કોરોના મહામારી વચ્ચે Australia સરકાર ઉંદરના આતંકથી પરેશાન, ભારતથી મંગાવ્યુ 5 હજાર લીટર ઝેર

|

May 30, 2021 | 8:03 PM

ઉંદર માત્ર પાકને બરબાદ નથી કરી રહ્યા, પરંતુ હવે ઘરમાં પણ ઘુસી રહ્યા છે. વીજળીના તાર ચાવી રહ્યા છે. જેના કારણે ઘરોમાં આગ લાગી રહી છે. સાથે જ સૂતા સમયે લોકોને કરડી પણ રહ્યા છે.

કોરોના મહામારી વચ્ચે Australia સરકાર ઉંદરના આતંકથી પરેશાન, ભારતથી મંગાવ્યુ 5 હજાર લીટર ઝેર
સાંકેતિક તસ્વીર

Follow us on

Australia: કોરોના મહામારી વચ્ચે ઑસ્ટ્રેલિયા સરકાર ઉંદરના (Rats) આતંકથી પરેશાન છે. આ ઉંદર માત્ર પાકને બરબાદ નથી કરી રહ્યા, પરંતુ હવે ઘરમાં પણ ઘુસી રહ્યા છે. વીજળીના તાર ચાવી રહ્યા છે. જેના કારણે ઘરોમાં આગ લાગી રહી છે. સાથે જ સૂતા સમયે લોકોને કરડી પણ રહ્યા છે. આનાથી હેરાન થઈને ઑસ્ટ્રેલિયાની સરકારે ભારત પાસેથી 5 હજાર લીટર બ્રૌમેડિઓલોન ઝેરની માંગ કરી છે, જેથી કરીને ઉંદરને પતાવી શકાય.

 

ન્યૂ સાઉથ વેલ્સમાં વધી રહી છે ઉંદરની સંખ્યા 

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

ન્યુ સાઉથ વેલ્સમાં ઉંદરની સંખ્યા દિવસે અને દિવસે વધી રહી છે. જેના કારણે માઉસ પ્લેગની જાહેરાત કરવામાં આવી છે. કૃષિ મંત્રી એડમ માર્શલ કહે છે કે ઉંદર ખેતર, ઘર, અગાશી, ફર્નિચરથી લઈ સ્કૂલ અને હૉસ્પિટલમાં ઘુસી રહ્યા છે.

 

લોકો ઉંદરના કારણે બીમાર થવા લાગ્યા છે. સૌથી વધારે ખેડૂત પરેશાન છે. કારણ કે પાકને બરબાદ કરી રહ્યા છે. એડમે આગળ કહ્યું કે જો અમે વસંત સુધી ઉંદરોને ઓછા ન કરી શક્યા તો ન્યૂ સાઉથ વેલ્સને આર્થિક અને સામાજિક સંકટ સામે ઝઝૂમવુ પડી શકે છે.

 

ખેડૂતોને આશા છે કે તેમનો પાક નિષ્ફળ ન જાય 

ઑસ્ટ્રેલિયાના ખેડૂતોને આશા હતી કે વરસાદ બાદ તેમને કમાણી થશે. પરંતુ ઉંદરે તેમના દરેક સપના પર પાણી ફેરવી દીધુ છે. એક ખેડૂતે જણાવ્યુ કે તેઓ બોગન ગેટ સિટી પાસે પોતાના ખેતરમાં પાક ઉગાડીની એક પ્રકારનો જુગાર રમે છે. તેમણે કહ્યું કે આશા છે કે તેમનો પાક નિષ્ફળ ન જાય.

 

આ પણ વાંચો: હિંદ મહાસાગરમાં બની રહ્યુ છે વધુ એક વાવાઝોડુ, કેરળમાં ચોમાસુ પહોચતા લાગશે હજુ 2-3 દિવસ

Next Article