Big News: બેન્કિંગ ઈતિહાસમાં સૌથી મોટી ભૂલ, Citi Bankને 3,650 કરોડનું નુકસાન, જાણો શું છે મામલો

|

Feb 17, 2021 | 9:23 PM

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં બેંકિંગ ક્ષેત્રેના આવા ઘણા અહેવાલો આવ્યા છે, જેનાથી સામાન્ય લોકોમાં ચિંતા વધી ગઈ છે. હવે આવા જ એક સમાચાર Citi Bank તરફથી આવી રહ્યા છે.

Big News: બેન્કિંગ ઈતિહાસમાં સૌથી મોટી ભૂલ, Citi Bankને 3,650 કરોડનું નુકસાન, જાણો શું છે મામલો
CitiBank

Follow us on

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં બેંકિંગ ક્ષેત્રેના આવા ઘણા અહેવાલો આવ્યા છે, જેનાથી સામાન્ય લોકોમાં ચિંતા વધી ગઈ છે. હવે આવા જ એક સમાચાર Citi Bank તરફથી આવી રહ્યા છે. આ કેસને બેન્કિંગ ક્ષેત્રના ઈતિહાસમાં સૌથી મોટી ભૂલ (બ્લંડર) ગણવામાં આવી રહી છે. ખરેખર આ કેસ કોસ્મેટિક કંપની રેવલોન (Revlon) સાથે સંબંધિત છે. આ કંપનીને કારણે બેન્કને 500 મિલિયન ડોલર (લગભગ 3,650 કરોડ રૂપિયા)નું નુકસાન થયું છે. આવો જાણીએ કે આ આખો મામલો કેવી રીતે બન્યો

 

મનીકંટ્રોલના અહેવાલ મુજબ સિટીબેંકે આકસ્મિક રીતે 500 મિલિયનની રકમ કોસ્મેટિક કંપની રેવલોનને ટ્રાન્સફર કરી દીધી હતી. એક અધિકારીની ભૂલને કારણે ટ્રાન્સફર કરેલી આ રકમ બેંક પછી ખેંચી શકી નથી. કારણ કે બૅન્કની ભૂલને કારણે કંપની ભૂલથી ટ્રાન્સફર કરેલ આ રકમ પરત નથી કરી રહી. જેના કારણે મામલો અમેરિકાની કોર્ટમાં ગયો હતો. કોર્ટે બેંકની ભૂલને બેન્કિંગ ક્ષેત્રના ઈતિહાસમાં સૌથી મોટી ભૂલ (બ્લંડર) ગણાવી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ રીતે થઈ સૌથી મોટી ભૂલ

આ મામલો ઓગસ્ટ 2016નો છે, જ્યારે Citi Bankએ કોસ્મેટિક કંપની રેવલોનને 1.8 મિલિયન ડોલરની લોન આપી હતી. મોટી બ્રાન્ડ હસ્તગત કરવા કંપનીએ આ લોન લીધી હતી. પરંતુ બેંકના સોફ્ટવેર ભૂલને કારણે 500 મિલિયન ડોલરની રકમ ભૂલથી ટ્રાન્સફર થઈ ગઈ. બેંકના કહેવા મુજબ આ ભૂલ તેમના સોફ્ટવેર આઉટડેટેડ હોવાને કારણે થઈ હતી, જેના કારણે ભૂલથી રકમ કંપનીમાં ટ્રાન્સફર થઈ ગઈ. પરંતુ કંપનીએ આ રકમ પરત કરવાનો ઈનકાર કર્યો હતો. તે પછી કેસ અમેરિકન કોર્ટમાં ગયો. કોર્ટે પણ સ્વીકાર્યું કે આ બેંકની સૌથી મોટી ભૂલ છે.

કોર્ટે શું કહ્યું?

લગભગ 4 વર્ષથી કોર્ટમાં ચાલી રહેલા આ મામલે અમેરિકન કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે બેન્કિંગ ઈતિહાસમાં આ સૌથી મોટી ભૂલ છે. આનો અર્થ એ કે હવે સિટીબેંકને આ ભૂલ માટે મોટી સજા ભોગવવી પડશે અને 500 મિલિયન ડોલર લગભગ 3,650 કરોડનું નુકસાન થશે. આ પહેલા પણ બેન્કિંગ ક્ષેત્રે આવી કેટલીક ઘટનાઓ બની છે, પરંતુ પૈસાની બાબતમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ઘટના છે.

 

બેંક કોર્ટના નિર્ણય સાથે સહમત નથી

AFPના અહેવાલ મુજબ, Citi Bankના પ્રવક્તાએ કહ્યું છે કે અમે કોર્ટના આ નિર્ણય સાથે સંપૂર્ણપણે અસંમત છીએ. આ રકમ ભૂલને કારણે ટ્રાન્સફર થઈ છે અને અમે તેને પુન:પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરતાં રહીશું.

 

આ પણ વાંચો: Local Body Poll 2021: રાજકોટમાં ભાજપ પોલીસની સત્તાનો દુરપયોગ કરતા હોવાનો કર્યો આક્ષેપ, જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત

Next Article