વેક્સિનની અસર: અમેરિકામાં દાવો, કોરોનાથી મરનારા લોકોમાં 98% એ નહોતી લીધી વેક્સિન

|

Jun 25, 2021 | 12:49 PM

દુનિયાભરમાં વેક્સિનને લઈને મોટા અભિયાન ચાલી રહ્યા છે. આવામાં વેક્સિનની અસરને લઈને અમેરિકામાં સકારાત્મક આંકડા જોવા મળ્યા છે. ચાલો જણાવીએ વેક્સિન લીધા બાદ કેટલા લોકોને થઇ છે કોરોનાની અસર.

વેક્સિનની અસર: અમેરિકામાં દાવો, કોરોનાથી મરનારા લોકોમાં 98% એ નહોતી લીધી વેક્સિન
વેક્સિન (પ્રતિકાત્મક તસ્વીર)

Follow us on

અમેરિકામાં વેક્સિનને લઈને મોટા અહેવાલ સામે આવ્યા છે. ખાનગી સમાચાર સંસ્થાએ સરકારી ડેટાના આધારે આ જાણકારી પ્રાપ્ત કરી છે. જેમાં જણાવ્યા અનુસાર અમેરુકામાં હવે એ જ લોકોના કોરોનાથી મૃત્યુ થઇ રહ્યા છે જેમણે વેક્સિન નથી લીધી. જોરશોરથી ચાલી રહેલા વેક્સિનેશન કાર્યક્રમનું આ સકારાત્મક પરિણામ સામે આવ્યું છે. હાલમાં ત્યાં મૃત્યુની સંખ્યા 300 થી નીચે થઇ ગઈ છે. અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે લાયકાત ધરાવતા દરેક લોકો વેક્સિન લઇ લે તો આ આંકડો શૂન્ય થઇ શકે છે.

મેં મહિનાના ડેટાના વિશ્લેષણ બાદ આ અહેવાલ જાહેર કર્યો છે. જેમાં હોસ્પિટલમાં દાખલ કોરોનાથી સંક્રમિત 8.53 લોકોમાંથી માત્ર 1200 લોકો જ એવા છે જે વેક્સિન લીધા બાદ સંક્રમિત થયા. વેક્સિનેશન બાદ સંક્રમણનો દર 0.1 ટકા છે. બીજી તરહ મે મહિનામાં કોરોનાથી મૃત્યુ પામેલા 18 હજાર લોકોમાંથી માત્ર 150 લોકો એવા હતા જેમણે વેક્સિન લીધી હતી. એટલે કે આ દર ઘટીને 0.8 ટકા થઇ ગયો છે.

સેન્ટર ફોર ડીઝીસ કંટ્રોલના ડેટાના આધારે અમેરિકાની સમાચાર સંસ્થાએ આ વિશ્લેષણ કર્યું છે. તેમનું કહેવું છે કે વેક્સિન બાદ 45 રાજ્યોમાં મૃત્યુની સંખ્યા ઘટી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પણ આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે કોરોના મૃત્યુમાં 98-99 ટકા લોકો એવા છે જેમણે વેક્સિન નહોતી લીધી. તેમજ સેન્ટર ફોર ડીઝીસ કંટ્રોલના ડાયરેક્ટરનું કહેવું છે કે વેક્સિન એટલી પ્રભાવી છે કે આ સમયે કોરોનાથી થનારી કોઈ પણ મોતને અટકાવી શકે છે. જે લોકોનું મૃત્યુ થયું ટે અત્યંત દુખદ છે પરંતુ તેઓ વેક્સિન મુકાવી લેવા તો કદાચ બચી જાત.

અમેરિકામાં જાન્યુઆરીમાં કોરોનાના કારણે પ્રતિદિન 3400 મોત થતા હતા. પરંતુ વેક્સિનેશન બાદ આંકડો ખુબ કંટ્રોલમાં છે. આંકડા અનુસાર 12 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લાયકાત ધરાવતા લોકોમાં 63 ટકા લોકોને વેક્સિનનો એક ડોઝ અને 53 ટકા લોકોને બંને ડોઝ મળી ચુક્યા છે.

સીએટલના કિંગ કાઉન્ટીમાં, જાહેર આરોગ્ય વિભાગને જાણવા મળ્યું છે કે છેલ્લા 60 દિવસમાં કોરોનાને કારણે માત્ર 3 એવા લોકોનાં મોત થયા છે જેમનું વેક્સિનેશન થઇ ગયું હતું. પરંતુ વેક્સિન ના લીધી હોય તેવા 62 લોકો મૃત્યુ પામ્યા છે.

અમેરિકામાં ઠેર ઠેર એવા અહેવાલો સામે આવી રહ્યા છે જેમાં કોરોના સંક્રમિત લોકોમાં વેક્સિન ના લેનારાની સંખ્યા વધુ હોય. આંકડા પરથી જાહેર છે કે વેક્સિનથી કોરોનાના મૃત્યુથી ઘણા લોકોને બચાવી શકાય છે. આ માટે દુનિયાભરના દેશો પ્રયાસમાં લાગેલા છે.

Next Article