્મેન્ટે ફ્રી ટ્રાન્સપોર્ટ નોટિસ જાહેર કરી છે

Follow us on

સામાન્ય રીતે તમે પાલતુ જાનવરોને તેના માલિકો સાથે કારમાં સફર કરતા જોયા હશે. પરંતુ શું તમે કોઈ કુતરાને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા જોયા છે. હવે તમે વિચારશું કે, શું આવું પણ બની શકે છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ વાત 100 ટકા સાચી છે. તુર્કીના ઈસ્તાંબુલમાં એક કુતરો છેલ્લા થોડા વર્ષોથી સોશિયલ મીડિયા સેસશન બન્યો છે. આ કુતરો માત્ર બસ જ નહિ પરંતુ મેટ્રો ટ્રેનમાં પણ મુસાફરી કરતો જોવા મળે છે. તે સામાન્ય લોકોની જેમ સીડી અને લિફ્ટનો પણ ઉપયોગ કરે છે. તો ચાલો આજે આપણે જાણીએ આ કુતરો કેમ સ્પેશિયલ માનવામાં આવે છે.

આ કુતરો મુસાફરી માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે

આ કુતરાનું નામ બોઝી છે. આ કુતરો એટલો સમજદાર છે કે, દરેક પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે. મહત્વની વાત તો એ છે કે, આ કુતરો તમામ નિયમોનું પણ પાલન કરે છે. તે મેટ્રોમાં મુસાફરી કરતા પહેલા સિક્યોરિટી ચેકિંગ પણ કરે છે. આ કુતરાના સોશિયલ મીડિયા પર અનેક વીડિયો પણ અપલોડ થઈ ચૂક્યા છે. હવે તો તુર્કીમાં આ કુતરો સોશિયલ મીડિયા સેંસેશન પણ બની ચૂક્યો છે. કેટલાક લોકો તો આ કુતરા સાથે સેલ્ફી લેતા પણ જોવા મળતા હોય છે.

ગુજરાતનું આ શહેર છે સૌથી ગરીબ શહેર
આ છે પાકિસ્તાનના 'અંબાણી', તમે અનિલ અંબાણીનું નામ ભૂલી જશો
જાણીતા ગુજરાતી ગાયક વિજય સુવાળા વિશે જાણો
50 રૂપિયાની નોટ પર મોટું અપડેટ, જાણો વિગત
સીડી વગર એક્ઝોસ્ટ ફેનમાંથી ધૂળ સાફ કરવાનો જુગાડ
ખાલી પેટ લવિંગનું પાણી પીવાથી જાણો શું થાય છે?

 

રિપોર્ટ અનુસાર, સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશને બોઝીની લોકપ્રિયતાને જોતા તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ બનાવ્યું છે. આના દ્વારા તે લોકો સાથે જોડાયેલા રહે છે. હવે મહત્વની વાત તો એ છે કે,ગવર્મેન્ટે આ કુતરા માટે ફ્રી ટ્રાન્સપોર્ટ નોટિસ જાહેર કરી છે. આ કુતરાનું નામ બોજી છે.

દરરોજનું 70 કિલોમીટરનું ટ્રાવેલિંગ કરે છે બોઝી

30 સ્ટેશન બાદ ઉઠી જાય છે, ત્યારબાદ બસ પકડે છે. ત્યારબાદ આઈલેન્ડ પર જવા માટે શિપના બોર્ડિંગ પોઈન્ટ પર ચાલ્યો જાય છે. બોઝીના ડેઈલી રુટિને સૌ કોઈનું ધ્યાન ખેચ્યું છે.કુતરાને ફોલો કરતા એ જાણ થઈ કે, આ કુતરો કોઈ સામાન્ય કુતરો નથી , પરંતુ બોઝીના માલિકનું મૃત્યું થઈ ચૂક્યો છે. તેનો માલિક તેને પહેલા આઈલેન્ડ પર ફરવા લઈ જતો હતો. આ રુટથી જ લઈ જતા હતા. હવે બોઝી તેના માલિક વગર દરરોજનું 70 કિલોમીટરનું ટ્રાવેલિંગ કરે છે. આ રુટ સાથે તેની અને તેના માલિકની જુની યાદો જોડાયેલી છે.

Next Article