Big News : પાકિસ્તાનના કરાચી શહેરમાં બ્લાસ્ટ, 12 લોકોના મોત, બચાવ કામગીરી શરૂ

|

Dec 18, 2021 | 5:25 PM

આ મામલે પોલીસનું કહેવું છે કે આ બ્લાસ્ટ ગટરમાં ગેસ લીક ​​થવાને કારણે થયો હતો. ઘટનાની માહિતી મળતા જ રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી.

Big News : પાકિસ્તાનના કરાચી શહેરમાં બ્લાસ્ટ, 12 લોકોના મોત, બચાવ કામગીરી શરૂ
Blast in Pakistan

Follow us on

Blast In Pakistan: પાકિસ્તાનના કરાચી શહેરમાં(Karachi)  શનિવારે જબરદસ્ત બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ શહેરના શેર શાહ પરચા ચોક વિસ્તારમાં થયો, જેમાં 12 લોકોના મોત થયા છે અને 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઈજાગ્રસ્ત લોકોને હાલ શહેરની શહીદ મોહતરમા બેનઝીર ભુટ્ટો હોસ્પિટલમાં (Hospital)  સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે. મળતા અહેવાલો અનુસાર ઈજાગ્રસ્ત લોકોમાંથી ચારની હાલત ગંભીર છે.

 

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

વિસ્ફોટનું કારણ અકબંધ

અહેવાલો અનુસાર આ બ્લાસ્ટ શેર શાહ પરચા ચોક વિસ્તારના એક નાળામાં થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટના કારણે એક ખાનગી બેંકની ઈમારતને ભારે નુકસાન થયું છે. આ મામલે  પોલીસનું કહેવું છે કે, આ બ્લાસ્ટ ગટરમાં ગેસ લીક ​​થવાને કારણે થયો હતો. ઘટનાની માહિતી મળતા જ રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી હતી

જોકે, સાવચેતીના ભાગરૂપે હાલ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસ (Pakistan Police) અને રેન્જર્સ પણ ઘટના સ્થળે તૈનાત કરવામાં આવ્યા છે. હાલ આ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પોલીસનું સર્ચ ઓપરેશન પૂર્ણ થયા બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ આ બ્લાસ્ટની તપાસ શરૂ કરી શકશે. સિંધ રેન્જર્સ દ્વારા પણ એક નિવેદન કરવામાં આવ્યું છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે શેરશાહ પરચા ચોક પાસે થયેલા વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ થયા છે.

 

બ્લાસ્ટને પગલે ભારે નુકશાન

કરાચી શહેરના HSO ઝફર અલી શાહે જણાવ્યું હતું કે, આ બ્લાસ્ટ એક ખાનગી બેંકની નીચે આવેલી ગટરમાં થયો હતો. વધુમાં શાહે કહ્યું કે બ્લાસ્ટમાં બેંકની ઈમારત અને નજીકના પેટ્રોલ પંપને ભારે નુકસાન થયું છે. હાલ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ બ્લાસ્ટ ગટરમાં ગેસના સંચયને કારણે થયો હતો. બ્લાસ્ટના વાયરલ થઈ રહેલા ફૂટેજમાં ક્ષતિગ્રસ્ત ઈમારત અને કાટમાળ જમીન પર પડેલો જોવા મળ્યો હતો. હાલ લોકો કાટમાળ હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હજુ પણ અનેક લોકો કાટમાળ નીચે લોકો દબાયા હોવાની આશંકા છે.

 

 

આ પણ વાંચો : અમેરિકામાં કર્મચારીઓ માટે હવે વેક્સિન ફરજિયાત! અમેરિકી અદાલતે રાષ્ટ્રપતિ જો બાઈડેનના નિર્ણયને આપી મંજૂરી

 

આ પણ વાંચો : શ્રીલંકા પરની પકડ ગુમાવીને ચીન સ્તબ્ધ, ભારતને ફરી નજીક આવતું જોઈને પિત્તો ગુમાવ્યો

Published On - 5:09 pm, Sat, 18 December 21

Next Article